ચોમાસાની કે ઠંડીની સીઝન શરૂ થાય એટલે આપણને ગરમા-ગરમ ભજીયાની યાદ આવતી હોય છે. પછી ગમે તે સમય હોય આપણે ભજીયા ખાવાનું ચૂકતા હોતા નથી. નાના-મોટા દરેકને ભજીયા એટલા જ ભાવતા હોય છે. કેટલાક લોકો તો ભજીયાની પાર્ટી પણ કરતા હોય છે.
પણ દરેક વ્યક્તિ ભજીયા ખાઈ શકતા હોતા નથી. કેમ કે તે તેલમાં તળેલા હોવાથી જે હેલ્થનું ધ્યાન રાખતા હોય, કોલેસ્ટ્રોલ હોય, હાર્ટની બીમારી હોય તેવા લોકો વારંવાર ભજીયા ખાઈ શકતા નથી. પરંતુ આજે તમને એવા ભજીયાની રેસિપી જણાવીશું જેમાં તમારે જરાપણ તેલનો ઉપયોગ કરવાનો નથી. આ હેલ્ધી ભજીયાં ખાવામાં પણ ટેસ્ટી લાગતા હોય છે. તો ચાલો જોઈએ તેની રેસીપી.
સામગ્રી- આ ભજીયામાં તમારી કોઈપણ પ્રકારની ચરબી વધવાનો પ્રોબ્લેમ રહેતો નથી કે વજન પણ વધશે નહીં. -એક કપ ચણાનો લોટ, એક નંગ બાફેલું બટાકું, એક નંગ ડુંગળી ઝીણી સમારેલી, અડધો કપ કોથમીર સમારેલી, એક નંગ લીલું મરચું, મીઠું જરૂર મુજબ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું, ચપટી હિંગ.
બનાવવાની રીત- સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લેવો, તેમાં મેશ કરેલું બાફેલું બટાકું નાખવું, તેમાં ડુંગળી, કોથમીર, લીલું મરચું નાખી બરાબર મિક્સ કરવું. -આ વસ્તુ મિક્સ થઈ ગયા બાદ તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, હિંગ, ધાણાજીરું પાઉડર બધા મસાલા એડ કરવા અને બરાબર મિક્સ કરી લેવા. જે ભજીયાનો સ્વાદ વધારશે.
-આ બેટરમાં પાણી રેડવું પણ જરૂરી હોય તેટલું જ. આ ભજીયા બનાવતી વખતે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બેટર થોડું જાડું રાખવું. કેમ કે તેલમાં ભજીયા તળીએ ત્યારે બેટર પાતળું રાખવામાં આવતું હોય છે. પરંતુ આ પાણીમાં તળવાના હોવાથી પાણીનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો.
-હવે ભજીયા તળવા માટે પાણીની જગ્યા પર તેલનો ઉપયોગ કરવાનો છે. તો એક કડાઈમાં તમારે બે ગ્લાસ જેટલું પાણી લેવું. તેને બરાબર ઉકળવા દેવું. -પાણી બરાબર ઉકળી જાય પછી હાથની મદદથી ભજીયા મૂકવાના શરૂ કરો. ધ્યાન રહે કે ગેસની આંચ ભજીયા તળતી વખતે થોડી ધીમી કરી દેવી.
-આ રીતે 8-10 મિનિટ સુધી ભજીયાં તળો અને હલાવતા પણ રહો. ધીમેધીમે ભજીયાનો કલર બદલાઈ જશે. – આ ભજિયાને બહાર કાઢ્યા બાદ જો તમને એમ લાગે કે, વધુ પોચા છે તો તમે તે ભજિયાને વચ્ચે થી 2 ટુકડા કરીને થોડી વાર ઠંડા થવા દો, ત્યાર બાદ બીજી વખત તેણે પાણીમાં નાખીને તળી લો.
હવે તેને બહાર કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેને થોડી વાર ઠંડા થવા દો. ત્યાર બાદ તમારી મનપસંદ ગ્રીન ચટણી જોડે ખાવ. -આ ભજીયાં તમે દહીં, લીલી ચટણી, કોપરાની ચટણી અથવા સોસ સાથે પણ ખાઈ શકો છો.
-આ હેલ્ધી ભજીયાં ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બનતાં હોવાથી શરીરને નુકશાન થશે તેનો ડર જરાપણ રહેતો નથી. તમે મન ભરીને જ્યારે પણ ઇચ્છા હોય ત્યારે આ ગરમા-ગરમ ભજીયાં બનાવી ખાઈ શકો છો. -કોઈ ગેસ્ટ આવે તે પહેલા બનાવીને રાખી શકો. ત્યાર બાદ જ્યારે નાસ્તા માટે આપવાના હોય તેની થોડી મિનિટો પહેલા ઓવનમાં ફરી ગરમ કરી શકો છો. ખાવાના જલસા પડી જશે.
જો આવી વગર તેલના ભજીયા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.