તો તમે મસ્ત મજાની પંજાબી સબ્જી ઘરે બનાવી શકો છો. પરંતુ જો ઘરે આવતા મહેમાન લસણ કે ડુંગળી ખાતા ન હોય અથવા ડુંગળી ઘરમાં ન હોય તો કેવી રીતે સબ્જી બનશે તો ગભરાશો નહીં આજે આપણે 5 ટિપ્સ જાણીશું. જેમાં ડુંગળી વગર તમારી સબ્જી ચટાકેદાર બનશે અને ગ્રેવી પણ ઘટ્ટ થશે.
ડુંગળી વગર પંજાબી કે ગ્રેવી વાળું શાક ટેસ્ટી નથી બનતું એવી ઘણા લોકોની માન્યતા હોય છે. પરંતુ દક્ષિણ ભારતના લોકો ઘણા શાક ડુંગળી વગર જ બનાવતા હોય છે. ડુંગળીના ઉપયોગ વગર પણ તમે જાડી અને ઘટ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેની 5 ટિપ્સ વિશે. જેના ઉપયોગથી ગ્રેવીનો સ્વાદ પણ નહીં બગડે અને તમને બધી વસ્તુ ઘરમાં જ મળી રહેશે.
ટામેટાંની પ્યોરી- રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રેવી બનાવવા માટે ટામેટાની પ્યોરી બનાવી શકો છો. સૌ પહેલા ટામેટાંને થોડા પાણીમાં બાફી નાખવા, બરાબર બફાઈ જાય એટલે ઉપરથી છાલ ઉતારી મિક્સરમાં ક્રશ કરી નાખો. આ ક્રશ કરેલા ટામેટાંમાં તમે કાજુનો ભૂકો અથવા કોબીજ પણ છીણીને નાખી શકો છો.
બદામ અને બીજનો ઉપયોગ- ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તમે બદામને પીસીને પેસ્ટ બનાવી શકો છો. આ પાઉડર તમારી ગ્રેવીને જ નહીં સબ્જીનો ટેસ્ટ પણ વધારવામાં મદદ કરે છે. તે તેનાથી ગ્રેવી પણ વધશે. સાથે તમારી વાનગીને ઉત્તમ સ્વાદ પણ આપશે.
કાજુ- બદામની જેમ કાજુનો પણ ઉપયોગ ગ્રેવી ઘટ્ટ કરવા માટે કરી શકો છો. તેમાં તમારે ક્યારેય ડુંગળીની જરૂર પડશે નહીં. કાજુ તમારે ગ્રેવીનો સ્વાદ વધારશે અને ડિફરન્ટ કલર પણ લાવશે. સૌ પહેલા કાજુને થોડા તેલ અથવા ઘીમાં શેકી નાખો. ઠંડા થાય એટલે તેની પેસ્ટ બનાવો. પેનમાં તમે ટામેટાંની પ્યોરીમાં કાજુની પેસ્ટ ઉમેરી શકો છો. તમારે કાજુ શેકવા ન હોય તો ટામેટાંની પ્યોરીમાં કાજુ ક્રશ કરીને પણ નાખી શકો છો. શાહી પનીર અને પનીર ભુરજી જેવી સબ્જીમાં મોટાભાગે ડુંગળીની જગ્યા પર કાજુની પેસ્ટ વાપરતા હોય છે.
શિંગદાણા- ઘણાં લોકો શિંગ દાણાનો ભૂકો શાકમાં નાખતા હોય છે. ભરેલા શાકમાં મોટાભાગે શિંગ અને તલનો ભૂક્કો ક્રશ કરતા હોય છે. તેવી રીતે પંજાબી સબ્જીમાં ડુંગળી વગર તમે મગફળી ક્રશ કરીને નાખી શકો છો. તેનાથી ગ્રેવી ઘટ્ટ થશે.
