👬 આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને તમને કદાચ માહિતી નહીં હોય. કારણ કે આજકાલ લોકો રૂપિયા કમાવા પાછળ એટલા બધા પાગલ થઈ ગઈ કે તેમાં તેઓ પોતાના શરીરનો પણ બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. આજે અમે તમારા માટે એક એવો રસ્તો લઈને આવ્યા છીએ જેને અપનાવીને તમે ખૂબ જ આગળ વધીને પૈસાદાર બની શકો છો અને તમારા સમયે તથા શરીરનું પણ ધ્યાન રાખી શકો છો. અને આ સમગ્ર બાબત અમે તમને એક વાર્તા ના માધ્યમથી જણાવીશું અને તેમાંથી તમને ઘણું બધું શીખવા મળશે તે પણ તમે જાણશો.
👬 દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે આપણે જીવનમાં કંઈક કરવા માટે મહેનત તો કરવી જ પડે છે, અને મહેનત વગર આપણને કંઈ જ મળતું નથી અને જો આપણે શરૂઆતમાં થોડી મહેનત કરી લઈએ તો પાછળની જિંદગીમાં આપણને કોઈ તકલીફ પડતી નથી આમ આ વાર્તાઓના માધ્યમથી તમે જાણશો એ આપણી એનર્જી અને સમયને આપણે કઈ રીતે બચાવી શકીએ છીએ અને તેમાંથી પૈસાનું વૃક્ષ કેવી રીતે બનાવી શકીએ.
👬 આ વાર્તામાં બે મિત્રો હોય છે આ બંને મિત્રો એક ગામમાં રહેતા હોય છે, અને તે બંને મિત્રો નું નામ હોય છે કિશન અને અર્જુન. આ બંને મિત્રોનાં પોતાના અલગ જ સપના હોય છે, અને બન્ને ની ઈચ્છા હોય છે કે તેઓ પોતાનું જીવન ખૂબ જ સુખ અને સંપત્તિ સાથે જીવે.
👬 આ ગામમાં ઘણા વર્ષો થી પાણીની ખૂબ જ સમસ્યા હોય છે તે ગામથી ઘણી દૂર એક જ નદી હોય છે અને ગામના લોકોને ત્યાંથી જ પાણી લઈને આવવાનું હોય છે આમ ગામના લોકો ખૂબ જ પાણીની તકલીફમાં હોય છે. અને તે બધા જ ભેગા થઈને નક્કી કરે છે કે આપણે કિશન અને અર્જુનને પાણી ભરવાનું કામ સોંપી અને તેમને મહેનતાણું પણ આપી દઈશું. સરપંચે કિશન અને અર્જુન બંનેને પાણી ભરી લાવવા માટેનું કામ સોંપ્યું અને તેવું નક્કી કરવામાં આવ્યું કે તેઓ જેટલું પાણી આવશે તે પ્રમાણે જ તેમને મહેનતાણું આપવામાં આવશે.
👬 અને નક્કી કરેલા સમય અનુસાર કિશન અને અર્જુન બંને નદીમાંથી પાણી લાવીને ગામના લોકોને આપવા લાગ્યા અને તેઓને તેમાંથી મહેનતાણું પણ મળવા લાગ્યું. પરંતુ જ્યારે તેઓ પાણી ભરીને પાછા આવતા હતા ત્યારે તેમનો પીઠનો ખૂબ જ દુખાવો વધી જતો હતો તેમ છતાં તેમને મહેનતાણું મળવાના કારણે તેમને આ કામ શરૂ રાખ્યું.
👬 પરંતુ આ બંને મિત્રોમાંથી કિશન એ વિચાર્યું કે હું આ કામ વધુ સમય સુધી કરી શકીશ નહી અને જો આ કામ વધુ સમય સુધી કરીશ તો મારો સમય પણ વેડફાઈ જશે અને મારી એનર્જી પણ વેડફાશે. તેથી તેણે નક્કી કર્યું કે જો આ નદીમાંથી પાઈપ લાઈન બનાવીએ અને ગામના લોકોને પાણી આપીએ તો ઓછી મહેનત થી પણ પૈસા બની શકે. તેણે આ વાત અર્જુનને પણ જણાવી પરંતુ અર્જુનને ગામના લોકોને પાણી આપવામાં વધુ મહેનતાણું મળતું હતું તેનાથી તે ખુશ હતો, અને કિશનની વાત પણ તેને અશક્ય લગતી હતી તેથી તેણે કિશન નો સાથ આપવાની ના પાડી દીધી હતી.
👬 પરંતુ કિશન ખૂબ જ મક્કમ હતો કે, હું ગામમાં પાઇપલાઇન લાવીને જ રહીશ. તેને ખબર હતી કે, આ કામ કરતી વખતે તેને વર્ષોનો સમય નીકળી જશે પરંતુ તેને પોતાનું આ કામ છોડ્યું નહીં. અને આ બીજી બાજુ અર્જુનને લોકોને પાણી આપીને વધુ મહેનતાણું મેળવી પહેલાંની જેમ જ રૂપિયા કમાતો લાગ્યો. સાથે સાથે તે પાર્ટી કરવા લાગ્યો અને બહાર ફરવા માટે પણ જવા લાગ્યો હતો. ટૂંકમાં તે પોતાના રોજિંદા કામથી ખુશ હતો.
