- પેટમાં થતી તકલીફ અને તેના કારણ
દોસ્તો આજના સમયમાં તમે સાંભળતા હશોકે કબજિયાત જેવા રોગો 100 માથી 90 લોકોને જોવા મળી આવે છે તેનું કારણ બહારનું ભોજન, અને ભોજન કર્યા પછી તેને પચવામાં પડતી તકલીફ. તેના કારણે જે પણ ભોજન કરીએ તે પેટમાં રહી જાય છે અને ત્યા જ જામી જાય છે તેના કારણે કબજિયાતની સમસ્યા વધારે થાય છે આ સમસ્યા ઘણા લોકોને હેરાન કરે છે અને તેનો ઈલાજ પણ જલ્દીથી થઈ શકતો નથી પેલા જાણીએ કેવા ખોરાક છે જે પેટમાં ચોટેલા રહે છે.
આપણે ઘણું એવું ભોજન કરીએ છીએ જે ભોજનને પચવામાં 10 કલાકથી વધારે સમય લાગે છે. ત્યાર બાદ આપણે તેને પચવા માટે સમય આપતા નથી. જેના કારણે તે ખોરાક આપણાં પેટમાં એટલે કે આંતરડામાં જામેલો રહે છે તેના કારણે કબજિયાત જેવા રોગો ઉદભવે છે અને તેની તકલીફ આજીવન પણ રહી જાય છે.
ખોરાકની વાત કરીએ તો પેલા આવે છે નુડલ્સ અથવા મેગી જે મેંદાથી બનેલી હોય છે. મેંદાનો પચવાનો સમય 12 કલાકથી વધારે સમય લાગે છે. જે ઘણા એવા લોકો હશે જે નહીં જાણતા હોય અને મેંદાનું સેવન વારંવાર કરતાં હશે. આજે મેગી નો ઉપયોગ યુવાનોમાં પણ વધારે થાય છે. જ્યારે પણ તેમને ભૂખ લાગે એટ્લે દોડીને નુડલ્સ અથવા મેગી કે પાસ્તા લઈ આવે છે અને તેનું સેવન કરે છે પણ છોકરાઓને ખબર નથી પડતી કે, તે કેટલું નુકસાન કરે છે.
મોટી ઉમરના વ્યક્તિઓને પણ તેની ખબર નથી પડતી અને તે છોકરાઓને મેગીનું સેવન કરવા દે છે. મેંદાને પચવામાં લાગતો સમય તેને પૂરતો મળતો નથી અને તેના કારણે તે આંતરડામાં જામી જાય છે. આજે તેની સફાય કરવા માટે જાણીએ નવો રસ્તો જેનાથી આંતરડામાં જામેલી વસ્તુ પણ નીકળી જશે અને શરીરમાં બીજી ઘણી ગંદી વસ્તુઓ જામેલી હોય છે તેને આસાનીથી કાઢી શકીએ તેવો રસ્તો જાણીએ.
- પેટમાં થતી તકલીફને ઓછી કરવી
પેલા જાણીએ કબજિયાતને ઓછી કરવાની રીતે જેનાથી મોટી ઉમરના વ્યક્તિઓને પણ આરામ મળશે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી જે આસાનીથી પી શકાય તેટલું ગરમ અને તેની અંદર લીંબુનો એક ભાગ નિચોવીને તેનું સેવન કરવું આ કાર્ય કરવાનો સમય છે સવારે નાસ્તો કર્યા પહેલા અને રાત્રે સુતા પહેલા પણ આ વસ્તુનું સેવન કરવું. જેનાથી થોડા જ દિવસોમાં કબજિયાત જેવા રોગથી આરામ મળશે અને આ વસ્તુનું સેવન નિતમિત કરવાથી પછી કબજિયાતની સમસ્યા નહીં આવે. (રાત્રે આ લીંબુ વાળા પાણીનું સેવન ના કરો તો ચાલશે, પણ સવારે તો ખાસ કરવું.)
- આંતરડાને સાફ કરવાની રીત
સૌથી પહેલા જાણીએ આંતરડાની સફાઈ કેમ અને કેવી રીતે કરવી તે- સૌથી પહેલા એક ગ્લાસ પાણી ને હુફાળું ગરમ કરવું અને તેની અંદર સેંધાનમક એક ચમચી ઓગળીને પી જ્વું આ કાર્ય કરવાથી થોડા સમયમાં તમારે બાથરૂમ જવું પડશે ત્યથી આવીને થોડા સમય પછી આ કાર્ય ફરીવાર કરવાનું રહેશે જેનાથી ફરી બાથરૂમ જ્વું પડશે. આ કાર્ય 2 થી 3 વાર કરવાનું રહશે. પણ યાદ રાખો આ કાર્ય વારંવાર કરવાથી બીજી મુશ્કેલી થઇ શકે છે. અઠવાડિયે માત્ર ૧ વાર કે તેથી ઓછો આ પ્રયોગ કરવો.
આમ આ કાર્ય આટલી વાર કર્યા પછી તમને ઝાડાની અસર થવા લાગશે અને ઝાડા થઈ પણ જશે તેનાથી ડારશો નહીં કારણકે આ કાર્ય કરવાથી તમારું પેટ સાફ થતું હોય છે જેના કારણે ઝાડા થાય છે અને તે ઝાડા સાથે પેટની સફાઈ પણ થતી જાય છે આંતરડામાં ફસાયેલો ખોરાક અથવા જમેલો ખોરાક જે બહાર આવશે ઝાડાની સાથે થોડા સમયમાં તમે તમારી જાતે જ એવું લાગશે કે પેટ બિલકુલ સાફ થઈ ગયું હોય. (પણ આ કાર્ય ડોક્ટર કે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ મુજબ કરો તો વધુ સારું.)
જો તમારે કબજિયાત જેવા રોગથી બચવું હોય તો આ ઉપાય 15 દિવસે કે 1 માહિનામાં એક વાર જરૂર કરવો જોઈએ જેનાથી પેટની સાફ સફાઈ થઈ જાય છે અને ખાવા પીવાનું ત્યાં જામેલું રહેતું નથી. તેની વધારે કાળજી રાખવા માટે જમ્યા પછી વોકિંગ કરવું જોઈએ જેનાથી આપણે ખાધેલો ખોરાક આસાનીથી પછી શકે છે અને ખોરાક રાત્રિના સમયે હળવો લેવો જેનાથી તેને પચવામાં આસાની રહે છે. તેનાથી પેટની સમસ્યા ઓછી રહે છે.
છેલ્લે સૌથી અગત્યની વાત કે, તમારું શરીરમાં ૭૦% વધુ ભાગમાં પાણી છે, તો આપણે એવી વસ્તુઓનો જ પ્રયોગ કરવો જોઈએ કે, જેમાં પાણીનું પ્રમાણ સૌથી વધુ હોય, ઉદાહરણ તરીકે, ફળ (જેમાં ૯૦% જેટલું પાણી હોય) તેમજ લીલા શાકભાજી (જેમાં ૭૦% જેટલું પાણીનું પ્રમાણ હોય.). આવી વસ્તુઓનો ભોજનમાં વધુને વધુ પ્રયોગ કરશો તો તમારું પેટ હંમેશા હેલ્ધી રહેશે. ફાસ્ટફૂડમાં પાણીનું પ્રમાણ એકદમ નહીવત જેવું હોય છે, એટલે પેટમાં જઈને તે સિમેન્ટની જેમ પડ્યા રહે છે. પરિણામે પેટને લગતી સમસ્યા ઉદ્ભવે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.