🌶️ શિયાળામાં લીલી હળદર સમારીએ ત્યારે હાથ પીળા થઈ જાય છે. પીળો રંગ હાથ પર લાગ્યા બાદ ગમે તેટલી વખત સાબુ લગાવીને સાફ કરીએ તો પણ તે જતો હોતો નથી. બે કે ત્રણ દિવસ સુધી તો પીળા હાથ રહેતા હોય છે. એવી જ રીતે જ્યારે મરચાં સમારીએ ત્યારે પણ હાથમાં તીખાશ આવી જવાના કારણે બળતરા થવા લાગતી હોય છે. અમુક સમયે ભૂલથી જો આ હાથ ચહેરા, આંખ, નાક પર લાગી જાય તો ત્યાં પણ બળતરા થવા લાગતી હોય છે.
🌶️ તેમાં ખાસ કરીને નાના બાળકને મરચું અડવાની પણ ના પાડતાં હોઈએ છીએ કેમ કે તે અડે તો પણ બળતરા થવા લાગતી હોય છે. કેટલીક મહિલાઓ બળતરાના કારણે મરચું સમારવાનું પસંદ કરતી હોતી નથી. પણ આજે તમને એક ટિપ્સ જણાવીશું. જેમાં મરચું કાપ્યા કે ક્રશ કર્યા બાદ થતી બળતરામાંથી તમને છુટકારો મળી જશે. આ રહી તેને દૂર કરવાની ટ્રિક….
🌶️ દહીં- મરતું કાપ્યા પછી જો તમને હાથમાં બહુ બળતરા થતી હોય તો દહીં તેના માટે એક સારો ઉપચાર છે. તે ઉપરાંત દહીં, દૂધ અને માખણ ઠંડા લેવા પછી તેનાથી હાથ પર 2 મિનિટ સુધી મસાજ કરવી. ધીમેધીમે બળતરા ઓછી થઈ જશે. પછી હાથ પાણી વડે ધોઈ નાખવા. બળતરામાંથી છુટકારો મળી જશે. તે સિવાય તમે મધથી પણ બળતરા ઓછી કરી શકો છો. મધ લઈ હાથ પર થોડી વાર મસાજ કરવી.
🌶️ લીંબુ- લીંબુનો ટુકડો હાથ પર ઘસવાથી બળતરા ઓછી થાય છે. જો કોઈ વખત હાથ બળવાના શરૂ થાય કે તરત લીંબુનો ટુકડો હાથ પર ઘસવો રાહત મળશે. તેનાથી કોઈ પ્રકારની આડઅસર પણ થતી નથી. લીંબુ તમારા શરીર અને સ્કીન માટે સારું હોવાથી ફાયદાકારક રહેશે.
🌶️ બરફનો ટુકડો- મરચાં કાપ્યા બાદ તેના પછી હાથમાં થતી બળતરાથી કંટાળી ગયા છો તો બરફનો ટુકડો તમારા માટે કારગત સાબિત થશે. આઈસ ક્યુબ લઈ થોડી વાર હાથ પર મસાજ કરો. તેનાથી તમને બળતરા થતી ઓછી થઈ જશે. થોડી વારમાં તો જલન મટી જશે.
🌶️ હાથમાં મોજા- ઘણાં ઘર એવા હશે જેમના ત્યાં નાના બાળક હશે. તો તેમને મરચાંથી થતી બળતરાથી ખૂબ સાચવવું પડશે. તેના માટે જ્યારે પર મરચાં કટ કરો હાથમાં મોજા પહેરી લેવા. જેથી તેની તીખાશ હાથ પર નહીં લાગે અને બળતરા પણ નહીં થાય. મરચાં સમારી લીધા બાદ હાથના મોજા તમારે તરત પાઉડરવાળા પાણીમાં પલાળી લેવા. જેથી તેની તીખાશ જતી રહે.
🌶️ એલોવેરા જેલ- એલોવેરા એક ઔષધી તરીકે કામ કરે છે. તેથી વધારે મરચાં કાપો ત્યારે બળતરા થાય તો એલોવેરા જેલ લગાવી શકો છો. તેનાથી બળતરા ઓછી થશે. તેનો ઉપયોગ આ રીતે કરવો પહેલા એક એલોવેરાનું પાંદડું લેવું તેની બાજુમાંથી કાંટા કાઢી નાખવા. પછી ઉપરથી છાલ કાઢી નાખવી.
🌶️ હવે તેની વચ્ચેનો જે ભાગ રહેલો છે. તેને લઈ હાથ પર થોડી વાર મસાજ કરો. આ પ્રયોગ કરવાથી બળતરા બંધ થઈ જશે અને કોઈ પ્રકારનું નુકસાન પણ થશે નહીં. તે સિવાય ઘી, તેલ, સરસવનું તેલ મરચાં કાપવાના શરૂ કરો તે પહેલા હાથ પર લગાવી શકો છો.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.