કોઈપણ વ્યક્તિ હોય તેનો ધંધો બરાબર ન ચાલે તો હતાશ થઈ જાય છે. અને તેમાં પણ આ કોરોનાની મહામારીમાં ઘણા એવા કિસ્સા પણ જોવા મળ્યા છે કે બિઝનેસ છોડીને નોકરી કરવી પડી હોય. પરંતુ આજે તમને કેવી રીતે ધંધો કરવો અને જો ધંધો કરતા હોવ તો તેને ટોચ પર કેવી રીતે પહોંચાડવો તેની કેટલીક ટ્રિક જણાવીશું.
સૌ કોઈ ચાણક્યને જાણે છે. તેની કૌટલ્ય નીતિથી રાજા ચંદ્રગુપ્ત પણ ખુશ હતા. એટલા માટે તેમના સલાહકાર તરીકે ચાણક્યને તેમની પાસે રાખ્યા હતા. ચાણક્ય અર્થશાસ્ત્રમાં પારંગત હતા. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે બુદ્ધિ વાપરવી તો ચાણક્યની જેમ, કામ કરવું તો ચાણક્ય નીતિથી. એટલે આપણે પણ વેપાર તેની નીતિથી કરવો જોઈએ. તેમાં પહેલી ટિપ્સ આ રીતે છે.
1️⃣ કોઈપણ વસ્તુ આપણી બોલી પર નિર્ભર હોય છે. ચાણક્ય પણ માનતા હતા કે વેપારનો બધો આધાર બોલી પર નિર્ભર છે.તેનું એક ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ. બે મધ વહેંનાર વેપારી હતા. તેમાં એકની પાસે સારું અને ગુણવત્તા વાળું મધ હતું, પરંતુ તેની બોલી કડવી અને તોછડી હતી. બીજો વેપારી હતી તેની પાસે ક્વોલિટી ખરાબ વાળું મધ હતું. પરંતુ તેની બોલી મીઠી અને કોઈ માણસને ઘેલા કરી દે તેવી હતી. તો હવે જેની પાસે સારું મધ નહોતું છતાં તેનું વેચાણ સૌથી વધારે થતું હતું, કેમ કે તેની ભાષા મીઠી હતી. એટલે વેપારીએ ધંધો કરવો હોય તો ભાષા મીઠી રાખવી જોઈએ.
2️⃣ આપણે જાણીએ છીએ કે પ્રામાણિક વૃક્ષ હોય તેને કપાવાનો વારો સૌથી પહેલા આવતો હોય છે. એવી જ રીતે વેપારમાં સૌથી વધારે પ્રામાણિક ન બનવું જોઈએ. ચાણક્ય પણ કહે છે કે તમારે એવી કેટલીક વાતો હશે જે દરેકની સાથે શેર ન કરવી જોઈએ. થોડું પોતાના ધંધામાં ખાનગી હોવું જોઈએ. ચાણક્ય તમને અપ્રમાણિક નથી બનાવતા, પરંતુ બહુ વધારે પડતા પ્રામાણિક થવાની પણ ના પાડે છે.
3️⃣ કેટલાક વેપારી એવા હોય છે જેને પોતાના પૈસાની જ પડી હોય છે. પરંતુ ધંધામાં ક્યારેય પૈસાની ચિંતા ન કરવી જોઈએ. નામ કેવી રીતે માર્કેટમાં જળવાય રહે તેની કોશિશ કરવી જોઈએ. થોડા સમય પહેલા સેમસંગ કંપનીની કેટલાક મોડેલ હતા તેની બેટરીમાં બ્લાસ્ટ થવાનો પ્રોબ્લેમ સામે આવ્યો હતો. તે સમયે કંપનીએ પોતાનું નામ જાળવી રાખવા માટે થોડા ઘણા જે કોઈ પૈસાનું નુકશાન થયું તે ભોગવી લઈ, બધા મોડેલ બજારમાંથી પાછા મંગાવી લીધા. આવી રીતે તમારે ગુડવીલ બનવું હોય તો ક્યારેય પૈસાની પરવાહ ન કરવી.
