🧅 આપણે બધા ઘરમાં રોજ અલગ-અલગ શાકભાજીથી બનેલી વાનગીઓ ખાતા હોઈએ છીએ. જેમાં રસોઈના વઘારમાં વધારે સ્વાદ આપતી હોય તો એ છે ડુંગળી. જે રસોઈમાં સ્વાદની સાથે-સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી છે. ડુંગળીના સેવનથી શરીરમાંથી અનેક રોગો દૂર થાય છે.
🧅 તમે ઘણી વાર એવું જોયું હશે કે, ડુંગળીને સુધરતા સમયે તે વ્યક્તિને આખોમાં ખૂબ બળતરા થાય છે અને જેનાથી આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. જેથી લોકો ડુંગળીને સુધારવાની એવી ટિપ્સની શોધમાં હોય છે કે, જેનાથી આંખોને બળતરા ન થાય. તેથી આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ. જેના પ્રયોગથી તમને ડુંગળી સુધરતા સમયે ક્યારેય આંખોમાં બળતરા થશે નહીં.
🧅 ડુંગળી સુધારવાની બેસ્ટ ટિપ્સ :-
👉 ડુંગળી સુધારવાના પ્રથમ ઉપાયમાં આપણે વિજ્ઞાનના નિયમ સાથે ચાલશું. આ ઉપાય અનુસાર જ્યારે તમે ડુંગળી સુધારવા જે જગ્યાએ બેસો અથવા ઊભા રહો છો તેની ડાબી અથવા જમણી બાજુ એક સ્પીકર રાખવું અને તેમાં ગીતો વગાડવા. હવે જ્યારે ડુંગળી સુધારશો તો ડુંગળીમાંથી નીકળતા રસને સ્પીકરમાંથી આવતા ધ્વનિ તરંગો દૂર ફેકી દેશે. જેથી આ રસ તમારી આંખોમાં નથી જતો અને તમને આંખોમાં બળતરા કે આંસુ આવતા નથી.
👉 ડુંગળી સુધારવાના બીજા ઉપાયમાં જ્યારે તમારે ડુંગળી સુધારવી હોય અથવા તેની જરૂર હોય ત્યારે તેની 20 મિનિટ પહેલા ડુંગળીની ઉપરની છાલ કાઢી અને ડુંગળીને પાણીમાં રાખી દેવી. હવે જ્યારે અમુક સમય બાદ તમે ડુંગળી સુધારશો તો તમને આંખોમાં બળતરા થશે નહીં. આ ઉપાય સિવાય તમે ડુંગળી સુધારવા માટે ઉપયોગમાં લેવાતી છરી પર લીંબુનો રસ લગાવી અને થોડી વાર સુકાવા દેવું. ત્યાર બાદ આ છરી વડે ડુંગળી સુધારશો તો તમને આંખોમાં બળતરા કે આંસુ આવશે નહીં.
👉 ડુંગળી સુધારવાના ત્રીજા ઉપાય માટે એક અનોખી રીત અજમાવી શકો છો. જેમાં તમે જ્યારે ડુંગળી સુધારો છો ત્યારે તમે નાક દ્વારા શ્વાસ લેવાને બદલે મોઢેથી શ્વાસ લેવો. જેનાથી તમને આંખોમાં બળતરા થશે નહીં. જેનું મુખ્ય કારણ છે કે, જ્યારે તમે નાક દ્વારા શ્વાસ લ્યો ત્યારે ડુંગળીનો રસ નાકના સર્વગ્રાહી એકમોમાં જઈ બળતરા ઊભી કરે છે. પરંતુ જ્યારે તમે મોઢેથી શ્વાસ લ્યો ત્યારે નાકમાં ડુંગળીનો રસ જતો નથી જેના કારણે આંખોમાં બળતરા અને આંસુ આવતા નથી.
👉 ચોથા ઉપાયમાં જ્યારે તમે ડુંગળી સુધારો તેની 15-20 મિનિટ પહેલા તેને વિનેગરમાં ધોઈ નાખવી અથવા તમે ડુંગળીને તડકે સૂકવી શકો છો. ત્યાર બાદ તેને સમારવાથી તમને આંખોમાં બળતરા થશે નહિ. આ સિવાય તમે ડુંગળી સુધારવા જે જગ્યાએ બેસો અથવા ઊભા રહો છો તેની બાજુમાં એક દીવો અથવા મીણબત્તી કરવી. તેનાથી ડુંગળી જ્યારે સુધારીએ ત્યારે તેમાંથી નીકળતો રસ દીવો અથવા મીણબત્તી શોષી લે છે જેના કારણે તમને આંખોમાં બળતરા થતી નથી.
👉 પાંચમો ઉપાય છે, ડુંગળી સુધારવાની 20 મિનિટ પહેલા ડુંગળીને ફ્રીઝમાં મૂકી દેવી અને ત્યાર બાદ જો તમે ડુંગળીને સુધારો તો તમને આંખોમાં બળતરા થશે નહી અને આંસુ પણ આવશે નહીં. ઉપરાંત ડુંગળી સુધરતા સમયે મોઢામાં બ્રેડનો કટકો રાખી અને ચાવવો. આ ઉપાય કરવાથી પણ તમને આંખોમાં બળતરા થશે નહી.
👉 તો આટલા ઉપાયોને કરવાથી જ્યારે તમે ડુંગળી સુધારો છો ત્યારે થતી આંખોની બળતરા અને આંસુને આવતા અટકાવી શકો છો. આ ઉપાય એકદમ સરળ અને કારગર હોવાથી તમને વધારે પરેશાની પણ થશે નહીં.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.