ઘણા એવા ન્યૂ કપલ હોય છે કે તેમની મેરેજલાઇફ શરૂઆતમાં સારી હોય છે. પછી ધીમેધીમે નિરાશા તરફ ધકેલાવા લાગે છે. તેમાં માત્ર એકલા પતિનો વાંક હોય એવું નથી હોતું પત્ની પણ કેટલાકઅંશે એટલી જ જવાબદાર હોય છે. ખાસ કરીને રાત્રીની પળો દરમિયાન જો એક વ્યક્તિનો સારો રિસ્પોન્સ ન હોય તો અંગત પળો માણવાની મજા અડધી થઈ જતી હોય છે.
કેટલીક વાર મોટી ઉંમરની સ્ત્રીઓ વાતોવાતોમાં શીખવતી હોય છે કે પતિને રાત્રિની પળોના સમયમાં બહુ ટાઈમ ન આપવો, રાત્રીની પળો માણવાની શરૂઆત ખાલી પુરુષ જ કરે જેવી કેટલીક વાતો. જે લાંબાગાળે સંબંધમાં નીરસતા પેદા કરતી હોય છે. એટલા માટે સ્ત્રીએ પણ પુરુષને સાથ આપવો જોઈએ. ખાલી સામાજિક રીતે જ નહીં પણ રાત્રિની પળો દરમિયાન પણ સાથ એટલો જ જરૂરી બને છે. માટે દરેક લગ્ન કરતી છોકરીએ આટલી વાતોની ગાંઠ બાંધી લેવી જોઈએ. જે તમને આજે જણાવીશું.
(1) રાત્રિનો સમય બંને વચ્ચે ખરાબ ન બનાવો જોઈએ. એક માત્ર રાત્રે જ એવો સમય હોય છે કે પતિ-પત્ની બંનેને એકાંત મળતું હોય છે. તે દરમિયાન પત્ની જેઠાણી, સાસુ, નણંદ, દેરાણીની ખોદણી કે તેમની વચ્ચે થતાં ઝઘડાની વાતો લઈને બેસી જતી હોય છે. જેથી પતિનો મૂડ ઓફ થઈ જાય છે. અને બેડરૂમમાં બંને વચ્ચે કોઈ વધારે બોલચાલ થતી હોતી નથી. માટે બેડરૂમમાં આ બધી વાત ના કરવી.
(2) ઘણા લોકો ભલે રાત્રિની પળો ના માણે પરંતુ કેટલીક વખત ચુંબન કરતા હોય છે જેના લીધે એકબીજા વધારે નજીક છે તેની સાબિત આપી શકાય. તેવા સમયે આ નાની વાતનું ધ્યાન રાખવું કે મોંઢામાંથી દુર્ગંધ ન આવે. પતિએ પાન-માવા ના ખાવા તેમજ પત્નીઓએ પણ રાત્રિના સમયે ડુંગળી અથવા તેવી વસ્તુઓ ના ખાવી, અથવા બ્રશ કરીને જ બેડરૂમમાં આવવું.
(3) દરેક સ્ત્રીને ફોર- પ્લે પસંદ હોય છે. એવી રીતે પુરુષને પણ ફોર- પ્લે વધારે પસંદ હોય છે. પરંતુ તેમની ઇચ્છા પૂરી ક્યારેય થતી નથી કારણ કે સ્ત્રીઓને મોટાભાગે આ વસ્તુ પસંદ હોતી નથી. જેનાથી બંને વચ્ચે નારાજગી ઉભી થાય છે. અને સંબંધો બગડવા લાગે છે. એક બીજાની પસંદને માન આપો અને ખૂલીને પોતાની ઈચ્છા કહો.
(4) હંમેશાં બેડરૂમમાં જતા પહેલા બને તો સ્નાન કરી લેવું જોઈએ. જેથી આખા દિવસનો થાક તો દૂર થઈ જશે. સાથે સાથે રાત્રિની પળો માણતી વખતે એકબીજાના શરીરમાંથી પરસેવાની દુર્ગંધ ન આવે. ઘણી વખત ખરાબ સ્મેલ પણ મૂડ બગાડે છે. કોઈવાર વધારે થાક લાગ્યો હોય તો સ્નાન ના બદલે હાથ-પગ પણ ધોઈ નાખવા, તે પણ જરૂરી છે.
