🥤 આજના યુગમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો બધા કોલ્ડડ્રીંકનું વધારે પ્રમાણમાં સેવન કરવા લાગ્યા છે. આજ-કાલ તો જમવાની સાથે કોલ્ડડ્રીંકનું સેવન કરવામાં આવે છે. ઉપરાંત લોકો પેટમાં રહેલો ખોરાક ઝડપથી પચાવવા માટે સ્ટ્રોંગ કોલ્ડડ્રીંકનું સેવન કરતાં હોય છે. પરંતુ તેનાથી લોકોને રોજની આદત થઈ જાય છે અને પાચનશક્તિ નબળી થઈ જાય છે. પરિણામે રોજ કોલ્ડડ્રીંકનું સેવન કર્યા બાદ જ ખોરાકનું પાચન થાય છે. જો કોલ્ડડ્રીંક પીવામાં ન આવે તો પેટની સમસ્યા ઊભી થાય છે.
🥤 ઉનાળાની ઋતુ હોય એટલે બધા લોકો ઠંડી વસ્તુ વધારે સેવન કરવા લાગે છે. પરંતુ આ ખૂબ નુકશાન કારક સાબિત થાય છે. ઠંડી વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. પરંતુ લોકો આ વાતને વધુ મહત્વ ન આપતા કોલ્ડડ્રીંક જેવી નુકશાન કારક વસ્તુઓનું નિયમિત સેવન કરે છે. મિત્રો, આજે અમે આ આર્ટીકલમાં તમને કોલ્ડડ્રીંક પીવાથી શરીરમાં થતાં નુકસાન વિશે જાણકારી આપશુ.
🥤 કોલ્ડડ્રીંકસ પીવાથી થતાં શરીરને નુકસાન :-
👉 જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય અને એવામાં નિયમિત રૂપે કોલ્ડડ્રીંક પીવાની આદત હોય તો ખૂબ નુકશાન કારક સાબિત થાય છે. જો આવી બીમારીમાં રોજ કોલ્ડડ્રીંક પીવાનું રાખે તો ડાયાબિટીસ દવા લેવાથી પણ કંટ્રોલમાં રહેતી નથી કારણ કે, એક ગ્લાસ કોલ્ડડ્રીંકમાં 20% શુગર રહેલી હોય છે જે બ્લડ શુગર લેવલ વધારવા સક્ષમ હોય છે.
👉કોલ્ડડ્રીંકના નિયમિત સેવનથી પાચન શક્તિ નબળી થઈ જાય છે. જેથી કોઈ પણ હળવો ખોરાક હોય છતાં તેનું પાચન મુશ્કેલીથી થાય છે. કોલ્ડડ્રીંકમાં રહેલા વધુ ગેસને કારણે તે પેટમાં જઈને પાચન તંત્રને નબળું કરે છે. પરિણામે ગેસ, અપચો, એસિડિટી, ઊબકા, ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે. તેથી કોલ્ડડ્રીંકનું નિયમિત રૂપે સેવન ન કરવું જોઈએ.
👉 નિયમિત કોલ્ડડ્રીંકના સેવનથી આંખો પણ કમજોર થાય છે પરિણામે તેની સમસ્યાઓ ઊભી થવા લાગે છે. કોલ્ડડ્રીંકમાં રહેલ તત્વો આંખો માટે પણ નુકશાન કારક હોય છે. જેથી આંખોનું પાણી સુકાઈ જવું, આંખોની રોશની ઓછી થવી જેવી સમસ્યા થાય છે. જેથી નિયમિત રૂપે કોલ્ડડ્રીંકનું સેવન આંખો માટે હિતાવહ નથી.
👉 તમને જાણીને આશ્ચર્ય થશે. કે, કોલ્ડડ્રીંકના વધારે સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની શક્યતા વધી જાય છે. તેની અંદર કુદરતી શુગરને બદલે નુકશાન કારક કેમિકલનો ઉપયોગ થાય છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે.
👉 કોલ્ડડ્રીંકની અંદર કેફીન નામનું તત્વ પણ રહેલું હોય છે. તેથી જો કોલ્ડડ્રીંકનું સેવન વધારે માત્રામાં કરવામાં આવે તો રાત્રે ઊંઘ આવતી નથી અને પરિણામે ઊંઘ ઓછી થવાથી શરીરમાં અનેક સમસ્યા પણ થાય છે. ઉપરાંત કેફીન તત્વથી કોલ્ડડ્રીંકને પીવાના 2 કલાક સુધી શરીરમાં કંઈ થતું નથી પરંતુ તેના અમુક સમય બાદ શરીરમાં વધારે થાકની અનુભૂતિ થાય છે. જેથી નિયમમિત કોલ્ડડ્રીંકનું સેવન ન કરવું જોઈએ.
👉 અમુક વર્ષોની રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, જે લોકો દિવસમાં વધારે પ્રમાણમાં કોલ્ડડ્રીંકનું સેવન કરતાં હોય તેમને પેશાબમાં બળતરા અથવા તેનું પ્રમાણ ઓછું થવા લાગે છે જેથી કિડનીમાં ખૂબ ગંભીર અસર પહોંચે છે. આ સમસ્યાથી બચવા માટે કોલ્ડડ્રીંકનું સેવન ઓછી માત્રામાં કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
👉 મિત્રો, તમે કોલ્ડડ્રીંકના વધુ સેવનથી થતાં નુકસાનથી વાકેફ થઈ ગયા હશો તો બની શકે તો કોલ્ડડ્રીંકનું સેવન ઓછી માત્રામાં કરવું નહિતર તમે પણ શરીરની ગંભીર સમસ્યામાં ફસાઈ શકો છો. જે સમસ્યા એટલી ગંભીર હોય છે કે, અનેક દવાઓ લેવા છતાં તેમાં રાહત મળતી નથી. તેથી આજથી જ વધારે પડતું કોલ્ડડ્રીંક પીવાનું ટાળવું જોઈએ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.