💐દોસ્તો આ દુનિયામાં એવા લોકો તો કદાચ છે જ નહીં કે તેને ફૂલ પસંદ જ ના હોય. સૌને ફૂલ અને તેની સુગંધ આકર્ષે છે તેથી લોકો પોતાના ઘરમાં વિવિધ ફૂલ છોડના ક્યારા કે કુંડાઓ રાખે છે. પરંતુ બને છે એવું કે તેમા ભાગ્યે જ ક્યારેક ફૂલો આવે છે. તો તમારા આ પ્રશ્નનો અમે એક સરસ ઉપાય લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી તમે મેળવી શકશો ફૂલોનો વરસાદ. તો ચાલો જોઈએ તે ચીજ શું છે અને તેને કેમ ઉપયોગમાં લેવાની.
🌹પહેલું-કેળાં :જ્યારે આપણા ઘરમાં ફૂલ છોડમાં ફૂલો ના આવતા હોય તો એક સરળ ઉપાય છે કે તમે જે કેળાં ખાઓ છો તેની છાલને ફેકવાની નથી પરંતુ આ છાલને તમારે સૂકવી નાખવાની છે અને જ્યારે તે સુકાઈ જશે ત્યારે તે એકદમ બ્લેક રંગની દેખાવા લાગશે તો ત્યારે તમારે આ છાલનો પાઉડર બનાવી લેવાનો છે. જે ઘણો લાંબો સમય સુધી સાચવી શકાય છે. આ પાઉડરને તમારે દર ત્રણ દિવસે ફૂલ છોડમાં નાખવાનો છે.આ પાઉડરમાં પોટેશિયમ અને કાર્બનના ગુનો વિશેષ સમાયેલ છે. જેનાથી છોડમાં પાન કમ ફૂલ જોવા મળશે. એટલે કે પાન કરતાં પણ ફૂલ વધારે જોવા મળશે.
🥀બીજું-ભાતનું ઓસામણ :આપણા ઘરોમાં ભાત તો રેગ્યુલર બનતા જ હોય છે. અને આપણે આ ભાતના ઓસામણને ફેકી દેતા હોઈએ છીએ. પરંતુ દોસ્તો આ એક ફૂલ છોડ માટે ખાતરનું કામ કરે છે. તમારે આ ઓસામણને ઠંડુ પાડીને ફૂલ છોડને આપવાનું છે. આ પાણીમાં સ્ટાર્ચનું પ્રમાણ વિશેષ હોવાથી ફૂલના છોડને જરૂરી તત્વ મળે છે અને તેમા અઢળક ફૂલો આવવા લાગે છે.આ પ્રયોગમાં એક વાતનું ધ્યાન રાખવું કે જો તમારે આ પાણી ફૂલ છોડને આપવું છે તો તેમાં મીઠું ના નાખવું.
🌺ત્રીજું- શાકભાજીની છાલ :આપણે રોજિંદા જે પણ શાક બનાવીએ છીએ તે દરેકની છાલ આપણે સામાન્ય રીતે ફેકી દઈએ છીએ પરંતુ આ છાલના હવેથી તમે ફેકવાનું ટાળો અને તેનો તમારા ફૂલ છોડને આપીને વધારે ફૂલ મેળવો. આ છાલને તમારે મિક્ષ્ચરમાં ક્રશ કરીને એક પેસ્ટ બનાવવાની છે. અને આ ટેસ્ટને એક ડોલ પાણીમાં નાખીને તેને 10 થી 15 મિનિટ મૂકી રાખીને પછી તે પાણી ફૂલ છોડને આપવાથી છોડમાં અસંખ્ય ફૂલો બેસે છે.
🍵ચોથું- ચાની ભૂકી :આપણા દરેકના ઘરોમા ચા રેગ્યુલર બનતી જ હોય છે. આપણે ચા બનાવ્યા પછી તેને ફેકી જ દઈએ છીએ પરંતુ આ વપરાયેલી ચા પણ આપણને ઉપયોગી બને છે. વપરાયેલી ચાની ભૂકીને બરાબર સાફ પાણીથી ધોઈને પછી તેને સૂકવી દેવાની છે જ્યારે તે સુકાય જાય તે પછી તેને ફૂલ છોડના ક્યારામાં નાખો. આ પ્રયોગ તમે દર સાત કે આંઠ દિવસે કરી શકો છો. પછી જુઓ તમારા ફૂલ છોડની રોનક અઢળક ફૂલો આવવા લાગશે. સૌ કોઈ તમને આટલા ફૂલો આવવાનું રાજ શું છે તે પૂછવા લાગશે.
🥚પાંચમું- ઇંડાની વાઇટ પરત : દોસ્તો ઇંડાની ઉપરની છાલ પણ ફૂલ છોડ માટે ખાતરનું કામ કરે છે. ઇંડાની ઉપરની સફેદ પરતને સૂકવીને પછી તેનો એકદમ બારીક પાઉડર બનાવીને આ પાઉડર પાંચ દિવસ સુધી એક એક ચમચી ફૂલ છોડને આપવાથી છોડ પર અસંખ્ય ફૂલો ખિલવા લાગે છે.
🍚છઠું – દાળ-ભાતનું ધોયેલું પાણી :દોસ્તો આપણે રસોઈ બનાવતા પહેલા દરેક ચીજને ધોઈને સાફ કરીને વાપરીએ છીએ. તો રાંધતા પહેલા આપણે દાળ અને ભાતને પણ ધોઈએ છીએ તો આ પાણીને ફેકવા કરતાં ફૂલ છોડને આપવાથી તેમા ફૂલો વધારે આવે છે.
જો હોમ ગાર્ડન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.