(5) પતિને બને ત્યાં સુધી પોતાના દુખોથી દૂર રાખો, ખાસ કરીને બેડરૂમમાં તો ક્યારેય સંસારના ઝઘડાની વાત કરવી જ નહીં. તમને એક વાર કહેવાની આદત પડી જશે તો રોજ તમે એ પ્રકારની કથા શરૂ કરી દેશો. અને પતિનો મૂડ રોજ ખરાબ થશે. પછી અમુક પુરુષો અવળાં રસ્તે જવાનું શરૂ કરી દેતા હોય છે. (આ નાની વાત છે પણ અર્થ બહુ મોટો છે)
(6) પતિનો બર્થડે આવતો હોય અથવા પત્નીનો જન્મ દિવસ હોય ત્યારે એકબીજાને ગીફ્ટ આપો, સ્પેશિયલ ફિલ કરાવો. એકબીજાને બને ત્યાં સુધી સમય આપો. ડેટ પર જાવ, ડિનર પર જવું, લોંગ ડ્રાઈવ કરવી વગેરે પર તમારા સંબંધોને મજબૂત અને લાગણીસભર બનાવશે.
(7) પહેલાની સ્ત્રીઓ એવું માનતી હતી કે પુરુષ પહેલ કરે, અને એ જ પ્રથા મુજબ બીજી સ્ત્રીઓને પણ સમજાવતી આવતી હોય છે. પરંતુ એવું ક્યારેય હોતું નથી. કોઈ વાર પત્ની પણ રાત્રિની પળોની શરૂઆત કરી શકે. જે પુરુષને વધારે ગમતું હોય છે. તેનાથી સંબંધ અને આત્મીયતામાં વધારો થતો હોય છે. સંબંધ વધારે ગાઢ બનતો જાય છે.
(8) કેટલીક વખત પતિ જમીને બેડરૂમમાં જતો રહેતો હોય છે, અને પત્ની કામ પૂરું કરી રાત્રે મોડા રૂમમાં જતી હોય છે. તો એવું ન કરતા બંનેએ સાથે બેડરૂમમાં જવું જોઈએ. જેથી એકબીજા પ્રત્યે માન અને આદરમાં વધારો થશે. પુરુષો એ પણ તેમ ના કરવું.
(9) બેડરૂમમાં મોબાઈલ ફોન ન લઈ જાવ બને તો તેને રૂમની બહાર જ રાખો. તમે મોબાઈલમાં જોયા કરો અને પતિ તમને જોયા કરે. તમારું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ પર હોવાના કારણે ઘણી વખત પાર્ટનર ગુસ્સો થઈ જતો હોય છે.
બોનસ ટિપ્સ – ઘણી વાર લગ્ને-તર સબંધો જોવા મળતા હોય છે, તેમાં એક સર્વે અનુસાર એવું જાણવા મળ્યું કે, બીજું પાત્ર પોતાના પતિ અથવા પોતાની પત્ની કરતાં વધુ બોલ્ડ છે, ખૂલીને પળો નો આનંદ લે છે, અને દરેક વખતે કાઈક નવું કરે છે. એટલે આવા લગ્ને-તર સબંધો વધે છે. તો આ જ વાત દરેક સ્ત્રીઓ અને પુરૂષોએ સમજવા જેવી છે, કે ખૂલીને આનંદ કરો, અને બાદમાં પાર્ટનરને જણાવો કે તમને કેવો આનંદ મળ્યો, તેમજ દરેક વખતે કાઇ નવું કરવાની ટ્રાય કરો. કારણ કે જેટલા તમે ખૂલશો એટલો તમારો બંને નો સબંધ વધુ મજબૂત થશે. એટલે બેડરૂમમાં કોઈ પણ પ્રકારનો સંકોચ ના રાખો, પતિ કે પત્નીને બીજી વ્યક્તિ ના સમજો તેને તમારો પડછાયો જ સમજો. જાણે તમે તમારા પડછાયા સાથે જ ક્રિયા કરો છો તેવું ફિલ કરો. પછી જુઓ પાર્ટનર લગ્ને-તર સબંધ રાખવાનું વિચારી પણ નહીં શકે. ઉપરથી તમને પ્રેમ વધુ કરવા લાગશે તે બોનસમાં.
તમને ઉપરમાંથી કઈ ટિપ્સ વધુ બેસ્ટ લાગી એમને તે ટિપ્સ નો નંબર કોમેન્ટ માં જરૂર જણાવો, આ વાત ખાલી તમારા પૂરતી ન રાખતા દરેક સ્ત્રીએ જાણવી અને શીખવી જરૂરી છે. તેથી બીજી સ્ત્રીઓ સાથે અથવા તમારા પોતાના પાર્ટનર સાથે આ વાત શેર પણ જરૂર કરજો. -આભાર
તમને આ લેખ કેવો લાગ્યો, કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ આધારિત છે, – ધન્યવાદ.