સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તેનો ઉપયોગ કરવાની યોગ્ય રીતે જાણી લો તો ઘણાં ફાયદા પણ મેળવી શકો છો. સિંધવ મીઠામાં એવા ગુણ રહેલા છે જે વજન ઓછું કરવાથી માંડીને બોડીને ડિટોક્સ પણ કરે છે. આ સોલ્ટને એકદમ શુદ્ધ માનવામાં આવે છે. કેમ કે તેમાં કોઈપણ અન્ય વસ્તુ મિક્સ કરવામાં આવતી હોતી નથી.
આ એક પત્થરના રૂપમાં મળે છે. આમાં કુદરતી રીતે અનેક ખનિજ તત્વો રહેલા હોય છે. તેમાં સોડિયમ સહિત, ફોસ્ફરસ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, આયોડિન વગેરે જેવા તત્વો મળી રહે છે. જેના કારણે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
ક્યાંથી મળી આવે છે આ મીઠું- આ મીઠાનો રંગ આછો ગુલાબી હોય છે. તે હિમાલયની તળેટીમાં અને પાકિસ્તાનના સિંધ પ્રદેશોમાંથી મળી આવતી કુદરતી વસ્તું છે. તેને ખોદકામ કરીને ખાણોમાંથી શોધવામાં આવે છે. ત્યાર બાદ પાણી વડે ચોખ્ખુ કરી બજારમાં આવે છે. જેની લોકો ખરીદી કરે છે. આ મીઠું પાઉડર રીતે અને આખા નાના-નાના કટકા સ્વરૂપે પણ કેટલાક લોકો ખરીદતા હોય છે. આ મીઠામાં આયોડિન પૂરતાં પ્રમાણમાં હોય છે. તેથી આયુર્વેદમાં પણ તેને બેસ્ટ માનવામાં આવે છે. આ હિમાલય સોલ્ટને ધરતી પરનું એકદમ શુદ્ધ મીઠું ગણવામાં આવે છે.
મીઠાના ઘણા પ્રકારમાનું એક છે આ સોલ્ટ તેને મીઠામાં નાખીને પીવામાં આવતું હોવાથી હિમાલય સોલ્ટ વોટર કહેવામાં આવે છે. તે શરીરમાં પોઝિટિવ એનર્જી આપવાનું કામ કરે છે. અને બીજા પ્રકારના મીઠા કરતા વધારે ફાયદાકારક છે.
શરીરમાં દુખાવો અને મસલ્સ ખેંચાવા- આ મીઠું નેચરલ પેઇન કિલરના ગુણ રહેલા છે. જેથી ઘણા લોકો પાણીમાં મીઠું મિક્સ કરીને સ્નાન કરતા હોય છે. તેનાથી શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો દૂર થાય છે. આ ઉપાય તમે અઠવાડિયામાં 2-3 વાર કરી શકો છો. એ ઉપરાંત પણ પાણીમાં મીઠું મિક્સ કરી અડધો કલાક પગ ડુબાડી રાખવાથી થાક, તણાવ અને શરીરમાં કોઈ મસલ્સ ખેંચાતા હોય તો તેમાં રાહત મળશે.
સ્નાયુઓમાં દુખાવા દૂર કરવામાં તે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. કોઈપણ જાતનો દુખાવો હોય તે નિયમિત સેવનથી મટાડી શકાય છે. જેને આ દુખાવાની સમસ્યા હોય તેમણે દરરોજ સવારે ગરમ પાણીમાં આ મીઠું મિક્સ કરી પીવું. જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. જેથી બીજી બીમારી પણ દૂર રહે છે. આ મીઠામાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોવાથી તે માંસપેશિયોને સંકુચિત થતા રોકે છે. અને તેના લીધે જ સ્નાયુઓ ખેંચાતા હોતા નથી.
વજન ઘટાડવા- સ્લીમ અને ફિટ દેખાવું હોય તેના માટે આ ઘરેલુ ઉપચાર બેસ્ટ છે. જે હાઉસવાઈફ હોય તેમના માટે ઓપ્શન સારો છે. સિંધવ મીઠામાં એવા ગુણ રહેલા છે જે વજન ઓછું કરવાની સાથે બોડી પણ ડિટોક્સ કરે છે. આ મીઠું શુદ્ધ છે. તેને રોજ 1 ગ્લાસ સવારે ગરમ પાણી સાથે મિક્સ કરીને લેવામાં આવે તો શરીરનું વજન ધીમેધીમે ઓછું થાય છે.