તમે મગફળીમાં ચણાનો લોટ પણ એડ કરી શકો છો. બે ચમચી જેટલા લોટમાં શિંગદાણાનો ભૂકો નાખી પેસ્ટ તૈયાર કરવી. યાદ રાખવું કે શિંગ પહેલા શેકી લેવી. ઘણા લોકો શેકેલી શિંગ ઘરમાં રાખતા હોય છે. તો તેની ડાયરેક્ટ પેસ્ટ બનાવી શકો છો. પણ કાચી શિંગ હોય તો જરૂર શેકી લેવી. જેથી તેનો ટેસ્ટ સારો આવે અને ગ્રેવી ઘટ્ટ બને.
દહીં અને તાજી મલાઈ- પાલક પનીરનું શાક હોય કે પનીરની એકલી સબ્જી હોય ગાર્નિંશિંગ માટે આપણે ઘરની તાજી મલાઈનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટમાં પણ ક્રિમ નાખી ગાર્નિંશ કરતા હોય છે. તેવી રીતે તાજી મલાઈમાં તમે દહીં મિક્સ કરી શકો છો. તે સરળતાથી તમારી ગ્રેવી ઘટ્ટ બનાવશે.
3 ચમચી જેટલું દહીં લેવું તેમાં 2 ચમચી જેટલી તાજી મલાઈ મિક્સ કરવી, તેને સારી રીતે ફેટી લેવું. હવે જે સબ્જી બનાવી છે તેમાં ધીમે ધીમે આ મિશ્રણ મિક્સ કરતા જવું. બરાબર મિક્સ થાય એટલે ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ સુધી કૂક થવા દેવું. તમારી સ્બજીનો કલર અને સ્વાદ બંને બદલાઈ જશે. અને ઘરે આવનારા તમારી સબ્જીના વખાણ કરતા થાકશે નહીં.
કોબીજ- આ ઉપરાંત પણ ડુંગળી ઘરમાં ન હોય અથવા ઘણા ધર્મમાં ડુંગળી ખાતા હોતા નથી. તો ડુંગળી વગર સબ્જી બનાવવી હોય તો તમે કોબીજને ક્રશ કરીને સબ્જીમાં એડ કરી શકો છો. કોબીજને ટામેટાંની જેમ મિક્સરમાં ક્રશ કરી નાખવી. અને ટામેટાંની પ્યોરી સાથે સારી રીતે મિક્સ કરી લેવી. તેનાથી ગ્રેવીમાં વધારો થશે અને ઘટ્ટ પણ બનશે. પણ કોબીજ એડ કરો ત્યારે આ ધ્યાન રાખવું કે સબ્જીમાં મસાલા થોડા વધારે કરવા જેથી કોબીજ ખાતા હોવ તેવો ટેસ્ટ ન આવે.
મેંદો- તમે તમારી ગ્રેવી ઘટ્ટ કરવા માટે મેંદાનો ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે મંચુરિયન, ચિલ્લી પોટેટો, અને બીજી પણ ઘણી વસ્તુ બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ પંજાબી સબ્જી માટે એક બાઉલમાં 2 ચમચી જેટલો લોટ લઈ તેમાં અડધો કપ પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને તમે ગ્રેવીમાં ઉમેરો. થોડી વાર ચમચા વડે હલાવો.
તમે મેંદાની જગ્યાએ કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ પણ વાપરી શકો છો. મેંદાનો ઉપયોગ શાકમાં વધારે ન કરવો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. માટે નિયમિત ઉપયોગ ન કરવો. આ સબ્જીમાં તમે મરી, લવિંગ, તમાલપત્ર, બાદીયા ફૂલ, એલચી( મોટી સાઈઝની જેને એલચો કહેવાય) તજ આ બધી વસ્તુ શેકી. મિક્સરમાં ક્રશ કરી સબ્જી બનાવતી વખતે એડ કરી શકો છો. જે તમારા શાકનો ટેસ્ટ ડબલ કરશે. તમને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાગશે.
તમને આ રસોઈ ટિપ્સ કેવી લાગી, બીજી રસોઈને લગતી કોઈ વધુ માહિતી જાણવી હોય તો કોમેન્ટ કરો અમે જરૂર તેના વિષે માહિતી આપતો લેખ લખીશું. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.