આજના સમયમાં શારીરિક થાકનો પણ ઘણી વખત સામનો કરવો પડતો હોય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. જેના કારણે રોગો થતા હોય છે. પંરતુ તમારે આ બધામાંથી છુટકારો મેળવવો હોય તો રસોડામાં રહેલી નાની એવી દાણા જેવી વસ્તુ જેના ચમત્કારિક ફાયદા છે તેના વિશે આપણે જાણીશું. તેનું નામ છે કાળા મરી જે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. સવારે ખાલી પેટે તમે જ્યારે કાળા મરીનું સેવન કરશો તો ઘણી બીમારીઓ દૂર કરી શકશો.
કાળા મરીના પાણીથી શું ફાયદો થાય છે અને કાળા મરીનું પાણી કેવી રીતે તૈયાર કરવું તેની માહિતી આજે જણાવીશું. કાળા મરીનું રોજ એક ચમચી સેવન કરવાથી ગેસ, એસિડિટી, અપચો, પાચન સુધારો, વજન કંટ્રોલ જેવી સમસ્યા દૂર થશે. કારણ કે તેમાં વિટામિન-ઇ, બી રહેલા હોય છે. તે સિવાય સોડિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ પણ રહેલું હોય છે. જે ઘણી રીતે ફાયદો કરે છે.
ગળામાં ખારાશ- ગળામાં ખારાશ રહેતી હોય તો એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં આદુનો રસ અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પી જવો. આ પ્રયોગથી ગળાની ખારાશ અને દુખાવો દૂર થઈ જશે.
કફ-શરદી- જો તમને ખાંસી કે કફ હોય તો પણ આ પ્રકારે તેમાં પણ રાહત મેળવી શકો છો. શરદી થાય ત્યારે વારંવાર નાક બંધ થઈ જતું હોય છે. તો નીલગીરીના તેલમાં કાળા મરી નાખીને તેનો શેક લેવાથી નાક ખુલી જાય છે. કફ પણ ધીમેધીમે છુટ્ટો પડવા લાગે છે. તે સિવાય પણ જો તમે કાળા મરીનું સેવન કરશો તો વધારે ફાયદો આપશે.
કબજિયાત- કબજિયાતનો પ્રોબ્લેમ હોય તેમણે રોજ સવારે નવશેકા પાણીમાં અડધું લીંબુ, સંચળ અને કાળા મરી પાઉડર મિક્સ કરીને પી જવું. કબજિયાતમાં રાહત મળશે. કબજિયાતની સાથે તમને ગેસની સમસ્યા હશે તે પણ દૂર થઈ જશે.
વજન ઓછું કરવા- રોજ નવશેકા પાણીમાં કાળા મરીનો પાઉડર નાખી પી જવો જોઈએ જે વજન ઓછું કરવામાં મદદ કરશે. કાળા મરી અને ગરમ પાણી કેલરી બર્ન કરવાનું કામ કરે છે. શરીરમાં જમા થયેલી ચરબીમાંથી રાહત મળશે. જે લોકોનું વજન દિવસેને દિવસે વધી રહ્યું છે તેમણે જમવામાં કાળા મરીના પાઉડરનો સમાવેશ કરવો જોઈએ. નિયમિત રીતે આ પાણી પીવું જોઈએ.
ભૂખ ન લાગવી- કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે જેમને ભૂખ લાગતી ન હોવાની બૂમો પાડતા હોય છે. તો તેમણે કાળા મરીનું સેવન કરવું જોઈએ. આ પ્રયોગથી જીભનો સ્વાદ ઉત્તેજિત થાય છે અને મતારી ભૂખ ન લાગવાની તકલીફ દૂર થાય છે. ધીમે ધીમે ભૂખ લાગવાની શરૂ થાય છે અને જો વધારે ભૂખ લગાડવી હોય તો ગોળ અને મરીનો પાઉડર મિક્સ કરવો પછી તેની ગોળી બનાવીને સેવન કરવાથી તમારી ભૂખમાં વધારો થશે.
સંધિવા- જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હોય છે. તેમણે કાળામરીના તેલથી માલિશ કરવી જોઈએ. તેનાથી જ્યાં દુખાવો હશે ત્યાં ગરમાવો થશે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધશે અને સંધિવાને કંટ્રોલમાં પણ લાવી શકશો.
કેન્સરથી બચાવે- કાળા મરીમાં કેન્સરના તત્વો મળી આવે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ રહેલો છે. જે કેન્સરથી બચાવે છે. માટે રોજ સવારે ગરમ પાણીમાં કાળામરીનું સેવન કરવાથી કેન્સરની સંભાવના રહેતી નથી. કેન્સરની દવામાં પણ કાળા મરીનો ઉપયોગ થાય છે.
દાંત માટે- પેઢામાંથી લોહી નીકળતું હોય તો પાણીના 2-3 ટિંપા લો તેમાં થોડું મીઠું અને કાળામરીનો પાઉડર મિક્સ કરી પેસ્ટ લગાવવી. દાંત પર ઘસવાથી થોડા દિવસમાં તમને રાહત મળવા લાગશે.
માનસિક તણાવ- આજકાલ મોટાભાગના લોકો એવા હોય છે જેમને માનસિક તણાવ રહેતો હોય છે. કોઈને કોઈ વાતને લઈને સ્ટ્રેસનો સામનો કરવો પડતો હોય છે. તો કાળા તેમના આ તણાવને સારી રીતે દૂર કરશે.
કાળા મરીના સેવનથી નુકશાન- -પ્રેગ્નેન્ટ વુમને ક્યારેય કાળા મરીનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી માતા અને બાળકને નુકસાન થતું હોય છે.
-કાળા મરીનો જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે, કાળા મરીની તાસીર ગરમ હોય છે. અને તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો પેટમાં બળતરા થતી હોય છે. ઘણી વખત એસિડિટીની પણ સમસ્યા સર્જાય છે. – આ રીતે તમારે કાળા મરીનું સેવન સપ્રમાણ કરવું જોઈએ. જેથી શરીરને વધારે નુકશાન ન થાય.
ઘણાં લોકોને સવારે પાણી સાથે કાળા મરીનું સેવન કરવું પસંદ હોતું નથી. તો તમારે સૂપ, સોસ, પનીરનું શાક, છાશ, લીંબુ પાણી વગેરેમાં એડ કરીને તેનું સેવન કરવું જોઈએ. જેથી તમને ફાયદો થશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.