વાંદા કુરૂપ હોવાની સાથે સાથે ખૂબ જ હાનિકારક પણ છે. તેઓ તેમના શરીર પર વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને ઝેરી જીવાણુંઓને પણ લઈને ફરતા રહે છે. ઘરમાં વાંદા હોવા એ ઘરમાં બીમારીને આમંત્રણ આપવા જેવું છે કારણ કે વાંદો ગંદી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. અને જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ રોગની શક્યતા પણ વધે છે.
વાંદા ખાવાપીવાની વસ્તુ બગાડે છે. સાથે પુસ્તકો, કપડાં,અને અન્ય સામગ્રીને પણ નુકસાન પહોંચાડે છે. તે માત્ર રસોડામાં જ નહીં બાથરૂમની નળીઓ દ્વારા બહાર આવી જતા હોય છે. અને ગંદકી ફેલાવે છે. આજે તમને ઘરમાંથી કેવી રીતે દૂર કરવાના તેની ટિપ્સ બતાવીશું. જેની મદદથી તમે સરળતાથી વાંદાને ઘરમાંથી દૂર રાખી શકશો.
- વાંદા કેવી રીતે ગટરમાંથી આવે છે બહાર-
વાંદા મોટાભાગે ગટરની નળીઓમાં રહેતા હોય છે. રાતના સમયે તેમાંથી બહાર આવી ગંદકી ફેલાવતા હોય છે. તે અંધારુ અને ભેજવાળી જગ્યા પર ખાસ કરીને જોવા મળતા હોય છે. રસોડામાં જે સીંક આપેલું હોય છે. તેની નીચેની પાઈપમાં જો થોડી પણ તિરાડ હોય તેમાંથી બહાર આવે છે. ઘણી વખત સીંકમાં જગ્યા વધુ હોવાના કારણે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. ખાસ કરીને સીંકમાં કોઈપણ પ્રકારની ગંદકી ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.
વરસાદના દિવસોમાં તે ગટરની કે બાથરૂમમાં જે પાઇપો જતી હોય તેમાં જમા થતા હોય છે. અને તેમાંથી રસ્તો શોધી બહાર આવે છે. તો આમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જોઈએ. વાંદાથી છુટકારો મેળવવા માટે નીચે મુજબના સ્ટેપ અપનાવો.
1- બોરિક એસિડ- બોરિક એસિડ દરેક પ્રકારના કીટાણું મારવાનું કામ કરે છે. વાંદા ખાસ કરીને બાથરૂમની ગટર અને સીંકમાંથી બહાર આવતા હોય છે. તો તમે તે ગટરની આજુબાજુ બોરિક એસિડ રેડો. હવે વાંદા બહાર નીકળશે ત્યારે તેના પગ અને પાંખો પર તે એસિડ ચોંટી જાય છે. અને પછી કોઈપણ વસ્તુ ખાવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના પાચનમાં જાય અને તે મરી જાય છે. આ રીતે વાંદા મારવાનો બેસ્ટ ઓપ્શન છે. પરંતુ આ બોરિક એસિડને જ્યાં પણ છાંટો આખી રાત રહેવા દેવો. જેથી બધા વાંદા મરી જાય.
2- સફેદ વિનેગર- વિનેગર ઘણી બધી વસ્તુઓમાં કામમાં આવે છે. એવી રીતે વાંદા ભગાડવા માટે પણ મદદરૂપ થાય છે. સફેદ વિનેગરને સરખા પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરો અને તેને ગટરમાં રેડો. વાંદા આપોઆપ ભાગી જશે. અને ઝડપથી તમે છુટકારો મેળવી શકશો. જે હશે તે વાંદા દૂર થશે સાથે બીજા વાંદા પણ આવતા બંધ થઈ જશે. તમે આ મિશ્રણ એક સ્પ્રે બોટલમાં ભરીને પણ રાખી શકો છો. રસોડામાં સીંકમાં દર બે દિવસે તેનો છંટકાવ કરવાથી જંતુઓ અને કીડીઓ પણ આવશે નહીં.