આ મીઠાના પાણીમાં તમારી બોડી 15 મિનિટ સુધી ડુબાડી રાખો. આ કરવા માટે એક નવશેકા ટબમાં નવશેકું પાણી લો તેમાં માત્ર આ સોલ્ટ નાખો. પછી થોડી વાર તેમાં બેસી રહેવું. આનાથી તમારી બોડી ડિટોક્સીફાઈ થાય છે. અને વજન ઉતરે છે. વેટ લોસ માટે બેસ્ટ ઓપ્શન છે. આમ કરવાથી ત્વચાને લગતી કોઈ બીમારી હોય તો તે પણ દૂર થાય છે.
પાચનમાં લાવે સુધારો- બેઠાળું જીવન અને ફાસ્ટફૂડના સેવનથી આજ કાલ પાચન તંત્ર નબળું પડતું જાય છે અને તેમાંથી ઘણી બીમારી થવા લાગતી હોય છે. તો જેને પણ પાચનનો પ્રોબ્લેમ હોય તેને ખોરાકમાં હિમાલય સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આ મીઠું મોંમાં લાળગ્રંથિને એક્ટિવ કરે છે. જેનાથી શરીરમાં જે ખોરાક જાય તે સરળતાથી પચી જાય છે.
આ પાણી શરીરમાં રહેલા ખતરનાક બીમારી ફેલાતા બેક્ટેરિયાને મારે છે. અને બોડીમાં પાણી નેચરલ એન્ટી-બેક્ટેરિયલ ઉત્પન્ન કરે છે. જેથી પેટની કોઈપણ જાતની તકલીફ થતી હોતી નથી. પેટમાં તે હાઈડ્રોક્લોરિક એસિડ પણ ઉત્પન્ન કરે છે. જેથી ખોરાક પચી જાય.
એ ઉપરાંત પણ ઉલ્ટી, ઉબ્કા આવતા હોય તો મીઠાનું પાણી પીવાથી રાહત મળશે. આયુર્વેદમાં કહેવાય છે કે ખરાબ પાચનમાં ઔષધીનું કામ કરે છે આ પાણી. તેનાથી ભૂખ અને ગેસમાં પણ રાહત મળે છે. આ પાણી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. અને પાચનતંત્ર મજબૂત બને છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. અને બોડીમાં ફેટ એટલે કે ચરબી જમા થાય છે. તેને ઓગાળે છે.
અનિદ્રામાં રાહત- નવી ટેક્નોલોજીની દુનિયામં લોકો સ્ટ્રેસ વાળી લાઈફ જીવતા થઈ ગયા છે. એટલું જ નહીં ઘણા લોકો મનોરંજન માટે પણ મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. અને આવી ઘણી બધી ખરાબ ટેવોના કારણે જ રાત્રે ઉંઘ આવતી હોતી નથી. ઘણી વાર તો ઓફિસના સ્ટ્રેસના કારણે ઘરે આરામથી કેટલાક વ્યક્તિ સૂઈ શકતા હોતા નથી.
તેમના માટે સિંધવ મીઠું લાભદાયી છે. રાત્રે સૂતા પહેલાં પાણીમાં મીઠું નાખી પીવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય છે અને તેનાથી અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તે દૂર થાય છે. રોજ રાત્રે આ પાણી પીવું જેનાથી તમારું માઈન્ડ રિલેક્સ થાય છે અને તમે આરામથી સૂઈ શકો છો.
આ મીઠામાં પૂરતી માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે અને મેગ્નેશિયમ અને એન્ટી ડિપ્રેસેટ ગુણ રહેલા હોવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. ઉંઘ સારી આવે છે. હિમાલય સોલ્ટ સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિને બીપી અને ડાયાબિટીસ જેવી બીમારી હોય તો તેમણે આ ડૉક્ટરની સલાહ લઈને જ તેનું નિયમિત સેવન કરવું જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.