જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ આવતી હોય છે જયારે આપણે આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોય છે. જયારે આપણે સારી કમાણી થતી હોય અને ઘરમાં સારા એવા પૈસાની બચત પણ થતી હોય પરંતુ અચાનક આકસ્મિક ખર્ચાઓ થતા હોય છે જેના કારણે પૈસાની તંગી ઉભી થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ તેમજ શનિ ગ્રહના દુષ્પ્રભાવથી ઘરમાં પૈસાની તંગી સર્જાય છે.
તો ઘણી એવી માન્યતાઓ અને ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જેના પ્રયોગથી ઘરમા રહેલા ગ્રહોના દુષ્પ્રભાવથી છુટકારો મળે છે અને ઘરમાં હંમેશા બરકત, સુખ સમૃદ્ધિ અને શાંતિ બરકરાર રહે છે. આજે અમે કાળા તલના અમુક એવા ઉપાયો જણાવશું કે જેનો પ્રયોગ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા નષ્ટ પામશે અને તમારૂ ઘર ધન-સંપત્તિથી પરિપૂર્ણ રહેશે.
જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને ઘણા સમયથી ઘરમાં પૈસા નથી ટકતા તો કાળા તલનો આ ઉપાય અવશ્ય અપનાવો. આ ઉપાય માટે સવારમાં વહેલા ઉઠી જવું અને સ્નાન કરી લેવું. ત્યાર બાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરવું અને તે પાણીમાં થોડા કાળા તલ પણ ઉમેરવા. આ જળ ભગવાન શિવની શિવલિંગ પર ચડાવવું અને જળ અર્પણ કરતી વખતે “ ઓમ નમો ભાગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરવો. આવું કરવાથી આવકમાં વૃદ્ધિ થશે તેમજ નોકરી મેળવવામાં આવતી બાધાઓ ટળી જશે અને સરળતાથી સારી નોકરી પણ મળી જશે.
જો તમારે બિનજરૂરી ખર્ચમાં પૈસા વપરાય જાય છે. અથવા તો અચાનક ધનહાનિ થાય છે. તો એવી પરિસ્થિતિમાં શુક્રવારના દિવસે થોડા કાળા તલ લેવા ત્યાર બાદ ઘરના દરેક સભ્યો પરથી તે કાળા તલ સાત વાર માથા પરથી ઉતારવા. ત્યાર બાદ તે કાળા તલ ઉત્તર દિશા તરફ ફેંકી દેવા. તેનાથી ધનહાનિ થવાની બંધ થઇ જશે.
જો તમારા ઘરમાં કલેશ અને ઝગડાનું વાતાવરણ રહે તો ઘરમાં શાંતિ પૂર્ણ વાતાવરણ લાવવા માટે તલનો ઉપાય કરવો જોઈએ. તેના માટે તલ દુધમાં મિક્સ કરીને પીપળાના વૃક્ષ પર તલ વાળું દૂધ અર્પિત કરી દેવું. દૂધ અર્પિત કરતી વખતે “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો જાપ કરવો.
કહેવાય છે કે જયારે શનિદેવ કોઈના પર કોપાયમાન થાય છે અથવા તો શનિદેવની સાડેસાતી કોઈના પર બેસે છે ત્યારે વ્યક્તિના જીવનમાં ઉથલ પાથલ થઇ જાય છે. વ્યક્તિએ જીવનમાં અનેક આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તો તેવી પરિસ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે દરેક શનિવારે થોડા કાળા તલ લેવા અને વહેતા જળમાં વહાવી દેવા. આવું કરવાથી શનિની કુદ્રષ્ટિ દુર થાય છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી પણ શનિનો દુષ્પ્રભાવ દુર થશે. માત્ર શનિનો દુષ્પ્રભાવ જ નહિ પરંતુ રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ પણ દુર થશે. પિતૃ દોષ પણ દુર થાય છે.
તમે કોઈ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો તો ત્યારે ઘરેથી નીકળો છો ત્યારે હાથમાં એક મુઠ્ઠી કાળા તલ સાથે લઇ જવા. ત્યાર બાદ રસ્તા પર કાળા કુતરાને ખવડાવી દેવા. જો કુતરો તલ ન ખાય તો તે તલને પાણીમાં વહાવી દેવા. ત્યાર બાદ કાર્ય માટે જવું. તેનાથી કાર્યમાં સફળતા અવશ્ય મળશે.
જો તમે આર્થીક તંગીનો સામનો કરી રહ્યા છો. તો અળદ અને કાળા તલને એક કપડામાં બાંધીને જરૂરિયાતમંદ ગરીબ લોકોને દાનમાં આપી દેવા. તેનાથી તમારા ઘરની આર્થીક સ્થિતિ સારી થઇ જશે અને જીવનમાં પ્રગતિ તેમજ પૈસા કમાવવાની નવી તકો મળશે. ઘરમાં પૈસાના કારણે ચાલતી સમસ્યા પણ દુર થઇ જશે.
તો મિત્રો તમે પણ આર્થિક સમસ્યા સાથે લડી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો તો એક વખત ઉપરનામાંથી કાળા તલનો કોઈ ઉપાય પૂરી શ્રદ્ધા અને આસ્થાથી અપનાવવો. આ ઉપાયની સાથે કોમેન્ટમાં જરૂરથી “જય શનિદેવ” કે “જય બજરંગબલી” અવશ્ય લખજો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.
Jay.shanidev