હમણાં જ સરકારે એક ગજબનો નિર્ણય લીધો છે. અને તરત જ આ નિર્ણય પર ચારોતરફ આ ચર્ચા થઇ રહી છે. અમુક કહે છે સરકારે આ નિર્ણય ખોટો લીધો અને અમુક કહે છે કે આ નિર્ણય ખુબ સાચો લીધો. તો આવો આપને જાણીએ કે સરકારે કયો નિર્ણય લીધો છે અને શું છે આ નિર્ણયના ફાયદા ને શું છે આ નિર્ણય ના નુકશાન.
આ નિર્ણય મુજબ સરકારે જણાવ્યું છે કે, ભુગભ જળોનું સ્તર એ ચિંતાનો વિષય છે. અને આ માટે સરકારે મહત્વનું પગલું ભર્યું છે કે, હવે કોઈ પણ વ્યક્તિએ ભૂગર્ભ માંથી પાણી ખેંચવા માટે મંજુરી લેવી પડશે અને તેના પૈસા પણ ચુકવવા પડશે. તેમજ સરકાર ભૂગર્ભ જળણી રક્ષા માટે એક નવી પોલીસી અને નવો વિભાગ બનાવવાની પણ તૈયારીમાં છે.
જેઓ પાસે પહેલેથી બોરવેલ છે તે લોકોએ “નો ઓબ્જેક્શન” સર્ટીફીકેટ કઢાવવું પડશે. (સાથે કદાચ પૈસા પણ ભરવા પડે) અને તેમજ જેઓને નવો બોરવેલ બનાવવો હોય તેઓને પૈસા ભરવા પડશે અને મંજુરી પણ લેવી પડશે. સાથે બીજી મહત્વની શરતો જાણો જે નીચે મુજબ છે.
કેટલા પૈસા ભરવા પડશે – આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે, લોકોએ એ હાલમાં 10,000 રૂ, ભરીને ભૂગર્ભ પાણી વાપરવાની મંજુરી લેવાની રહેશે. અન્યથા તેઓની સામે સરકાર પગલા ભરી શકશે.
આ પોલીસીનો અમલ ક્યાં ક્યાં થવા જઈ રહ્યો છે. – કેન્દ્ર સરકાર આ પોલીસી મુજબ કેન્દ્રીય જળ સંપતિ વિભાગ બધા રાજ્યોને સૂચિત કરશે અને તેમજ સૌ રાજ્યોના સચિવો પોતાના ભાગમાં આવતા શહેરોને સૂચિત કરશે. તેમજ સાથે ગામડાઓને પણ આવરી લેવામાં આવશે તેવું કહેવાઈ રહ્યુ છે.
આ પોલીસી માંથી અત્યારે કેવા લોકોને બાકાત રખાયા છે. – આ પોલીસીમાંથી હાલમાં એવા લોકોને બાકાત રખાયા છે કે, જેઓ બોરવેલ અથવા કુવાનો સિંચાઈ તરીકે ઉપયોગ કરતા હોય. કેમ કે, આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે તેમજ આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા પણ નથી કે, જેનાથી પુરા દેશમાં પાણી કેનાલ દ્વારા પહોચી શકે માટે આ પોલીસીમાંથી હાલ માં સિંચાઈ માટે ઉપયોગ કરનારને બાકાત રખાયા છે.
કેવા લોકોને આવી અરજી ફરજીયાત કરવી પડશે- આ પોલીસી અંતર્ગત રહેણાંક ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટ, ઔદ્યોગિક તેમજ શહેરી પાણી વિતરક એજન્સીઓ, સ્વીમીંગ પુલના ચલાવનાર, જથ્થાબંધ પાણી વિતરકો તેમજ અન્ય ભૂગર્ભ પાણીનો ધંધાકીય ઉપયોગ કરનારા લોકોએ મંજુરી લેવી ફરજીયાત છે.
કઈ છે મંજુરી લેવાની છેલ્લી તારીખ – સરકાર દ્વારા જણાવ્યું છે કે, આ પોલીસી મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધી મંજુરી માટેની અરજી કરવી જરૂરી છે, સરકાર દ્વારા ઉપરના તમામ લોકોને આ સમય આપવામાં આવ્યો છે. જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી.
કેવી છે ગુજરાતમાં ભૂગર્ભ પાણીની સ્થિતિ આવો જાણીએ – એક સંશોધન મુજબ ગુજરાતનાં 90% થી પણ વધુ કૂવાઓમાં 20 મીટરથી પણ ઓછું પાણી હતું, તેમજ ગુજરાતનાં 1 પણ જિલ્લાઓમાં કૂવામાં પાણીનું સ્તર 40 મીટરથી વધુ નથી. માટે ભૂગર્ભ જળ આવનાર ભવિષ્ય માટે ચિંતાનો વિષય જરૂર છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.