આપણે નિયમિત આપણા ઘરની સાફ-સફાઈ રાખીએ જ છીએ. આમ છતાં થોડા-થોડા સમયે ઘરમાં ખુબ જ ધૂળ આવી જતી હોય છે. તો આ ખુબ જ મોટા પ્રશ્નના કાયમી ઉકેલ માટે અમે તમારા માટે કેટલીક ખુબજ મહત્વની ટિપ્સ લાવ્યા છીએ. જે અપનાવતા તમને ખુબ જ ફાયદો થશે. તો ચાલો જોઈએ આ બેસ્ટ ટિપ્સ.
🏠1. ધૂળને ઉડાડવી નહીં, પણ એક ટ્રિકથી સફાઇ કરો : હંમેશા આપણે સફાઈ કરવા માટે ધૂળને ઉડાડીએ છીએ. પરંતુ આમ ના કરો. આમ, કરવાથી ધૂળની સફાઇ નથી થતી. પરંતુ ધૂળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ધૂળને સાફ કરવા માટે માઈક્રોફાઈબર યુક્ત કપડાંનો ઉપયોગ કરો. આ કપડામાં વાઇટ વિનેગર ઉમેરો અને સફાઇ કરો. આ રીતે સફાઇ કરવાથી બધીજ ધૂળ કપડામાં આવી જશે. વીનેગરનો ઉપયોગ તમે પાણીમાં મિશ્ર કરી સ્પ્રેમાં ભરીને પણ કરી શકો.
🏠2. ચપ્પલ દ્વારા આવતી ધૂળ પર પણ ધ્યાન દો: સામાન્ય રીતે બહારની ધૂળ ઘરમાં ચપ્પલમાં ચોંટીને પણ આવે છે. તો જો ઘરમાં પહેરવાના અને બહારના ચપ્પલ જો અલગ-અલગ રાખવામાં આવે તો મહદ અંશે આમાંથી ફાયદો થાય છે.
ચપ્પલમાં ચોંટેલી ધૂળને રોકવા માટે તમે દરવાજાની પાસે જ શૂ રેક (ચપ્પલ રાખવાનો મૂકી શકો. દરવાજા પાસે પાતળા પગલૂછણિયા ના બદલે ખૂબ જ જાડુ ડોરમેટ રાખવાથી આ પ્રશ્ન સોલ થઈ શકે છે.આમ, ચપ્પલ દ્વારા ઘરમાં આવતી ધૂળ અટકશે. અને ઘર એકદમ સાફ રહશે.
🏠૩. વેક્યૂમ ક્લીનરના ઉપયોગ દ્વારા સફાઇ: વેક્યૂમ ક્લીનરની બનાવટ ખાસ ધૂળની સફાઈ માટેજ કરવામાં આવી છે. આપણે કપડાથી જે સાફ-સફાઈ કરીએ છીએ. તેનાથી વેક્યૂમ ક્લીનર જેવી સફાઈ થતી નથી. વેક્યૂમ ક્લીનરમાં સફાઇ કરતાં થોડો સમય લાગે છે. પરંતુ તેની સફાઇ ચકાચક હોય છે.
વેક્યૂમ ક્લીનર વડે તમે બારી-બારણાં, મળીનો ઉપરનો ભાગ,બેડ, સોફા,ફ્રિજ વગેરેના કોર્નરને ખુબ જ સારીરીતે સાફ સુથરા કરી શકાય છે.જો તમારા ઘરની નજીકથી રોડ પસાર થતો હોય. અને ધૂલ ઘરમાં આવવાનો પ્રશ્ન કાયમનો હોય તો કાયમી ઉકેલ માટે એક વેક્યૂમ ક્લીનર જ વસાવી લેવું શ્રેષ્ઠ રહેશે.
🏠4. ઘરની રોજની સફાઈમાં છૂટી જતી કેટલીક જગ્યા: ઘરની રોજની સફાઈ તે સામાન્ય વાત છે. પરંતુ થોડા થોડા દિવસે આપણા ઘરમાં વિશેષ સફાઈની જરૂર છે. તેવું લાગે છે. આવું થવાનું કારણ શું? તો તે કારણ છે કે આપણે રોજની સફાઈમાં આમુક જગ્યાઓ ને તો સાફ કરતા જ નથી. જેમકે ફર્શની સફાઈ થાય છે. પરંતુ દીવાલની નહીં તો તેને પણ સાફ કપડાથી લૂછવાથી ધૂળ જયંતી નથી.એ સિવાય ફર્નિચરને પણ રોજની સફાઈમાં લઈએ, તેને પણ લૂછીએ. અથવા તો વેક્યૂમ ક્લીનરનો પણ ઉપયોગ કરી શકાય છે.
5.AC,કુલર અને સેન્ટર હિટરના ફિલ્ટરને બદલો:જ્યારે તમે ACની સર્વિસ કરો છો. ત્યારે તમને એવું લાગતું હશે કે ફિલ્ટરને બદલવાની કોઈ જરૂરત નથી. આના માટે તમારે મોંઘા એર પ્યૂરીફાયર ખરીદવાની કોય જરૂરત નથી.પરંતુ જે હીટિંગ કે કુલિંગ સિસ્ટમના ફિલ્ટર છે. તેને જ બદલી કાઢો. આનાથી તમારા ઘરમાં 30 થી 40 ટકા ધૂળ આવતી ઓછી થાય છે.
આ ટિપ્સ એવી છે જેના પર લોકો ખુબ જ ઓછું ધ્યાન આપતા હોય છે. પરંતુ આ વાત સાચી છે. તમે ગાદલાં,ગોદડા,ઓશિકા વગેરેમાં રહેલી ધૂળને સાફ સાફ કરવા માંગો છો. તો તેને તમે જૂન સમય મુજબ પાતળી લાકડી વડે ટીપીને તેમ રહેલી ધૂળને દૂર કરી શકો છો.
બહેનો, તમને આ ટિપ્સ જરૂરથી ઉપયોગી બનશે. આવી બીજી ટિપ્સ જોઈએ તો કોમેન્ટમાં “More” જરૂર લખો જેથી બીજી આવી ટિપ્સ આપ સુધી લાવીશું. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે,- આભાર.