👬 પરંતુ કિશન એ પોતાનું પાઇપ લાઇનનું કામ છોડ્યું નહીં અને થોડા મહિનાઓ બાદ એક દિવસે કિશનએ પાઇપલાઇન લાવી દીધી અને નદીનું પાણી છેક ગામ સુધી લઈને આવી ગયો. ગામના લોકો પણ અચંબિત થઈ ગયા. હવે ગામના લોકો અર્જુનને કામ આપવાને બદલે કિશનની પાઇપ લાઇન થી પાણી ભરવા લાગ્યા. કેમ કે, પાઈપથી જલ્દી પાણી મળી જતું અને પૈસા પણ ઓછા આપવા પડતાં. તેથી ગામ લોકો તો ખુશ થઈ ગયા.
👬 બીજી તરફ એવો દિવસ એવો આવ્યો કે અર્જુનને કામ મળતું બંધ થઈ ગયું અને તેનું શરીરે પણ હવે તેનો સાથ આપવાનું બંધ કરી દીધું અને તેની પાસે રહેલા પૈસા હવે ખૂટવા લાગ્યા હતા. તેથી અર્જુન ચિંતામાં આવી ગયો હતો. બીજી તરફ ઢળતી ઉંમરે બીજું કોઈ કામ પણ કરી શકવા માટે તે અસમર્થ હતો.
👬 આ તરફ પાઇપલાઇનની મદદથી કિશન ખૂબ જ મોટો માણસ બની ગયો. અને હવે તો કિશન પાર્ટી કરવા લાગ્યો અને તે પોતાના કામ પર ધ્યાન ન આપે તેમ છતાં પણ તેને રૂપિયા આવવા લાગ્યા. તેની ઢળતી ઉંમર હવે તેના માટે શાંતિ પૂર્વક પસાર થતી હતી. તેને હવે કોઈ ચિંતા ના હતી.
👬 આમ મિત્રો, આપણે પણ આપણા પગાર માંથી થોડો થોડો હિસ્સો બચાવવો જોઈએ અને તેને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવો જોઈએ જેથી એક સમયે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમને સારું એવું વળતર આપે. અને વડીલો કહે જ છે કે, બચત એ ઘડપણમાં એક દીકરા સમાન કામ આવે છે. તેથી બચત કરો. સાથે બીજી વાત એ કે..
👬 તમે નોકરી ભલે કરો, પણ સાથે સાથે પાર્ટ ટાઈમમાં તમને ગમતું કામ કરો. પછી એ સંગીત, ચિત્ર કામ, ગૃહ શોભા અથવા કોઈ પણ હોય શકે છે. તે તમારા શોખ ને લઈને તમે વિડીયો બનાવીને ફેસબુક કે યુ-ટ્યુબ પર અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો. તો આ પૈસા તમારી વધારાની ઇન્કમ થઈ કહેવાય. તો નોકરીની સાથે આ રીતે સાઈડ ઇન્કમ ઊભી કરતાં શીખો. ક્યારેક એવો પણ સમય આવે કે, નોકરી કરતાં તમારી સાઈડ ઇન્કમ વધી જાય. ત્યારે તમે તેણે ફૂલ ટાઈમ બીજનસ બનાવી શકો છો.
👬 આ ફક્ત 1 વિડીયો બનાવવાની વાત કરી, પણ આ સિવાય બીજા પણ ઘણા રસ્તા છે સાઈડ ઇન્કમ ઊભી કરવાના.. તેના વડે પણ તમે સાઈડ માં પૈસા કમાઈને તમારી માટે નિયમિત સાઈડ ની આવક ઊભી કરી શકો છો, સ્ત્રીઓએ પણ પોતાના શોખના વિડીયો બનાવીને અથવા કૂકિંગ ના વિડીઓ કે લેખ લખીને પૈસા કમાવાની શરૂઆત કરવી જોઈએ.
👬 અત્યારે ઘણી બધી કંપનીઓ આપણને એવી જોવા મળે છે કે તેઓ પોતાના દિમાગથી કંપની ઊભી કરી દે છે, ત્યારબાદ તેઓ બીજું કંઈ પણ કામ કરતા હોય તેમ છતાં તેમની આવક ચાલુ જ રહે છે જેમ કે રિલાયન્સ મુકેશ અંબાણી, ટાટા એન્ડ ગ્રુપ, અદાણી, બધા એમેઝોન આ બધી જ કંપનીના માલિક ભલે બીજું કંઈ પણ કામ કરતા હોય તેમ છતાં તેમની આવક ચાલુ જ રહે છે.
તમને આ સ્ટોરી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Story” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.