મેટીંગ એટલે કે, નર અને માદા દ્વારા પોતાના વંશને આગળ ધપાવવા કરાતી ક્રિયા. ઘણા પ્રાણીઓ પોતાના શરીર અને વાતાવરણના હિસાબે અલગ અલગ સમયે મેટીંગ કરતાં હોય છે, અને સૌ કોઈની અલગ અલગ મેથડ હોય છે, તો આજે આપણે વાત કરીશું ડોગ્સ વિશે, કે, તેઓ ચીપકી કેમ જાય છે, શું છે તેનું કારણ, તેનાથી ફિમેલ ડોગને શું નુકશાન થાય છે તે બધી માહિતી અમે તમને આસન ભાષામાં જણાવીશું.
શ્રાવણ અને ભાદરવાના મહિના દરમિયાન ડોગ્સની મેટીંગ પ્રોસેસ શરૂ થતી હોય છે, અને આ પ્રોસેસ પછી 55-65 દિવસ બાદ એટલે કે, અંદાજિત 2 મહિના બાદ ગલૂડિયાઓનો જન્મ થતો હોય છે, આ ડોગ્સની પ્રોસેસ બાદ મેલ ડોગ અને ફિમેલ ડોગ એક બીજા સાથે ચીપકી જતાં હોય છે, અને આ ચીપકવાનો સમય 10-15 મિનિટ પૂરતો હોય છે, પણ ઘણીવાર..
આપણી સોસાયટીનો એવો ગંદો નિયમ છે, જ્યારે તેઓ બે ડોગ્સને આ રીતે ચીપકેલી પોજીશનમાં જુએ છે, એટલે તેઓ લાકડી વડે અથવા પથ્થર તેઓને અલગ કરવાની કોશિશ કરે છે, પણ જો તેઓને આ રીતે જબરજસ્તીથી જો અલગ કરીએ તો, મેલ ડોગ્સને અને ફિમેલ ડોગને શું નુકશાન થાય છે તે જાણીને કદાચ તમને પણ દુખ થશે.. તો આવો જાણીએ વિસ્તારથી..
હવે ત્યારે ડોગ્સ ચીપકેલી પોજીશનમાં હોય ત્યારે, જો તેને બળજબરીથી અલગ કરીએ તો, તે મેલ અને ફિમેલ બંનેના પર્સનલ અંગોને નુકશાન થાય છે, સૌ પ્રથમ જાણીએ કે તેઓ બંને ચીપકે છે કેવી રીતે.. તો જ્યારે બંને મેટીંગ કરતાં હોય ત્યારે જ્યારે તે ક્રિયા પુરી થાય ત્યારે તરત જ મેલ ડોગના પર્સન-લ પાર્ટ ઉપર માંસપેશીની એક ગ્રંથિ હોય છે જેને “બલ્બસ ગ્રંથિ” કહેવાય છે તે એકદમ ફૂલી જાય છે. તેનાથી ડોગ નું પર્સન-લ પાર્ટ એકાએક આગળથી થોડું જાડું થઈ જાય છે.
આ પાર્ટ જાડું થવાથી ફિમેલ ડોગના મસલ્સમાંથી આસાનીથી બહાર નથી આવી શકતું, તેમજ બીજી બાજુ મેટીંગ પૂરું થયા બાદ ફિમેલ ડોગના પણ આંતરિક મસલ્સ થોડા સંકોચાય છે અને મેલ ડોગની “બલ્બસ ગ્રંથિ” ને જકડી રાખે છે. એટલે પ્રોબ્લેમ એવો ઊભો થાય છે કે, મેટીંગ બાદ મેલ ડોગની “બલ્બસ ગ્રંથિ” ફૂલી જાય છે અને અધૂરામઆ પૂરું બરોબર એ જ સમયે ફિમેલ-ડોગના ઇન્ટરનલ મસલ્સ પણ સંકોચાઈને “બલ્બસ ગ્રંથિ” ને પકડી રાખે છે.
નૉર્મલી, 10-15 મિનિટ બાદ “બલ્બસ ગ્રંથિ” પોતાના મૂળ સ્વરૂપમાં આવીને નાની થઈ જાય છે અને ફિમેલ ડોગના આંતરિક સ્નાયુ પણ નોર્મલ થઈ જાય છે, એટલે ત્યાર બાદ બંને છુટ્ટા પડી જાય છે, પણ જો બંને ચીપકેલા હોય અને બળજબરી પૂર્વક બંનેને અલગ કરવામાં આવે તો તેનાથી ફિમેલ ડોગના આંતરિક સ્નાયુ બહુ ખેંચાઇ છે અને ક્યારેય જો આ સ્નાયુ વધુ ખેંચાઇ જાય તો તે ફિમેલ ડોગ ક્યારેય માં નથી બની શકતી..
તેમજ ઘણી વાર ફિમેલ ડોગના આવા ખેંચાણના લીધે અમુક સ્નાયુનો ભાગ બહારના ભાગે આવી જાય છે અને તેમાં ઇન્ફેકશન લાગવાથી ઘણીવાર ફિમેલ ડોગનું મૃત્યુ પણ થાય છે, તેમજ બીજી તરફ બળજબરી પૂર્વક છુટ્ટા પડવાથી મેલ ડોગને બન ખૂબ જ નુકશાન થાય છે, બળજબરી પૂર્વક છુટ્ટા પડવાથી મેલ ડૉગની “બલ્બસ ગ્રંથિ” ખેંચાય છે, જેનાથી મેલ ડોગની કિડની ખેંચાઇને ફેલ થવાના બહુ કિસ્સા જોવા મળે છે.
તો, યાદ રાખો જ્યારે પણ તમી ડોગ્સને આવી પોજીશનમઆ જુઓ તો, બળજબરી પૂર્વક છુટ્ટા પાડવાની કોશિશ ના કરો, તે આપોઆપ જ 5-10 મિનિટમાં છુટ્ટા પડી જતાં હોય છે, તેમજ તેઓને છુટ્ટા પાડવા કરતાં થોડી વાર નજરઅંદાજ કરી દેવા વધુ સારા. – બાકી પોતાની પ્રજાતિને આગળ ધપાવવાનો હક્ક બધાને છે. માણસ પોતાની પ્રજાતિ આગળ ધપાવવા, છોકરા રૂપી વંશજ માટે, છોકરીને પેટમાં જ મારી દેવાથી થી લઈને કેવા કેવા અનેક પાપ કરે છે તે તો તમને ખબર જ હશે..
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.