👉આપણે બધા સામાન્ય રીતે કોઈ પણ ફળ કે શાક ઉપયોગમાં લઈએ તે પહેલા બીજ કાઢીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ અમુક ફળ અને શાકના બીજ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેની આપણને જાણ હોતી નથી એવું જ એક શાક છે.
👉કોળું જેના બી શરીર માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે રોજ તેનું સેવન કરશો તો ઘણા લાભ થશે. કોળાના બીજની ન્યુટ્રિશન વેલ્યૂ ખૂબ જ વધુ હોય છે. જો તમે નિયમિત બ્રેકફાસ્ટમાં એક ચમચી કોળાના બીજનું સેવન કરો છો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
👉આ બીજમાંથી મળતા વિટામિન્સ અને પોષક તત્વો- કોળાના બીજમાં ભરપૂર માત્રામાં મિનરલ, વિટામિન, હાઈ ફાઈબર રહેલા હોય છે. જેનો ઉપયોગ મીઠાઈ અને વ્યંજન બનાવવામાં કરવામાં આવે છે. તે ઉપરાંત કોળાના બીજમાં ફોસ્ફરસ, ઝિંક, આયર્ન, કોપર, વિટામિન-કે, ફાઈબર, ફેટી એસિડ, પોટેશિયમ, વિટામિન-બી 12 અને એન્ટિ-ઓક્સિડેન્ટ રહેલાં છે, જે શરીરને અનેક બીમારીથી રક્ષણ આપે છે.
👉કોળાના બીજના ફાયદા- ઇન્સ્યુલિનની માત્રાને સંતુલિત કરવામાં, સ્ટ્રેસ ઓછો કરે છે, ઉંઘ સારી આવે, સ્કીન અને વાળ માટે પણ લાભદાયી છે. તો મેળવીએ વિગતે માહિતી.
👉ઉંઘ પૂરી કરે- કોળાના બીજમાં ઉંઘ પૂરી કરવાની તાકાત રહેલી છે. તેમાં સેરોટોનીન હોય છે. જે એક પ્રકારનું ન્યૂરોકેમિકલ્સ છે. જેના લીધે ઉંઘ સારી આવે છે. સૂતા પહેલા જો કોઈ વ્યક્તિ આ બીજનું સેવન કરે તો બહુ જ સારી ઉંઘ આવતી હોય છે. અમુક વ્યક્તિને ઉંઘ ન આવતી હોય તો આ બીજનું સેવન કરે તો તકલીફ દૂર થાય છે. પરંતુ સૂતા પહેલા સેવન કરવાનું રહેશે.
👉વજન નિયંત્રણ- કોળાનાં બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારા પેટને ભરેલું રાખે છે, જેના કારણે તમારું વજન ઘટવા લાગશે. જો તમે સ્નેક્સમાં કોળાના બીજનું સેવન કરવાનું શરૂ કરશો તો ભોજન પહેલા કંઈ ખાવાની ઇચ્છા થશે નહીં અને તમારું વજન વધારે હશે તો દિવસે દિવસે ઘટવા લાગશે.
👉શુગર કંટ્રોલ- કોળાના બીજમાં ઇન્સ્યુલિનની માત્રા સંતુલિન કરવાની ક્ષમતા રહેલી છે. જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી લોહીમાં શુગરની માત્રા ઓછી થઈ જાય છે. નિયમિત રીતે કોળાના બીજનું સેવન કરશો, તો ડાયાબિટીસને ઘણા અંશે નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ ખાસ કરીને તેનું સેવન કરવું જોઈએ.
👉રોગ પ્રતિકારક શક્તિ વધારે- આ બીજમાં વિટામિન-સી અને ઝિંકની માત્રા સારા પ્રમાણમાં રહેલી હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમમાં સુધારો કરે છે. જો તેનું સેવન કરશો તો શરદી, ખાંસી, કફ અને વાયરસ ઇન્ફેક્શનથી બચાવશે. તે ઉપરાંત શરીરની નબળાઈ પણ દૂર કરશે.
👉સંધિવા માટે- કોળાના બીજમાં સંધિવાને ઓછો કરવાની તાકાત રહેલી છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે સાંધાનો દુખાવો દૂર કરે છે. તે સિવાય તમારા હાડકાં પણ મજબૂત બનાવશે.
👉હૃદયને રાખે સ્વસ્થ- કોળાના બીજમાં ફાઈબર, એન્ટી ઓક્સીડન્ટ રહેલા હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એટલું જ નહીં આ બીજમાં મોનોસેચ્યુરેડેટ ફેટી એસિડ હોય છે. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને નાશ કરે છે અને સારા કોલેસ્ટ્રોલનો વધારો કરે છે. તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ પણ સારું રહેલું હોય છે. જે હૃદયને સક્રિય રાખવાનું કામ કરે છે.
👉બીજા પણ ઘણા ફાયદા- વાળને સુંદર બનાવે, બ્લડ શુગર નિયંત્રણમાં રાખે, લોહીની ઉણપ, સ્કીનની તકલીફ, યુરિન ઇન્ફેક્શન, પુરુષોના જાતીય સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. તેમની પ્રોસ્ટેટ ગ્રંથિ મજબૂત બનાવે છે એટલે તેમના માટે વધારે લાભદાયી છે. ડિપ્રેશનથી રાખે દૂર, કેન્સર સામે રક્ષણ આપે ઘણી રીતે ફાયદાકારક છે કોળાના બીજ.
👉તેનું સેવન કરવું આ રીતે- કોળાના બીજને સવારે નાસ્તમાં લઈ શકો છો. તેના માટે સૂકા બીજ લઈ તેને ક્રશ કરી લેવાના છે. પછી સેવન કરવું.
👉-તેને સલાડમાં ક્રશ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અથવા ગાર્નિંશિંગ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવો. ઘણાં લોકો તેનો ઉપયોગ સ્મૂદી બનાવવા માટે કરતાં હોય છે.
👉પરંતુ આ બીજનું સેવન કરતાં પહેલા દરેકે ડાયેટિશિયનની સલાહ અચૂક લેવી જોઈએ. ઘણી વખત એનર્જીના કારણે શરીરમાં બીજા પ્રોબ્લેમ ન થાય.
જો આ કોળાના બી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.