ચહેરો જેમ આપણા શરીરની શોભા વધારે છે તેવી જ રીતે હોઠ પણ ખૂબ જ મહત્ત્વનું અંગ માનવામાં આવે છે. આપણે તહેવાર હોય, નવરાત્રિ હોય, કે કોઈ ફંક્શન હોય ત્યારે તૈયાર થઇએ છીએ. તે સમયે બધો જ શણગાર કર્યો હોય, પરંતુ જો હોઠ પર લિપસ્ટિક ન કરી હોય તો કંઈક અધૂરું હોવાનો અહેસાસ થતો હોય છે.
તેમાં પણ જો કોઈ યુવતીના હોઠ કાળા પડી ગયા હોય તો આપણને તેનો ચહેરો પણ જોવો ગમતો નથી. માત્ર યુવતી જ નહીં યુવાનોને પણ આ પ્રકારના હોઠ જોવા મળતા હોય છે. તો તેમની સુંદરતા વધારતા માટે આજે એક ઉપાય બતાવીશું, જેમાં તમારે વધારે ખર્ચ કરવાની પણ જરૂર પડશે નહીં.
-મધને ઔષધિય તરીકે માનવામાં આવે છે. મધમાં એન્ટિ ઓક્સિડન્ટ નામનું તત્વ રહેલું હોય છે. જે સ્કીન માટે ઘણું લાભદાયી હોય છે. તો એક ચમચી મધ એક વાટકીમાં લો.
-પછી નારિયેળનું તેલ લો. કહેવાય છે કે નારિયેળના તેલમાં વિટામિન ઈની માત્રા સારા પ્રમાણમાં રહેલી હોય છે. જે હોઠ પર ઘસવામાં આવે તો ફાયદો થાય છે. તો તે વાડકીમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરો. તે વધારે લેવું નહીં.
-ખાંડ આપણા હોઠ પર સ્ક્રબનું કામ કરશે તેથી તે એક નાની ચમચી લેવી. આ બધી વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લો. જેથી ખાંડ બરાબર ઓગળી જાય.
-થોડી વાર પછી ખાંડ ઓગળી જશે પછી તે પેસ્ટને હોઠ પર લગાવો. આ પેસ્ટ એકદમ ઘાટી બનતી હોવાથી તેને હોઠ પર ધીમેધીમે લગાવવી.
-રોજ આ પ્રકારે કરવાથી તમારા હોઠ ખીલવા લાગશે અને થોડા દિવસોમાં ગુલાબ જેવા ગુલાબી દેખાવા લાગશે. હોઠ પરની કાળાશ ક્યારે દૂર થઈ જશે ખબર નહીં પડે.
-આ પેસ્ટને તમે 10 મિનિટ સુધી હોઠ પર ઘસો અને પછી ચોખ્ખા પાણીથી સાફ કરી લો. તરત જ હોઠ આછા ગુલાબી રંગના દેખાવા લાગશે.
-વીકમાં એક વખત અથવા મહિનામાં બે કે ત્રણ વાર આ પ્રયોગ કરી શકો છો. જો તમારે હોઠને ગુલાબી રાખવા હોય તો આ પ્રયોગ જરૂર કરો. કોઈ પ્રકારનું નુકશાન થશે નહીં કેમ કે આ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય છે. કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી.
જો હોઠને સુંદર બનાવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.