👉ખાંડનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ચા બનાવવાથી લઈને કોઈપણ સ્વીટ ડિશ બનાવીએ ત્યારે વસ્તુનો સ્વાદ વધારવા માટે આપણે ખાંડનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. તેમાં ખાસ કરીને સફેદ ખાંડનો દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખાંડ જેને આપણે શુગર કહીએ છીએ તેના પણ બે પ્રકાર છે, એક સફેદ શુગર અને બીજી છે બ્રાઉન શુગર. હવે તમને વિચાર આવશે કે આ બંને શુગરમાંથી કઈ શરીર માટે સારી છે? તો તેની માહિતી આપીશું.
👉આમ તો બંને શુગર શરીર માટે હાનિકારક છે. પરંતુ જો તમે ડાયેટ ફોલો કરતાં હોવ તો બ્રાઉન શુગરનું સેવન વધારે સારું રહેશે. તમને જણાવીએ આ બંને શુગરનો ઉપયોગ કોઈપણ વસ્તુમાં મીઠાશ લાવવા માટે કરવામાં આવે છે. બંને શુગરમાં કોઈ વધુ ફેરફાર નથી.
👉આપણે બધા રસોડામાં સવારથી લઈ સાંજ સુધી ખાંડ એટલે કે વ્હાઇટ શુગર. આ એક પ્રાકૃતિક વસ્તુ છે. આ ખાંડ રસોડાનું અભિન્ન અંગ માનવામાં આવે છે. તેના વગર કોઈપણ ગૃહિણીને ચાલતું હોતું નથી. પરંતુ બ્રાઉન શુગર અને સફેદ શુગરના ગુણોમાં ઘણો ફેરફાર હોય છે. ભલે તેનું ઉત્પાદન એક જ પાકમાંથી કરવામાં આવે છે. પણ તેના ગુણધર્મો અલગ-અલગ છે.
👉બંને શુગર આ રીતે બને- સૌથી પહેલા શેરડી અને બીટના છોડનો ગરમ વાતાવરણમાં વિકાસ કરવામાં આવે છે. બીટના ઉત્પાદનમાંથી જ બ્રાઉન અને વ્હાઇટ શુગર બને છે બંનેની રીત અલગ છે. શેરડીનો રસ કાઢવામાં આવે છે. તે શેરડીના રસને શુદ્ધ કરવામાં આવે છે. જે શેરડીનો રસ છે તેને ગોળ બનાવવા માટે ગરમ કરવામાં આવતો હોય છે. જ્યારે આ પ્રક્રિયા થાય છે, ત્યારે તેમાંથી ઘણી ગંદકી નીકળતી હોય છે. અને ગરમ થાય ત્યારે તે ઉપર આવે છે. તે ઉપર આવે એટલે ધીમેધીમે તેને સાફ કરવામાં આવે છે.
👉ગોળ બની જાય પછી એક મશીનની મદદથી ખાંડને ક્રિસ્ટલાઇડ ફોર્મમાં ફેરફાર કરવામાં આવે છે. પછી ખાંડના જે ક્રિસ્ટલ હોય છે તેને ગોળથી અલગ કરવામાં આવે છે. વ્હાઇટ શુગરને પછી બ્રાઉન શુગરમાં બદલવામાં આવતી હોય છે. હવે જ્યારે વ્હાઇટ શુગર બનાવવા માટે અલગ કરવામાં આવે ત્યારે બ્રાઉન શુગરમાં ગોળનું જે પ્રમાણ હોય તે મિક્સ કરવામાં આવતું હોય છે. ગોળ મિક્સ કરતાં જ વ્હાઇટ શુગર બ્રાઉન શુગરમાં બદલાય છે. અને વ્હાઈટની જગ્યાએ બ્રાઉન શુગર જોડવામાં આવે કે તેનો રંગ અને મીઠાશમાં પણ ફરક આવી જતો હોય છે.
👉બ્રાઉન શુગરના લાભ- બ્રાઉન શુગર શરીર અને મગજને ઉર્જા આપવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં વધારે પ્રમાણમાં ગ્લુકોઝ રહેલું હોય છે. જે લોહી સાથે ભળીને ઉર્જામાં પરિવર્તિત થતું હોય છે. જે સ્પોર્ટ પર્સન અને એથ્લીટ હોય તે લોકો એનર્જી ઝડપથી મળે તે માટે બ્રાઉન શુગર ક્યૂબ સાથે રાખતા હોય છે.
👉સ્કીન માટે- સ્વાસ્થ્યની સાથે સાથે બ્રાઉન શુગર તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારી સ્કીનને નિખારવા માંગતા હોવ તો બ્રાઉન શુગરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો. ચહેરા પર છુપાયેલી ગંદકી દૂર કરશે સાથે સોજો આવ્યો હશે તે પણ દૂર થઈ જશે. થોડા દિવસમાં તમારી સ્કીન ચમકદાર બનશે.
👉વજન ઘટાડવા- ગમે તે ખાંડનું સેવન શરીર માટે હાનિકારક છે. પરંતુ સફેદ ખાંડના સેવનથી વજન વધવાની શક્યતા વધારે રહે છે. તેના બદલે બ્રાઉન શુગરનો ઉપયોગ કરી શકો છો. આ શુગરમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તે મેટાબોલિઝમને મજબૂત બનાવે છે.
👉ચેપ સામે રક્ષણ- આ શુગરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હાજર હોય છે. જે ઘણા પ્રકારના વાયરલથી બચાવવામાં મદદ કરે છે. તે સિવાય પીરીયડના દુખાવામાં સેવન કરવાથી રાહત આપે છે. પાચન તંત્ર મજબૂત બનાવે છે. ઘણી રીતે ગુણકારી છે આ શુગર.
👉વ્હાઈટ શુગર- આપણે ચા, કોફી, કેક, હલવો, મીષ્ટાન, શીરો વગેરે મીઠી વસ્તુ બનાવવા માટે વ્હાઈટ શુગરનો ઉપયોગ કરીએ છીએ. તે રસોઈમાં સ્વાદ વધારે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આ શુગરથી જોયતા પોષક તત્વોનું સંતુલન જળવાય રહે છે. બ્રાઉન શુગરની જેમ જ વ્હાઇટ શુગર પણ શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.