😴અત્યારના સમયમાં કોઈ ધ્યાન કોઈ ધ્યાન ધરવાની કે ધ્યાન કરે છે તેવી વાત જાણીને નવાઈ લાગતી હોય છે. પરંતુ ધ્યાન ખરેખર બધી જ વસ્તુ માટે ઉપયોગી સાબિત થાય છે. પહેલાના સમયમાં ઋષિમુનિઓ ધ્યાન કરીને જ મોટાભાગની સિદ્ધિ હાંસલ કરતાં હતા. તેના દ્વારા જ તેમને મોટાભાગની વિદ્યા પણ પ્રાપ્ત થતી હતી. ધ્યાન ધરવાથી બુદ્ધિનો વિકાસ સારો થાય છે. સાથે સાથે એકાગ્રતા પણ વિકસે છે. ધ્યાનની મદદથી તમે ઘણી બધી વસ્તુ મેળવી શકો છો.
😴હાલના સમયમાં 100એ એક વ્યક્તિ એવું હોય છે જે ધ્યાન કરતું હોય છે. ધ્યાન કરવાથી આપણને મનની શાંતિ પણ મળે છે. પરંતુ આજના સમયમાં ધ્યાન કરવાનો સમય કોઈ પાસે નથી. તેથી આજે એવી કેટલીક ટેકનીક જણાવીશું જેનાથી તમને લાભ થશે.
😴આ ટેકનીક એ પ્રકારની છે કે તેમાં તમારો વધારાનો સમય બગડતો નથી. તે સિવાય તમે ધારો તે પરિણામ પ્રાપ્ત કરી શકો છો. તો આજથી જ શરૂ કરી દો આ સરળ રીતથી ધ્યાન કરવાનું.
😴-રાતના સમયે જ્યારે તમે સૂવા માટે જાવ ત્યારે આ પ્રયોગ કરવાનો રહેશે. સૂવા જઈએ કે તરત કોઈ વ્યક્તિ સૂઈ શકતો નથી. 5 કે 10 મિનિટ પછી જ ઉંઘ આવતી હોય છે. તો તે સમયે તમારે સાંભવી મુદ્રા કરવાની રહેશે. એટલે કે આંખો બંધ કરવાની છે. આંખને બંધ કરી ઉપરની બાજુ લઈ જવાની રહેશે. આપણું ત્રીજું નેત્ર જ્યાં હોય તે સ્થાન પર.
😴-આંખને વધારે પડતી ખેંચવાની જરૂર નથી. શરૂઆતમાં ધીમેધીમે ઉપર લઈ જવાની કોશિશ કરવી. હવે તમારું ધ્યાન જ્યાં આપણી ત્રીજી આંખ હોય તે જગ્યા પર મગજ કેન્દ્રિત કરવું, તે શરીરનું મુખ્ય ચક્ર ગણવામાં આવે છે.
😴-સાંભવી મુદ્રા કરો ત્યારે તમારી જે કોઈ ઇચ્છા હોય તે બોલવાની રહેશે. અને તે બોલતાં બોલતાં જ ઉંઘ આવી જશે. આ રીતે કરવાથી તમારી જે ઇચ્છા છે તે કોન્સિયસ માઈન્ડમાંથી સબ કોન્સિયસ માઇન્ડમાં જતી રહેશે.
😴-કેટલાક લોકોને આ સાંભવી મુદ્રાની જાણ હશે કેટલાકને નહીં હોય. તો શીખી લેવી જોઈએ. તે સિવાય એક વાત જણાવીએ કે કોન્સિયસ માઈન્ડ કરતાં સબ કોન્સિયસ માઇન્ડ તમારું વધારે શક્તિશાળી હોય છે. ત્યાં પહોંચ્યા બાદ દરેક વાત ગમે તે રીતે થઈને રહેતી હોય છે.
😴-આ પ્રયોગ કરતી વખતે એક વાત નક્કી રાખવી કે 21 દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે સાથે આ દિવસો દરમિયાન તમારે એક જ ઇચ્છા દર્શાવાની છે. જેથી તે પૂરી થાય. જો તમે રોજ નવી ઇચ્છા રાખશો તો સબ કોન્સિયસ માઈન્ડ કન્ફ્યુઝ થઈ જશે કે કઈ ઇચ્છા પૂરી કરવી. અને તમે જે પ્રયત્નો કર્યા હશે તેમાં સફળતા મળશે નહીં.
😴ઇચ્છા પૂર્તિ સિવાય બીજા ઘણા ફાયદા છે તે જાણીએ😴
😴-ત્રીજી આંખથી આપણે બ્રહ્માંડની કેટલીક શક્તિઓ છે. તેને મેળવી શકીશું. તે આપણી શક્તિમાં બમણો વધારો કરશે. બીજો એલૌકિક ફાયદો છે કે આ ટેક્નીકથી તમારી આંતરિક શક્તિ વધશે.
😴-રોજ રાત્રે આ પ્રયોગ કરવાથી તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે. કારણ કે શરીરમાં દિવ્ય શક્તિ તમારા શરીર સાથે સંપર્કમાં આવશે.
😴-આ પ્રયોગ કરવાથી તમારી ઇચ્છા શક્તિ બળવાન થાય છે. સાથે સાથે રોજ સવારે એક નવી ઉર્જા અને શક્તિનો અહેસાસ થતો જણાય છે. 21 દિવસ સુધી રોજ રાત્રે આ પ્રયોગ કરો જરૂર ફાયદાકારક સાબિત થશે.
જો ઊંઘ સુધારવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.