અત્યારે સૌથી મોટી સમસ્યા છે વજન વધવાની પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય બંને માટે એક સરખી છે. બંને લોકોને વજન ઓછો કરવા માટે કસરત કરવી જ પડે છે ભૂખ્યું રહેવું જ પડે છે મહિલા હોય કે પુરુષ હોય બેઠા બેઠા વજન ઘટશે નહીં. તેની માટે મહેનત તો કરવી જ પડે છે પણ અમુક વ્યક્તિઓ ખોટી રીતે મહેનત કરે છે અને તેનું કઈ પરિણામ આવતું નથી વજન તો ઘટતો નથી અને મહેનત કરવાનું છોડી દેતા હોય છે. પણ આજે આપણે તે વિષય પર વાત કરીશું કે કેવી રીતે કસરત અને ડાઈટ કરવાથી વજન કંટ્રોલમાં આવે છે. વધારે મહેનત કરવાની જરૂર નથી બસ થોડી ટિપ્સ અપનાવી લો વજન જલ્દીથી ઉતરવા લાગશે.
વધારે ચરબી કે વધારે પેટ બહાર આવી ગયું છે તેવા વ્યક્તિઓ આ આર્ટીકલ ખાસ વાંચવો જેથી તમને ખબર પડે કે તમે કેવી ભૂલો કરો છો તમારા વજન ઓછો કરવાની કસરત અને ડાઈટમાં. આ આર્ટિકલમાં તમને થોડી એવી ટિપ્સ આપીશું જેનાથી તમારે વજન ઓછો કરવામાં ખુબજ ઉપયોગી બનશે અને કસરત અને ડાઈટ પ્લાનથી પણ છૂટકારો મેળવી શકશો તે સમજવા માટે આ આર્ટીકલ ધ્યાનથી વાંચજો.
પેલા જાણીએ કે વજન વધારે થવાના થોડા કારણો. આ કારણોથી જાણીને તમે જો આ ભૂલ કરતાં હશો તો બંધ કરી દેશો અથવા ભૂલ સુધારવા લાગશો. પેટ વધવાનું સૌથી મુખ્ય કારણ છે ચરબી સાથે બીજું કારણ છે બ્લોટિંગ અને વોટરરિટેન્શન આ વસ્તુ થવાથી પેટની ચરબી વધવી મામૂલી વસ્તુ છે. હવે તમને તેવો પ્રશ્ન થશે કે આ બ્લોટિંગ અને વોટરરિટેન્શન એટ્લે વળી શું ?
શરીર ગેસથી ફૂલીને જાડું થાય તેને બ્લોટિંગ કહેવાય છે. અને શરીર પાણીથી વધવા લાગે તેને વોટરરિટેન્શન કહેવામ આવે છે. હા મિત્રો શરીર ચરબીથી જ નહીં પણ પાણી અને ગેસના કારણે પણ ફૂલવા લાગે છે પણ તમને એમ જ હોય છે કે પેટમાં ચરબી થઈ ગઈ છે પણ તેવું સાચું હોતું નથી. આ સમસ્યાને ઠીક કરવામાં આવે તો વજન કંટ્રોલમાં આવે છે આ વસ્તુને કંટ્રોલ કરવું સાવ સહેલું કાર્ય છે પણ લોકો તેની સાચી રીત નથી જાણતા અને કસરત ખૂબ કરે છે પણ ફાયદો થતો નથી.
પેટને ઘટાડવા માટે સૌથી પહેલી ટિપ્સ છે આદુની ચા. આ ચા રોજે નિયમિત પીવાની રહેશે. આ ચા બનાવવ માટે એક અથવા બે આદુના ટુકડા લો પછી તેને આદુના ટુકડાને એક કપ પાણીમાં નાખી ઉકાળવા ગેસ પર રાખો પછી તેની અંદર એક અથવા દોઢ ચમચી લીંબુનો રસ મિક્સ કરો પછી તેની અંદર એક ચમચી મધ મિક્સ કરો પછી થોડી વાર તેને ઉકાળી કપની અંદર કાઢી લો. આ ચા નિયમિત પીવાથી એટની અંદર રહેલો ગેસ નીકળવા લાગશે અને પેટને કાયમી સાફ રાખશે.
હવે વાત કરીએ પેટનું પાણી કાઢવા (વોટરરિટેન્શન) માટે શું કરવું. પેટનું પાણીને સુકવવા અથવા બહાર કાઢવા માટે નમક નો ઉપયોગ કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. મીઠાને શરીરમાંથી બહાર કાઢવામાં આવે તો શરીરમાં રહેલું વધરાનું પાણી બહાર આવવા લાગે છે અથવા અંદર સુકાવા લાગે છે. નમક ઓછું કરવાથી વજન કંટ્રોલ થવા લાગે છે કારણકે, નમક શરીરની અંદર પાણી જામા કરવા લાગે છે. તે માટે શરીરમાં સોડિયમ વાળો ખોરાકના જવો જોઈએ.
વધારે પોટેશિયમ મળે તેવો ખોરાક લેવો જોઈએ કારણકે, વધારે પોટેશિયમ વાળા ખોરાકનું સેવન કરવાથી તે શરીરનું સોડિયમ આપોઆપ ઓછું થવા લાગે છે સાથે શરીરમાં રહેલું પાણી સુકાઈ જાય છે અને શરીર કંટ્રોલમાં આવે છે. વધારે પોટેશિયમ વાળા ખોરાકની વાત કરીએ તો તે લીલા શાકભાજી, ટામેટાં, ફળમાં કેળાં, બીટ, નાળિયેરનું પાણી વગરે વસ્તુમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે.
તમે કોઈને કહેતા સાંભળ્યા છે કે વજન ઘટાડવા માટે દિવસમાં 3 વાર નહીં પણ 5 વાર ભોજન કરવું જોઈએ. હા મિત્રો વજન ઘટાડવા માટે તમારે દિવસ દરમિયાન 5 વાર ભોજન કરવું પડશે. પણ તે ખોરાકનું સેવન કેમ કરવું તે જાની લો, 5 વાર ખોરાક ને થોડી થોડી માત્રામાં લેવાનો રહેશે.
ભોજન કરવાથી તમારી ભૂખ નીકળી જશે અને પેટ વધવાની સમસ્યા નહીં થાય. તમે બપોરે જે ખોરાક લો છો તેને અર્ધો કરો અને તે ખોરાકને બીજા સમય પર ખાઓ. જેનાથી તેને પચવામાં સમય નહીં લાગે. ખાવાની વસ્તુમાં કોઈ કંટ્રોલ નથી શું શું ખાઉ તે પણ ભોજનને અલગ અલગ સમય પર લેવાનું રાખો જેનાથી ભૂખ સંતોષાય જશે અને વજન કંટ્રોલમાં રહશે.
તમારા પાણી પીવાના પ્રમાણને વધારો શરીરનું પાણી બહાર કાઢવા માટે તે જરૂરી છે. સાથે સાથે સવારના સમયમાં દોરડા કૂદી શકો છો. દોરડા કુદવાના ફાયદા તમને ખબરજ હશે. તેની વિષે સમજવાની જરૂર નથી પણ રોજે થોડા થોડા દોરડા કુદવાની ટેવ રાખો તેનાથી ઘણો ફાયદો થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.