😢નખને આપણા શરીરનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. નખ તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. દરોક છોકરીઓ તો હવે નખમાં નવી નવી ડિઝાઈન કરીને નખની સુંદરતા વધારે છે. ગમે તે હોય કોઈપણ છોકરી નખને સુંદર બનાવવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે. અત્યારના સમયમાં ઘણી લેડીઝ નખની ટ્રીટમેન્ટ કરાવતી હોય છે.
😢પરંતુ નખનો બદલાતો રંગ શરીરમાં રહેલા અનેક રોગોનો સંકેત પણ આપે છે. નખમાં ફેરફાર દેખાય તો સતર્ક થઈ જવું જોઈએ. ડૉક્ટરને બતાવાથી ખ્યાલ આવે કે અંદરની બીમારી કેવા પ્રકારની છે. તો માહિતી આપીએ નખનો કેવો કલર તમારા શરીરમાં ગંભીર બીમારી લાવી શકે છે.
😢ચમક અને શુષ્કતા ગુમાવવી- જો તમારા નખ શુષ્ક થઈ ગયા હોય, ચમક ન હોય તો તમને થાઈરોઈડની બીમારી હોઈ શકે છે. સુકા અને નબળા નખએ ઇન્ફેક્શનની નિશાની છે.
😢ઝાંખા નખ- ઘણા લોકોના નખ ઝાંખા થઈ ગયેલા હોય છે. તો તેમાં એનિમિયા, હાર્ટ ફેલિયર, લિવર રોગ અને કુપોષણની નિશાની ગણાય છે.
😢પીળા નખ- ઘણા લોકોના નખ આપણે જોઈએ છીએ કે પીળા હોય છે. તો ફંગલ ઇન્ફેક્શન, ડાયાબિટીસ, થાઈરોઈડ, ફેફસાને લગતી બીમારી કે સોરાયિસસ અથવા એનિમિયા જેવા ગંભીર રોગો હોય શકે છે. તેની તાત્કાલિક સાવરવાર કરાવવી જરૂરી છે.
😢આછો વાદળી- આ પ્રકારના નખ હોય તો સમજવું કે તમારા શરીરમાં ઓક્સિજનની ઉણપ વર્તાય રહી છે. શરીરને પૂરતું ઓક્સિજન મળતું હોતું નથી. તે સિવાય ફેફસા અને હૃદયની સમસ્યા પણ હોઇ શકે છે.
😢સફેદ નખ- જો તમારા નખ સફેદ હોય તો સમજવું કે હિપેટાઈસિસ કે લિવરને લગતી કોઈ બીમારી હોય. ઘણી વખત આંતરડાને લગતી સમસ્યા પણ જોવા મળતી હોય છે.
😢સફેદ નખના ઉપર ગુલાબી લાઈન હોવી- આ નિશાની તમારા શરીરમાં ગંભીર રોગ હોય તેવું જણાવે છે. હૃદયને લગતી કોઈ બીમારી, ગંભીર ચેપ અથવા લો બ્લડ પ્રેશરને લગતો પ્રોબ્લેમ હોઇ શકે છે. ઘણા લોકોના નખ આ પ્રકારે હોય તો સમજવું કે લો બ્લડ પ્રેશરના લક્ષણો છે.
😢નેઇલ સ્ટ્રીક્સ- આ વિટામિન-બી, બી-12, ઝિંકની ઉણપ હોય શકે છે. 😢નખ જાડા હોવા- ઘણા લોકોના નખ હોય તેના કરતાં વધારે જાડા દેખાય તો સમજવું કે તેમને ફેફસા, ડાયાબિટીસ કે સંધિવાની બીમારી હોઇ શકે છે.
😢વળાંકવાળા નખ- જે લોકોના નખ વળાંક વાળા હોય તેમને આ વારસામાં મળ્યું હોય છે. જેને આનુવંશિક તકલીફ કહેવાય છે. તે ઉપરાંત લિવર સંબંધિત સમસ્યા અથવા હાઈપોક્રોમિક એનિમિયાની નિશાની હોય શકે છે.
જો આવી હેલ્થ વિષેની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.