3- કપડાં ધોવાનો પાઉડર અને ખાંડ- કપડાં ધોવાનો પાઉડર લો તેની સરખી માત્રામાં ખાંડ લઈ બરાબર મિક્સ કરો. હવે આ મિક્સ કરેલું મિશ્રણ જ્યાં વાંદા આવતા હોય તે જગ્યા પર છાંટો. જેવા વાંદા બોરેક્સ એટલે કે કપડાં ધોવાના પાઉડરને સ્મેલ કરશે તે મરી જશે. કેમ કે આ પાઉડરની સ્મેલ એટલી સ્ટ્રોંગ હોય છે કે વાંદા તરત મરી જાય છે.
4- બેકિંગ સોડા- ઘરેલુ ઉપચારમાં સૌથી બેસ્ટ છે બેકિંગ સોડા નાખવાનો ઉપચાર. દાદી નાનીના સમયથી જીવજંતુઓને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બેકિંગ સોડા અને ખાંડ એક સમાન માત્રામાં મિક્સ કરી લો. તેને દરેક જગ્યા પર છાંટી દો, ખાસ કરીને જ્યાં વાંદા આવતા હોય. આ પાઉડર ઘણો ખતરનાક હોવાનું માનવામાં આવે છે તેથી બાળકોને દૂર રાખવા.
બીજી રીતે પણ તમે બેકિંગ સોડા નાખી શકો છો. પહેલા ગટરને બરાબર સૂકવી દો. પછી તેની આજુબાજુ એક ચમચી જેટલો બેકિંગ સોડા છાંટો આખી રાત એમ જ રહેવા દો. વાંદાને બેકિંગ સોડાની સુગંધ ગમતી હોતી નથી માટે દૂર ભાગી જશે.
જો તમારે ગટરની અંદર રહેલા વાંદાને કાઢવા હોય તો એક કપ ગરમ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો, અને પછી ગટરમાં રેડો. આ રીતે કરવાથી ગટરની અંદર રહેલા બધા વાંદા મરી જશે. અને તમારી સમસ્યા દૂર થઈ જશે.
5- ગરમ પાણી- બેસ્ટ ઉપાય છે ગરમ પાણીનો. ઘરની પાણી વાળી જગ્યા અને જાળી પર થોડા થોડા સમયે ગરમ પાણી કરી નાખતા રહેવું. જેથી જાળીની આસપાસ કે અંદર ગંદકી થશે નહીં અને વાંદા ઉદ્દભવાનો પ્રશ્ન પણ નહીં રહે. ગંદકીના કારણે વાંદા આવતા હોય છે. આથી ગરમ પાણી તે પાઇપમાં કે જાળીની આજુબાજુ જમા થયેલા વાંદા કે ગંદકીને દૂર કરે છે. જેથી તમે આ સમસ્યાથી હેરાન નહીં થાવ.
- આપણે જોયા વાંદાને દૂર કરવાના ઉપાય, પરંતુ તેને અંદર આવતા કેવી રીતે રોકશો તેની ટિપ્સ જોઈએ.
(1) બાથરૂમની પાઇપમાં આજુબાજુ તિરાડ કે કાણા પડી જતા હોય છે તેને બંધ કરી દો. (2) જો કોઈ નળ લિકેજ હોય તો પણ વાંદાને આવવાનો રસ્તો મળી જતો હોય છે, કેમ કે પાણી ટપકશે એટલે ભેજ રહેશે જેથી તે જલદી ત્યાં પહોંચશે. માટે નળનું લિકેજ બંધ કરાવવું.
(3) બાથરૂમના આઉટલેટની ખાસ કરીને તપાસ કરવી, તેની પર રાખેલી જાળીને કાટ આવી ગયો હશે અથવા તૂટી ગઈ હશે તો વાંદા સરળતાથી આવી જશે. (4) તમારે તમારા ઘર અને રસોડાની પણ સાફસૂફી રાખવી જોઈએ અને રસોડામાં ભેજ ઓછો રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ ટિપ્સ એકદમ સરળ છે તેમાં તમારે કોઈપણ પ્રકારનો ખર્ચ નહીં થાય અને વાંદાના ત્રાસમાંથી મુક્તિ મેળવી શકશો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ બાળકો આસપાસ ના રહે તેની ખાસ કાળજી રાખવી – ધન્યવાદ.