જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્છતા ત્યાં પ્રભુતા હોય છે. મા લક્ષ્મીને પણ સ્વસ્છતા અતિ પ્રિય છે. અને જ્યાં સ્વસ્છતા હોય ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે, એવું માનવામાં આવે છે. ઘર તેમજ ઓફિસમાં સાફ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે.
આપણા પૌરાણીક ગ્રંથોમાં સાવરણી સાથે જોડાયેલી કેટલીક શુકન-અપશુકન વાતો જાણીએ. સાવરણીને આપણે સૌ લક્ષ્મીનું પ્રતિક માનીએ છીએ. પરંતુ તમે ક્યારેય તે વાત પર ધ્યાન આપ્યું છે કે સાવરણીના કારણે ઘરમાં અનેક શુભ અને અશુભ ઘટના ઘટતી હોય છે. સાવરણી સંબંધિત કેટલાક નિયમો છે, જે જીવનની ઘણી સમસ્યાઓ દ્વારા અનુસરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નિયમોનું પાલન કરીને દેવી લક્ષ્મીને ઘરમાં લાવીએ, જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે. તો આજે તમને એવા કેટલાક નિયમો વિશે જણાવીશું જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જરૂરી માનવામાં આવે છે.
આ જગ્યા પર ક્યારેય ન રાખવી- મહાલક્ષ્મીનું આગમન ત્યાં જ થાય છે. જ્યાં સ્વસ્છતા હોય. સાવરણીને ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી. તેનાથી નેગેટીવ એનર્જી આપણા ઘરમાં આવે છે. સાથે હંમેશાં એ વસ્તુનું ધ્યાન રાખવું કે સાવરણીને બધાની નજરથી દૂર રાખવી જોઈએ. તેનો કોઈપણ ભાગ ક્યારેય દેખાય તેવો ન રાખવો જોઈએ.
બની શકે તો સાવરણીને ક્યારેય જમતા હોય તે જગ્યા પર ન રાખવી જોઈએ. તે ઉપરાંત જમવાનું બનાવતા હોય તે જગ્યા પર પણ ન રાખવી જોઈએ. કારણ કે ત્યાં રાખવાથી પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ ઊભી થાય છે અને અનાજમાં ખોટ આવે છે.
ભાડુઆતે ખાસ ધ્યાન રાખવું – જે લોકો ભાડે રહેતા હોય તેમણે આ વાતનું ધ્યાન ખાસ મકાન બદલો ત્યારે અથવા નવું મકાન લો. તમારી જૂની સાવરણી જે જગ્યા પર રહેતા હોય ત્યાં રહી ન જાય. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારી જૂની સાવરણી જૂના ઘરે ભૂલી જશો તો લક્ષ્મી પણ જૂના ઘરમાં રહી જાય છે.
રાત્રે સાવરણી અહીં મૂકવી- દિવસ દરમિયાન મુખ્ય દરવાજાની પાસે કે સામે સાવરણી રાખવી જોઈએ નહીં. પણ નવા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વિકાસ થાય તે માટે રાત્રે મુખ્ય દરવાજા પાસે મૂકવી. જેથી નેગેટિવ એનર્જી તમારા ઘરમાં પ્રવેશશે નહીં.
આ સમયે કચરો ન કાઢવો- સૂર્ય આથમ્ય બાદ એટલે સંધ્યાકાળે કચરો ન કાઢવો જોઈએ. વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. તેથી સાંજ અથવા રાતના સમયે ઘર અથવા ઓફિસમાં કચરો ન વાળવો.
ઘણી વખત મજબૂરી હોવાથી કચરો વાળવો પડે તો ઓછો કચરો બહાર કાઢો. જેથી બીજા દિવસે બરાબર કચરો બહાર નીકળે. આ સિવાય પણ તેની પાછળ કારણ જવાબદાર છે કે તમારી કોઈ કિમતી વસ્તુ પડી ગઈ હોય તો સૂર્યાસ્ત પછી સાવરણી લગાવવાથી તે નજરમાં આવતી નથી અને કચરામાં જતી રહે છે.
બેડરૂમમાં રાખવાથી- સાવરણીને ક્યારેય બેડરૂમમાં ન રાખો કેમ કે તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. અને ક્યારેક તણાવ પણ ઊભો થતો હોય છે. તે અશુભ માનવામાં આવે છે. ઘરનું કોઈ વ્યક્તિ બહાર જાય- જો ઘરનું કોઈ વ્યક્તિ સારા કામ માટે બહાર જાય ત્યારે ઘરમાં તરત કચરા પોતું ન કરવા જોઈએ. તેનાથી વ્યક્તિનું સારું કામ બગડી પણ શકે છે.
સાવરણીનો અનાદર ન કરો- સાવરણીને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. તેથી હંમેશાં એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ વ્યક્તિનો પગ સાવરણી પર ન લાગે. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનો અનાદર થવાથી ઘરમાં અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.
આ દિશામાં સાવરણી મૂકવી- ઉત્તર દિશામાં સાવરણી રાખવાથી ધનનો સફાયો થાય છે. જો ઉત્તર-પૂર્વમાં દિશામાં સાવરણી રાખશો તો હંમેશાં કન્ફ્યૂઝ રહેશો. પૂર્વમાં રાખશો તો પાડોશી સાથે લડાઈની આશંકા વધી જાય છે. માટે તેની સાચી દિશા જાણી સાવરણી રાખવામાં આવે તો લાભ થાય છે.
સાવરણીનો પશ્ચિમ દિશાના કોઈ ઓરડામાં રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવી સારી માનવામાં આવે છે. આ દિશામાં સાવરણી રાખવાથી કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકશે નહીં.
નવી સાવરણી ખરીદો- નવી સાવરણી ખરીદો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ત્રણ સાવરણી એક સાથે ખરીદવી. તે વધારે શુભ માનવામાં આવે છે. જો નવી સાવરણી ઘરમાં વાપરવા કાઢવી હોય તો શનિવારના દિવસે કાઢવી. સાવરણી બદલવા માટે શનિવારનો દિવસ સારો છે. શનિવારના દિવસે નવી સાવરણીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.
કચરા-પોતું કરો ત્યારે- ગુરુવારના દિવસે ઘરમાં સાવરણી ન ફેરવવી. ગુરુવારના દિવસે સાવરણી ફેરવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે. અને જ્યારે પણ ઘરમાં કચરા પોતા કરો, ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણીની ડોલમાં થોડું મીઠું નાખી દો. જેથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય. રાતના સમયે કચરા પોતું ન કરવા. અને તૂટેલી સાવરણી ઘરમાં ક્યારેય ન વાપરવી જોઈએ. હંમેશાં સાવરણી નવી જ હોવી જોઈએ. જો તૂટેલી સાવરણી હશે તો ઘરમાં નેગેટિવ ઉર્જા આવશે.
સાવરણી આ રીતે ન મૂકો- ઘર કે ઓફિસમાં સાવરણી ક્યારેય ઊભી ન રાખો. આ અવસ્થામાં સાવરણી અપશુકનિયાળ માનવામાં આવે છે. સાવરણીને હંમેશાં જમીન પર આડી જ મૂકવામાં આવે છે. તેનાથી તમારું ખિસ્સું અથવા બેન્ક બેલેન્સ ખાલી નહીં થાય.
આ વાત તથ્યો આધારિત છે તેમજ ઈન્ટરનેટ આધારતી છે, જો આપ આ વિષય પર શ્રધ્ધા ધરાવો છો તો આપ માની શકો છો અન્યથા આપ અવગણી શકો છો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.