બધાજ લોકો જાણે છે કે, આસન અને યોગ કરવાથી કેટલા ફાયદાઓ થાય છે. પણ લોકો છતાં સમજતા નથી અને યોગ કે આસન કરતાં નથી અને આગળ જતાં મોટી મોટી બીમારીઓનો શિકાર બને છે. જીવનમાં આસન અને યોગનું મહત્વ ઘણું છે તંદુરસ્ત અને રોગમુક્ત જીવન જીવવા માટે આસન અને યોગ ખુબજ મહત્વના છે. આજે થોડા એવા આસન વિષે જણાવીશું જેનાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ રહે છે. શરીરના કોઈ પણ અંગના દુખાવો કે પીડામાં રાહત મેળવવા માટે આ આસન ખુબજ ઉપયોગી સાબિત થશે.
- ગતિમય ગોમુખાસન
આ આસન કરવાથી શરીરમાં અલગ અલગ જગ્યાની પીડા શાંત થાય છે અને નિયમિત આ આસન કરવાથી તે પીડાથી રાહત મળી જાય છે. સૌથી પહેલા જાણીએ આસન કરવાની રીત- એક સપાટ જમીન પર બેસો અને પગ સીધા રાખો. પછી ડાબા પગને જમણા પગના ગોઠણ ઉપર લાવો અને અને જમણા પગને થોડો વાળો એટ્લે બંને પગના ગોઠણ એક જ બાજુ આવી જશે. પછી જમણા હાથે ડાબા પગનો અંગુઠો પકડો અને ડાબા હાથે જમણા પગનો અંગુઠો પકડો.
પછી ધીરેથી સ્વાસ છોડી અને માથાને ગોઠણ બાજુ નીચે વાળો અને માથાને ગોઠણ સાથે અડાડવાનો પ્રયાસ કરો. થોડી વાર એમજ રહો અને પછી પાછું માથું ઉપર કરીને સ્વાસ લો પછી સ્વાસ છોડી પાછું માથાને ગોઠણ સાથે અડાડવાનો પ્રયાસ કરો આ કરી 5 થી 8 વાર કરવું. આ કરી નિયમિત કરવાથી કમરના સમાન્ય દુખાવો, કરોડરજ્જુનો દુખાવો દૂર થાય છે. ચહેરામાં પડેલી કરચલી ઓછી કરે છે. નસો ખેચીને લોહીના ભ્રમણમાં સુધારો કરે છે.
- મકરાસન
મકરાસનનો અર્થ થાય છે, મગરમચ્છની જેમ સૂવું. મગરમચ્છની આકૃતિ બનાવવામાં આવે તેને મકરાસન કહેવામા આવે છે. આ આસન કરવાથી શરીરમાં તાજગી, ઉર્જા અને સ્ફૂર્તિ રહે છે. કરોડરજ્જુ, ગરદન અને કમરની પીડાતી રાહત આપે છે. જે લોકોને સ્વાસ ચડે છે કે ફેફસામાં તકલીફ છે તેને પણ આ આસન જરૂર કરવું જોઈએ.
આસન કરવાની રીત- સૌથી પહેલા સપાટ જમીન પર ઉલ્ટા સૂઈ જવ. ઉલ્ટા સૂવો પણ મગરનું મોઢું ઊચું રહે છે, તો તમારું મોઢું ઊચું કરવા માટે પહેલા તમારા હાથ ઊચા કરો અને હાથની કોણી જમીન પર ટેકવો. પછી બંને હાથ ઉપર મોઢું ટેકવો એટ્લે બંને હાથની હથેળી ઉપર મોઢું રાખો અને આંગળીઓ ગાલ પર રાખો. પછી હળવા થવા અને આંખોને બધ કરો. અને થોડો થોડો સ્વાસ લેવાનું ચાલુ કરો. તમારાથી આ સ્થિતિમાં રહેવાય તેટલો સમર રહો અને પછી નોર્મલ પરિસ્થિતીમાં આવો.
- ગતિમય અદ્વાસન
ગતિમય અદ્વાસન કરવાથી શરીરમાં પીઠ સબંધિત રોગોમાં રાહત થાય છે. શરીરનો દુખાવો, તણાવ, કરોડરજ્જુની સમસ્યા વગેરેમાં ખુબજ ઉપયોગી છે. શરીરમાં તાજગી મેળવવા માટે આ આસન એક બેસ્ટ ઉપાય છે. સ્ફૂર્તિ અને ઉર્જાનો સ્ત્રોત છે. ચાલો જાણીએ આ આસન કરવાની રીત વિષે.
આસન કરવાની રીત- એક સપાટ જમીન પર ઉલ્ટા સૂઈ જવું. પછી બંને હાથોને તમારા કાનને અડે તેવી રીતે આગળ કરો અને બંને પગ એકદમ સીધા રાખો પછી જમણા હાથને ઊચો કરો અને સાથે ડાબા પગને ઊચો કરો. બંને એક સાથે ઊચા કરવાના રહેશે. બંને તમારાથી જેટલા ઉપર થાય તેટલા કરો અને સાથે માથું પણ ઊચું કરો. થોડી વાર એમજ રહો અને પછી સમાન્ય પરિસ્થિતિમાં આવો હવે આ રીતે ડાબા હાથને અને જમણા પગને ઊચો કરો અને સાથે માથું પણ ઊચું કરો થોડી વાર રહો અને પછી સમાન્ય પરિસ્થિતિમાં આવો ત્યારે આ આસન એક વાર પૂર્ણ થશે. આવી રીતે રોજે 10 વાર કરવું પછી સમાન્ય કમરનો દુખાવો કે કોઈ પણ પ્રકારનો દુખાવો થશે નહીં.
- ઉપરના આસનો કોને ના કરવા જોઈએ
જે વ્યક્તિઓને કમરની અતિશય પ્રોબ્લેમ હોય અથવા કરોડરજ્જુની ભારે પ્રોબ્લેમ હોય તેવા લોકોએ આ આસનોથી દુર રહેવું. અથવા આ આસનો કરતા પહેલા ડોક્ટરને જરૂર પૂછી લેવું. પણ અમુક ગૃહિણીઓની ઉંમર 30-40 વર્ષની આસપાસ છે તેમજ તેમની કમરમાં કોઈ વધુ પ્રોબ્લેમ ના હોય તો તેઓ આ આસન જરૂર કરી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.