દરેક વ્યક્તિને સુંદર વસ્તુ ગમતી હોય છે. પછી તે ગમે તે જ ન હોય, તેવી જ રીતે કોઈપણ સ્ત્રી હોય તેને સુંદર અને ખૂબસૂરત દેખાવું વધારે પસંદ હોય છે. તેના કરતાં વધારે કોઈ છોકરી સુંદર દેખાય તો તેને ગમતું હોતું નથી. કોઈપણ પ્રસંગ હોય તે લોકોને અલગ કપડાં, મેકઅપ બધું પરફેક્ટ જોયતું હોય છે.
તે સિવાય પણ દરેક મહિલાની ત્વચા પર ડાઘ પડે તો પસંદ હોતું નથી. પોતાની સ્કીનને ખીલ, ડાઘ-ધબ્બા, ધૂળ, પ્રદૂષણથી બચાવવા માટે પાર્લરમાં જઈ ફેસિયલ, સ્પા, ક્લીનિંગ, હાથ અને પગ પર મેડીક્યોર, પેડીક્યોર કરાવતી હોય છે. અથવા પાર્લરમાં ન જાય તો બજારમાં મળતી પ્રોડક્ટ પાછળ પૈસા ખર્ચતી હોય છે. જેનાથી તે સુંદર દેખાય, પરંતુ આ બધી પ્રોડક્ટ કેમિકલવાળી હોવાથી ઘણી વખત આપણી સ્કીનને નુકસાન પહોંચાડતી હોય છે.
હાલના સમયમાં એવું નથી કે માત્ર સ્ત્રી જ પાર્લરમાં જાય છે. પુરુષો પણ મહિલાઓની જેમ પાર્લરમાં જઈ તૈયાર થતાં હોય છે. તો આજે તમને એક ઉપચાર જણાવીશું તે માત્ર સ્ત્રી જ નહીં પુરુષો પણ ઘરે કરી શકશે. દેશી ઉપચારથી તમારી ડોક અને ત્વચા કાળી પડી ગઈ હશે તેમાં ગ્લો આવી જશે.
-બીજી વાત કે આ ઉપાય ઓઇલી અને ડ્રાય બંને સ્કીન વાળા કરી શકે છે. તેનાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું હોતું નથી. નિયમિત આ પ્રયોગ કરવાથી સ્કીન પર ગ્લો આવવા લાગશે અને ચહેરો ચમકીલો થઈ જશે. તો આ ઉપચારની રીત જાણીએ.
-તમારે એક ટામેટું લેવાનું છે. તેનો જ્યૂસ કાઢી લેવો પછી તેમાં અડધી ચમચી જેટલું મધ એડ કરવું. આ બંને વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ફેસ પર લગાવવો. આ પેસ્ટ ડ્રાય અને ઓઇલી બંને સ્કીન વાળા લગાવી શકશે. ઓઇલી સ્કીન વાળાએ એક ફેરફાર કરવાનો છે. તેમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરવાનો છે. પછી ચહેરા પર લગાવવું.
-આ પેસ્ટને લગાવવાની પણ એક રીત છે. સૌથી પહેલા ચહેરાને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવો જોઈએ. તેને કોરા કપડાં વડે સાફ કરવો. હવે પેસ્ટ લગાવવાની શરૂ કરો ધ્યાન રહે કે હાથ એકદમ હળવો રાખવો, પછી ફેસિયલની જેમ મસાજ કરવાનું શરૂ કરો. આ રીતે 4 મિનિટ સુધી મસાજ કરવી. મસાજ કર્યા બાદ પેસ્ટને સૂકવવા દેવી. તે બરાબર સૂકાય જાય એટલે ફેસ ચોખ્ખા પાણીથી સાફ કરી લેવો.
-ચહેરા પરથી પેસ્ટ હટાવ્યા બાદ કોઈપણ મોશ્ચરાઈઝર ક્રિમ લગાવી શકો છો. અથવા ન પણ લગાવો તો ચાલશે. પરંતુ આ પ્રયોગ તમારે નિયમિત કરવાનો રહેશે. જેથી સ્કીન પર ચમક આવે. અને બીજી વાત કે માત્ર ચહેરા પર જ નહીં. ગરદન અને પીઠ પર આ પેસ્ટ લગાવી શકો છો.
-ઘણા લોકોને ચહેરો સુંદર અને ગરદન કાળી પડી ગયેલી દેખાતી હોય છે. તેના કારણે આપણે ક્યાંય પણ જઈએ ખરાબ લાગતું હોય છે. માટે તેની પણ કેર કરવી જોઈએ. ગરદન પણ આપણું મહત્ત્વનું અંગ છે.
-કોઈને લાગે કે માત્ર ટામેટાંથી ચહેરા અને ગરદન પર ગ્લો આવી જશે. તો જાણો તેની અંદર રહેલા ગુણ વિશે. ટામેટાથી ઓપન સ્પોર્સ બંધ થઈ જાય છે. જેના કારણે સ્કીન સફેદ ગ્લો વાળી બને છે. તેની સાથે મધ મોઇશ્ચરાઈઝર અને ક્લીન્સરનું કામ કરતું હોવાથી આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ફેસ ચમકવા લાગે છે. તેનાથી વધારે ખીલ અને ડાઘ-ધબ્બાની પણ સમસ્યા દૂર થઈ જાય છે. માટે આ પ્રયોગથી તમારે પાર્લરમાં જવાની જરૂર પડતી નથી.
-ચહેરા પરની મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે આ પેસ્ટ નવી કોશિકા ચહેરા પર વિકસે છે. એના લીધે તમે યુવાન અને સુંદર દેખાવા લાગો છો.
જો સુંદર ચેહરો મેળવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.