મિત્રો તમે જોતા હશો કે દરેક સ્ત્રી પોતાને સુંદર દેખાવવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાના વાળ, ચહેરો, હાથ પગની સુંદરતા, તેમજ વેટ કંટ્રોલ કરવા પર વધુ ધ્યાન આપે છે. પણ અહી જયારે કોઈ સ્ત્રી માટે તેના ચહેરાની વાત આવે ત્યારે આખા ચહેરાની શોભા હોઠ દ્રારા જ ખીલી ઉઠે છે. આથી તેને હંમેશા મુલાયમ, સુંદર અને ગુલાબી બનાવવા માટે તે ખાસ ધ્યાન આપે છે.
દરેક પોતાનો ચહેરો સુંદર દેખાય તે માટે આંખ, નાક, કાન અને હોઠનું વિશેષ ધ્યાન રાખે છે. ચહેરાની સુંદરતા હોઠ દ્રારા ખીલી ઉઠે છે. આથી હોઠને ગુલાબી,, લાલ લચકદાર, અને સુંદર દેખાવવા માટે તે અનેક પ્રકારની લીપસ્ટીક નો ઉપયોગ કરે છે. આમ મેકઅપ દ્રારા તમે ચહેરાની સુંદરતા દેખાડી શકો છો પણ ઘણા ઘરેલું ઉપાય દ્રારા પણ તમે તમારા ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લગાવી શકો છો.
ચહેરાની સુંદરતા હોઠ દ્રારા જળવાઈ રહે છે. હોઠ લાલ, ગુલાબની પાંખડી જેવા, નરમ, મુલાયમ અને સુંદર બનાવવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જો કે હોઠનું ખરાબ થવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે હોર્મોન્સ માં થતો ફેરફાર, વધતી જતી ઉંમર અને સૂર્ય કિરણો પણ અસર કરે છે.
પણ જે સ્ત્રી કોઈ કારણસર પોતાનું ધ્યાન નથી રાખી શકતી, અથવા તો જેમને બજારના મોઘા બ્યુટી પ્રોડક્ટ માં પૈસા નથી ખર્ચી શકતી તેમને માટે આજે અમે તમને ખુબ જ અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છે. પણ તે માટે જરૂરી છે તમારે આ લેખ અંત સુધી વાંચવો પડશે.
- હોઠ સુંદર બનાવવા માટેના ઘરેલું ઉપાયો
એક ઉપાય અનુસાર દુધની અંદર ગુલાબના ફૂલની પાંખડી પલાળી દો. ત્યાર બાદ તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો. પછી તેને હોઠ પર લગાવો. દુધની જગ્યાએ તમે ગ્લીસરીન પણ વાપરી શકો છો. એક અન્ય ઉપાય માં તમે ટમેટા ની ઉપરની છાલ કાઢી લો અને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને દુધમાં મિક્સ કરો અને હોઠ પર લગાવો. તમારા હોઠ ગુલાબી થઇ જશે.
એક ચમચી મલાઈમાં થોડું બીટનું જ્યુસ અથવા દાડમનો રસ ઉમેરી તેને મિક્સ કરી લો. આ મિશ્રણ હોઠ પર લગાવો. આનાથી તમારા ફાટેલા હોઠ પણ મુલાયમ થઇ જશે. બીટ અને દાડમ સિવાય ગાજરનો રસ પણ હોઠ માટે ખુબ સારો છે અન એતે હોઠને ગુલાબી બનાવે છે. એક ચમચી દુધમાં એક ચમચી દૂધની તર અને થોડું કેસર મિક્સ કરી લો. હવે તેને ફ્રીજમાં ઠંડુ થવા દો પછી હોઠ પર લગાવો અને થોડા સમય પછી તે લગાવેલા પેસ્ટને રૂ વડે સાફ કરવું.
જે લોકોના હોઠ કાળા પડી ગયા હોય તેને માટે લીંબુ સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે સુતા પહેલા હોઠ પર લીંબુ લગાવો. લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ ધીરે ધીરે ચામડી ગોરી બનાવે છે. કાકડી પણ હોઠની સુંદરતા વધારે છે. તે માટે કાકડીના ટુકડા હોઠ પર 2-5 મિનીટ માટે લગાવો અને પછી હળવા હાથે ઘસો. નિયમિત આ કાર્ય કરવાથી થોડા દિવસમાં હોઠ ખીલી ઉઠશે.
એક ચમચી દુધમાં લાલ ગુલાબની થોડી પાંખડી નાખી તેને પીસી લો. ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો. ઠંડું થઇ ગયા પછી તેમાં થોડો બદામનો પાઉડર નાખી, પેસ્ટ બનાવી લો. નિયમિત આ પેસ્ટને હોઠ પર લગાવો. એક અન્ય ઉપચારમાં તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. હવે તેને હોઠ પર લગાવો.
હળદળ માં દૂધ નાખી તેની પેસ્ટ બનાવી લો. હળવા હાથે તેને હોઠ પર ઘસો. પછી એને સાફ કરી લો અને પછી થોડું ઘી લગાવી લો. તમે સંતરાનો પણ ઉપયોગ કરી શકો છો. સંતરાની છાલ ફેકવા કરતા તેને પીસીને દુધ અને મધમાં મિક્સ કરી લો અને પછી હોઠ પર લગાવો. તેનાથી હોઠ ચમકદાર બનશે.
આમ તમે આ ઘરેલું ઉપાયો દ્રારા હોઠની સુંદરતા વધારી શકો છો. તેનાથી તમારા ચહેરાનું નૂર પણ ખીલી ઉઠશે. તો મિત્રો રાહ શેની જુઓ છો આજે જ ઉપર બતાવેલ ઉપાયો માંથી ગમે તે ઉપાય તમે અપનાવી શકો છો. આ એવા ઉપાય છે જેને માટે તમારે કોઈ વધુ પડતો ખર્ચ કરવાની જરૂર નથી. તેમજ તે નેચરલ ઉપાય હોવાથી તમને કોઈ આડઅસર પણ નથી થતી. આમ તમારી ઘરમાં રહેલી વસ્તુઓ દ્રારા તમે હોઠને સુંદર બનાવી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.