ભાંગરો ભારતના દરેક પરદેશમાં જોવા મળે છે. ભાંગરો જમીન તેમજ પહાડ પર પણ જોવા મળે છે. 1000 મીટરની ઊચાઇ વાળા પહાડો પર પણ ભાંગરો જોવા મળે છે. ભાંગરો જોવામાં એક સાદું ખડ જ હોય છે પણ તેના ગુણના કારણે તેને દવા રૂપે ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે માણસને ભાંગરાના ગુણ વિષે માહિતી હોતી જ નથી તેથી આજે આ આર્ટીકલ દ્વારા તમને ભાંગરો કેટલા રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે તેના વિષે માહિતી આપીશું.
ભાંગરો શરીરના અલગ અલગ રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. શરીરના નાના મોટા તમામ રોગોમાં ભાંગરાના પાન, ફૂલ અને મૂળ ઉપયોગી સાબિત થાય છે. વધારે ભાંગરાનો ઉપયોગ વાળ અને લીવર સબંધિત સમસ્યા માટે કરવામાં આવે છે પણ ભાંગરો શરીરના બીજા ઘણા રોગો માટે ઉપયોગી છે. આજે પૂરી માહિતી તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું જેનાથી તમે પણ ભાંગરાને ઉપયોગ કરવાની પૂરી રીત જાણી શકો અને તેનો ઉપયોગ કરી શકો.
વાળ માટે- અત્યારે મહિલા અને પુરુષ બંનેની એક સરખી વાળની સમસ્યા રહેલી હોય છે. વાળમાં ખોડો, વાળ ખરવા, ઉમર પહેલા સફેદ વાળ જેવી સમસ્યાઓ છે. આ બધી સમસ્યાનું એક જ સમાધાન છે ભાંગરો. ભાંગરાનું તેલ વાળમાં લગાવી માલિશ કરવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, વાળની લંબાઈ વધે, વાળના મૂળ સક્રિય બને છે. ભાંગરાના તેલની સાથે કોપરેલ મિક્સ કરી લગાવવાથી સફેદ વાળ, માથાનો દુખાવો, ગ્રોથ અટકેલાં વાળ જેવી સમસ્યા દૂર થવા લાગશે.
ઉધરસ અને શરદી- શરદી અને ઉધરસની સમસ્યા સ્વાસમાં થતી સમસ્યા હોય છે. શરદીમાં નાકને સમસ્યા થાય છે અને ઉધરસ અંદર ફેફસાની અને ગળામાં સમસ્યા ઊભી કરે છે. આ બંને સમસ્યા માટે ભાંગરો સૌથી ઉતમ ઔષધિ છે. ભાંગરાના ચાર અથવા પાંચ પાન લઈ ને પીસી તેનો રસ કાઢી લો, પછી તેની અંદર રસના પ્રમાણ કરતાં થોડું ઓછું તલનું તેલ અંદર મિક્સ કરો. પછી તે બનેલા રસ માંથી દિવસમાં બે વાર એક એક ચમચી પીવું. થોડા દિવસની અંદર શરદી અને ઉધરસથી રાહત મળશે.
કફની સમસ્યા- કફની સમસ્યા માટે ભાંગરો ખુબજ મદદગાર બને છે. ભાંગરો શરીરમાં રહેલા ખરાબ તત્વો અથવા પદાર્થો બહાર કાઢવામાં વધારે ઉપયોગી બને છે. શરીરને એક રીતે કાર્ય કરતું રાખે છે. કોઈ પણ સમસ્યાને શરીરમાં રહેવા નહીં દે. કફ ફેફસા અને સ્વાસ નળીમાં ચોટેલો હોય છે, તેને સાફ કરવા માટે એક ગ્લાસ દૂધ અને તેની અંદર એક ગ્રામ ભાંગરાનો રસ મિક્સ કરી અને નિયમિત સૂતા સમયે પીવું. 15 થી 20 દિવસની અંદર કફની સમસ્યા દૂર થવા લાગશે. એક ચમચી મધની અંદર અર્ધો ગ્રામ ભાંગરાનો રસ મિક્સ કરી ખાવાથી પણ કફ નીકળવા લાગે છે.
પેટની સમસ્યા- ભાંગરાના સેવનથી પેટની તમામ સમસ્યા દૂર થઈ શકે છે. ભાંગરાના સેવનથી આંતરડાની સફાઈ કરી અને ઝેરી પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે, પાચનશક્તિ મજબૂત બનાવે છે, પેટનો દુખાવો શાંત કરે છે, કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે. આ બધી સમસ્યાને દૂર કરવા માટે નિયમિત રાત્રે 10 થી 12 ભાંગરાના પાનનો રસ કાઢી તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરવો પછી તેની અંદર 2 ગ્રામ જેટલું કાળું નમક મિક્સ કરવું. પછી તે રસને ગાળી અને
કિડની- ભાંગરો કિડની સબંધિત તમામ સમસ્યા દૂર કરી શકે છે. કિડનીનો દુખાવો, પથરીનો દુખાવો, પેશાબના માર્ગમાં સમસ્યા જેવી મોટી બીમારી પણ ઠીક કરી શકે છે. 5 થી 7 ભાંગરાના પાનનો રસ કાઢી તેને અર્ધા ગ્લાસ પાણીમાં મિક્સ કરી લેવો, પછી તે રસને ગળી અને દિવસમાં ગમે ત્યારે બે વાર પીવો. થોડા દિવસમાં કિડની સબંધિત સમસ્યા દૂર થવા લાગશે.
કમળો- કમળો જ્યારે પણ શરીરમાં થાય છે ત્યારે પૂરું શરીર પીળું પડવા લાગે છે. પછી તે શરીરમાં નબળાઈ અને લોહીની સમસ્યાઓ થવા લાગે છે. કમળો લીવર પર પણ ખરાબ પ્રભાવ પાડે છે. 7 થી 8 ભાંગરાના પાન તેની સાથે 1 ગ્રામ તીખા પીસી અને એક ગ્લાસ છાશની અંદર મિક્સ કરી દિવસમાં બે વાર સેવન કરવાથી કમળામાં રાહત થાય છે. ભાંગરાનો રસ બનાવી તેની અંદર 3 થી 4 ગ્રામ મરીનો પાવડર દંહી સાથે મિક્સ કરીને ખાવાથી 10 દિવસમાં કમળાથી રાહત મળે છે.
આમાની કોઈ પણ વસ્તુની એલર્જી રહેલી હોય તો, તેનું સેવન ક્યારે પણ નહીં કરવું નહિતો બીજી મુશ્કેલી ઊભી કરી શકે છે. કોઈ પણ સમસ્યા કે સવાલ થાય તો, અમને કોમેન્ટમાં જણાવો જેથી અમે તેનો જવાબ તમને આપી શકીએ. આવા આર્ટીકલ માટે આ પેજને લાઈક કરો અને આગળ શેર કરો જેથી કોઈ લોકોને આમાની કોઈ સમસ્યા હોય તો, તેમને પણ આ ઉપાય વિષે માહિતી મળી શકે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.