આજના સમયમાં બધાજ લોકોને પોતાનું મગજ તેજ કરવું હોય છે, પણ અમુક ખામીના કારણે મગજ તેજ અથવા વિચાર કરવાની ક્ષમતા ઓછી રહે છે. બધા લોકોને પોતાનું મગજ કમ્પ્યુટર જેવુ તેજ કરવા માગે છે પણ માણસ એક વાત ભૂલી જાય છે કે કોમ્પ્યુટર બનાવવા વાળો કોઈ માણસ જ હતો. માણસનો મગજ કમ્પ્યુટર કરતાં પણ વધારે તેજ છે બસ થોડી ખામીના કારણે બધા લોકોનો મગજ વિકાસ કરતો નથી. આજે તે સમસ્યાનું એક સમાધાન લઈને આવ્યા છીએ. બધા લોકો પોતાનું મગજ પહેલા કરતાં તેજ અને વિચારશક્તિ વધારી શકે છે.
આપણે જોઈએ છીએ કે, જેમની પાસે સારું શરીર છે તેની પાસે મગજ હંમેશા ઓછો જોવા મળે છે. પણ આજે તે સમસ્યાનું પણ સમાધાન તમને આ આર્ટીકલ દ્વારા મળી જશે. કોઈ પણ વ્યક્તિ પોતાના મગજની વિચારશક્તિ વધારી શકે છે. ચાલો જાણીએ તેવા થોડા ઉપાય વિષે.
- બદામ.
મગજ તેજ કરવાની વાત આવે અને તેમાં બદામ ના હોય તેવું ના બને. આપણે જોતાં હશું કે, જેમને મગજ કમજોર છે, તેને ઘણા લોકો રોજે 10 થી 15 બદામ ખાવાની સલાહ આપતા હશે. બદામને એકલી ખાવા કરતાં રોજે સવારે અને સાંજે 5 બદામ દૂધમાં મિક્સ કરીને ખાવી, વધારે ફાયદાઓ થશે. બદામ હંમેશા તેની છાલ સાથે જ ખાવી છાલની અંદર ફાઈબર વધારે રહેલું હોય છે. નિયમિત એક ગ્લાસ દૂધ અને તેની અંદર 5 બદામ પીસી મિક્સ કરી પીવી, વિચાર કરવાની ક્ષમતા પહેલા કરતાં વધી જશે.
- બ્રોકલી.
બ્રોકલી એટલે ફુલાવરની એક જાત. બ્રોકલીનું સેવન પણ મગજ માટે ફાયદાકારક રહે છે. બ્રોકલીમાં ફાઈબર, આયર્ન, ઓમેગા, ફેટી એસિડ અને વિટામિન E જેવા તત્વો રહેલા છે. આ બધાજ તત્વો મગજ માટે ઉપયોગી સાબિત થાય છે. નિયમિત 20 થી 25 ગ્રામ બ્રોકલીનું સેવન સવારે કરવું યાદશક્તિ અને વિચારશક્તિ તેજ થવા લાગશે. મગજની કોઈ પણ ખામીને થોડા સમયમાં દૂર કરવા મદદ કરશે.
- અખરોટ.
અખરોટમાં કોપર, વિટામિન E, મેગ્નિજ, જેવા તત્વો રહેલા હોય છે, જે વિચાર કરવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. નિયમિત એક અથવા બે અખરોટનું સેવન કરવાથી વિચારશક્તિ પહેલા કરતાં વધી જશે. મગજની કોઈ પણ તકલીફ હોય તે લોકોને નિયમિત 3 થી 4 અખરોટ સવારે ખુબજ ચાવીને ખાવા ધીરે ધીરે તકલીફ દૂર થવા લાગશે.
- ગ્રીન ટી.
આ ચા ના સેવનથી મગજને એકત્રિત થવાની ક્ષમતા વધારે છે. એકત્રિત થવાની ક્ષમતા સાથે સતર્ક થવાની ક્ષમતા પણ આપોઆપ વધી જશે. નિયમિત આ ચા નું સેવન કરવા વાળા લોકોમાં આવો બદલાવ આવે છે. યાદ શક્તિ મજબૂત કરવા માટે નિયમિત દિવસના 2 થી 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. મગજ સાથે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે. ગ્રીન ટી ની અંદર એન્ટિઓક્સિડેંટ પણ વધારે માત્રામાં મળે છે. શરીર હળવું અને થકાન ઉતારવા આ બેસ્ટ ઉપાય છે.
- કોળું.
કોળું ગુજરાતી શબ્દ છે હિન્દીમાં કદ્દુ(KADDU), ઇંગ્લીશમાં (Pumpkin) કહેવામા આવે છે. કોળાના બીજનું સેવન મગજ માટે ખુબજ ફાયદો કરે છે. મગજ તેજ અને યાદશક્તિ વધારવા માટે કોળાના બે થી ત્રણ બીજનું સેવન નિયમિત સવારે અને સાંજે કરવું. કોળામાં ઝીંકનું પ્રમાણ વધુ મળી આવે છે. જે બાળકોને મગજ કમજોર છે તેને કોળાના બીજ નિયમિત સેવન કરાવવા જોઈએ. વિચાર ક્ષમતા વધવા લાગશે.
- દાડમ.
દાડમમાં રહેલું પોલીફેન્સ નામનું તત્વ મગજની રક્ષા કરવાનું કામ કરે છે. ન્યૂરોડીજેનારેટિવ જેવી બીમારીથી બચાવે છે. દાડમનું સેવન લોહીની ક્ષમતાને વધારે છે સાથે મગજને મળતું લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે. મગજને મળતું લોહી શુદ્ધ થતાં યાદશક્તિમાં વધારો થવા લાગે છે. મગજને તેજ અને સમૃદ્ધ બનાવવા માટે માનસિક સ્વાસ્થ્ય સારું રહેવું ખુબજ જરૂરી છે. દાડમની અંદર સૌથી વધારે પોષકતત્વો રહેલા છે જે મગજને તેજ કરવામાં મદદ કરે છે.
- બેરી
આજના દિવસોમાં બ્લુ બેરી, ક્રેન બેરી, સ્ટ્રોબેરી તેમજ અનેક વિદેશી બેરીની (ગુજરાતીમાં કહીએ તો એક પ્રકારની “બોર” ની પ્રજાતિ) બોલબાલા છે. શોપિંગ મોલ અને શહેરી વિસ્તારમાં આવા બેરીઝનું વેચાણ વધ્યું છે કેમ કે, એવું સાબિત થયું છે કે આ બધા બેરીઝ થી મેમરી પાવર ઈમ્પ્રુવ થાય છે. આ અલગ અલગ બેરીઝ્માં અલગ અલગ પ્રકારના ખનીજો અને વિટામીનો આવેલા હોય છે તેના કારણે તે મગજ માટે ખુબ ઉપયોગી છે. તમારે આ બધા અલગ અલગ બેરી વિષે જાણવું હોય તો કોમેન્ટમાં “part-2” લખીને જણાવો. જેથી આ તમામ પ્રકારના બેરીઝ વિષે વિસ્તુત આર્ટીકલ લખીને તેના તમામ ફાયદાઓ વિશે આપને જણાવીશું. (ઉપર અલગ અલગ બેરીનો મિક્સ ફોટો છે જોઈ લેજો.)
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.