અત્યારના સમયમાં સ્ત્રી અને પુરુષ માટે સૌથી મોટી સમસ્યા ચરબી અને તેનો વધતો વજન છે. પુરૂષોને વજન વધવાની સાથે ફાંદ પણ બહાર આવવા લાગી છે પણ ફાંદ હાડકાં કે માસ વધવાથી નથી નીકળતી ફાંદ શરીરમાં ચરબી જમા થવાના લીધે બહાર આવવા લાગે છે અને ચરબી વધારે થવાનું મુખ્ય કારણ લોકોને ખાવા પીવામાં કંટ્રોલ રહેતો નથી તે હોય છે. તમે ખાવા પીવામાં નાની નાની ભૂલો કરતાં રહો છો અને તેનું પરિણામ ચરબીના રૂપમાં બહાર આવવા લાગે છે. નાની ઉમરના વ્યક્તિઓને પણ આ પરેશાની અત્યારે વધી રહી છે.
આજે આ આર્ટિકલમાં આસાનીથી વજન કેવી રીતે કંટ્રોલ કરી શકાય તેની ખાસ અને આસન રીત વિષે જણાવીશું. આટલી વાતોનુ ધ્યાન રાખવાથી વજન કંટ્રોલમાં રહશે અને આગળ જતાં વજન સબંધિત બીમારી કે પરેશાની ઊભી નહીં થાય. તમારા પરિવારમાં કે કોઈ દોસ્તને આવી પરેશાની છે તો તેમની સાથે આ આર્ટીકલ શેર કરો જેથી તેમને પણ પોતાનો વજન કંટ્રોલ કરવામાં મદદ મળી શકે.
- યોગ- સૂર્યનમસ્કાર.
યોગ કરવાથી શરીરની 80% ચરબી દૂર કરી શકાય છે. સૌથી મહત્વની વાત કે પેટની કે કમરની ચરબી માટે સૂર્યનમસ્કાર સૌથી ઉતમ યોગ છે તેનાથી ચરબી ઓછા સમયમાં નીકળવા લાગે છે. રોજે સવારે 15-30 મિનિટ સૂર્યનમસ્કાર કરવાથી 1 મહિનાની અંદર તમને તમારા વજનમાં અને ચરબીમાં ફરક દેખાવા લાગશે. સવારમાં વહેલા આ યોગ કરવાથી વધારે ફાયદો રહે છે. ભૂખ્યા પેટે યોગ કરવાથી તેની સિદ્ધિ અસર ચરબી પર થાય છે અને તે ઓગળવા લાગે છે.
- ગ્રીન-ટી.
અત્યારે લગભગ બધાને ઉઠતાની સાથે ચા પેહલા જોઈએ છે. ચા પીવાની આદત છે તો તેમાં થોડો બદલાવ લાવવો જોઈ જેથી વજન કંટ્રોલ કરવામાં આસની રહે છે ચા ની અંદર રહેલું દૂધ અને શુગર તમારે છોડવી પડશે. એટલે કે, ગ્રીન-ટી પીવાનું ચાલુ કરવું પડશે. દૂધ વાળી ચા નું સેવન કરવાથી શરીર જાડું થવા લાગે છે. ચા માં રહેલી શુગર પણ શરીરમાં બીજી ઘણી બીમારી લાવી શકે છે. તેથી સવારે ગ્રીન-ટી પીવાનું શરૂ કરો થોડા સમયમાં ચરબી બાય બાય કહી દેશે. મોટી મોટી સેલીબ્રીટી પણ કોફી છોડીને ગ્રીન ટી પીવા પર આવી ગયા છે.
- ભૂખ્યું રહેવું.
રોજે આચરકૂચર ખાવાનું બંધ નથી કરતાં તો વજન વધવાનું ચાલુ રહેશે. વજન કંટ્રોલ કરવા માટે ભૂખ્યું પણ રહેવું પડે છે. વજન કંટ્રોલ કરવા માટે રોજે ભૂખ્યું રહેવાની જરૂર નથી. પણ અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યું રહેવું જરૂરી છે. પણ શરૂઆતમાં ભૂખ્યા રહેવાની તકલીફ પડશે તો એક કામ કરો, મહિનામાં દર અગિયારસે ઉપવાસ શરુ કરો એટલે મહિનામાં 2 દિવસ ભૂખ્યા રહી શકશો. પ્રખ્યાત વ્યક્તિ “સદગુરુ” પણ પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે, અગિયારસ એ ઉપવાસ કરવા માટેનો પરફેક્ટ સમય છે ભારતીય કેલેન્ડર મુજબ” હા, આ કોઈ ધર્મની વાત નથી – ગમે તે ધર્મના લોકો આ દિવસે ઉપવાસ કરી શકે છે.
આમ મહિનામાં 2 દિવસ ભૂખ્યા રહેવાનુ શરૂ કરો. અને જો આખો દિવસ પછી ધીરે ધીરે આલગ વધતાં રહો અને અઠવાડીયામાં એક દિવસ ભૂખ્યા રહેવાનુ શરૂ કરો. 6 દિવસ ખાવાનું અને એક દિવસ ભૂખ્યું રહેવાનુ. આ કાર્ય કરવાથી શરીરમાં વજન કે ચરબી ક્યારે નહીં થાય. તેમજ તમારા શરીરના અંદરના અંગોને પણ એક દિવસનો આરામ મળી જશે. જેનાથી તે સરળતાથી કામ કરી શકશે.
- વોકિંગ.
બેઠા બેઠા કામ કરતાં વ્યક્તિઓ માટે આ કાર્ય ખુબજ મહત્વનુ છે. રોજે દિવસ દરમિયાન ભોજન કરીને એક જગ્યા પર કામ કરવા માટે બેસવાનું રહે છે. દિવસે તમે ભોજન કરો પછી તેને પચાવવા માટે ચાલવું પણ જરૂરી છે. રોજે એક જ જગ્યા પર બેસી રેવાથી ભોજન પચવામાં તકલીફ થાય છે અને તેના કારણે શરીરમાં ચરબી અને નવા નવા રોગ આવતા રહે છે. તેને કંટ્રોલ કરવા માટે રોજે સવારે અને સાંજે તમારે થોડો સમય કાઢી ચાલવું પડશે. રાત્રે ભોજન કર્યા પછી 10 થી 15 મિનિટ ચાલી લેવું જેથી ભોજન પચવામાં આસાની રહે છે. આગળ જતાં શરીર તંદુરસ્ત રહે છે.
- મધ.
મધ તે શરીર માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે. શરીરના લગભગ 60% રોગને મધ ઠીક કરી શકે છે. આયુર્વેદમાં મધને શરીરના ઘણા રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે. ચરબી માટે પણ મધનું સેવન કારગર સાબિત થાય છે. રોજે સવારે એક ગ્લાસ હુફાળું ગરમ પાણી કરી તેને ઠરવા દેવું. પાણી ઠર્યા પછી તેની અંદર એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી ચરબીમાં રાહત આપે છે. એક મહિનાની અંદર પેટની બાજુમાં જામેલી ચરબી ઓગળવા લાગશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.