4️⃣ દુખી માણસ આપણને દુખી કરે છે. એવું નથી સમજવાનું કે આપણે અમુક દુખી માણસોનો સાથ ન આપવો જોઈએ, પરંતુ જે અમુક વ્યક્તિ એવા દુખી હોય છે કે, તે બીજાને દુખી કરી આખું ઓર્ગેનાઇઝેશનના મૂળને બગાડવાનું કામ કરે છે. માટે તેવા લોકોથી દૂર રહેવાની ચાણક્ય સલાહ આપે છે.
5️⃣ કેટલાક લોકો જાણતા હશે કે કોકોકોલાની જેમ બીજી ઘણી કંપનીઓએ તેના જેવી બ્રાન્ડ બનાવવાની કોશિશ કરી, પરંતુ તેમાં સફળતા મળી નહીં. કારણ કે તેમનો જે બનાવવાનો ફોર્મ્યુલા છે. તે માત્ર કંપનીના બે જ વ્યક્તિને ખબર છે. એટલા માટે વેપારમાં તમારું સિક્રેટ ક્યારેય કોઈને ન કહેવું જોઈએ.
6️⃣ કોઈ પણ કંપનીની વાત હોય તેને બહાર લોકો સામે જાહેર ન કરવી જોઈએ. કંપનીના માલિક અથવા વેપારીએ ઘણા પ્રકારના લોકોને મળવાનું હોય છે. અને તે બધા માણસ સરખા હોતા નથી. એટલે બને ત્યાં સુધી તમારી કંપનીમાં જે કોઈ પ્રોબ્લેમ હોય કોઈને ન જણાવો.
7️⃣ આપણે જોઈએ છીએ કે કોઈપણ કંપની હોય તેમાં રિસેપ્શનીષ્ટ હંમેશાં ગર્લને જ રાખવામાં આવે છે. કેમ કે ચાણક્ય માને છે કે સૌથી મોટી તાકાત સુંદરતા અને યુવાનીમાં હોય છે. આપણે પ્લેનમાં પણ સફર કરતા જોઇ હશે કે બ્યુટીફૂલ એર હોસ્ટેસ જ હોય છે. એવી રીતે કંપનીમાં રિસેપ્શનીષ્ટ તરીકે તો એક સુંદર ગર્લને રાખવી જોઈએ. ઘણી વખત એક સારી રિસેપ્શનીષ્ટ નો હસતો ચહેરો આવનાર વ્યક્તિ માટે પોસિટીવીટી બનાવી રાખવામાં મદદરૂપ અને છે. તેમજ સેલ્સ વિભાગમાં પણ ગર્લ્સ સારું એવું પરફોર્મન્સ આપે છે.
8️⃣ કોઈ પણ વ્યક્તિ તમને ગિફ્ટ આપે તો સમજી લેવું કે તે ફ્રેન્ડશિપની સાથે તમારી પાસે તેનું કોઈ કામ કરાવવા માગે છે. તેનો ગિફ્ટ આપવાનો આશય આપણને પહેલાથી જ સમજી લેવો જોઈએ. તેને સ્વાર્થ કહીશું તો કોઈ ખોટું નથી. પણ ઘણી વખત કોઈ નિસ્વાર્થ ભાવે પણ ગિફ્ટ આપતા હોય છે. તેથી બધી વસ્તુ સમાન ના ગણવી. ત્યાં તમારે તમારી બુધ્ધિ જરૂર વાપરવી.
9️⃣ ધંધામાં દરેક વ્યક્તિના મગજ અલગ અલગ હોય છે. તેમનો સ્વભાવ પણ અલગ હોય છે. કોઈનો સ્વભાવ ગુસ્સા વાળો હોય તો કોઈનો શાંત હોય. અલગ અલગ પ્રકારના ઘણા વ્યક્તિઓ સાથે કામ કરવાનું હોવાથી તમારે એ રીતે બધાનું દિલ જીતવાની કોશિશ કરવી પડે.
જેમ કે મૂર્ખ માણસ હોય તેને તમે મૂર્ખામી કરવા દેશો તો ગમશે. ઘમંડીને થોડું માન આપશો તો તે ફુલાઈ જશે. આ રીતે અલગ અલગ વ્યક્તિ પાસેથી કેવી રીતે કામ કઢાવું તેની આવડત આપણામાં હોવા જોઈએ.
🔟 જે માણસ આર્થિક વ્યવહાર કરવામાં, જમવામાં અને જ્ઞાન મેળવવામાં ક્યારેય શરમાતો નથી તે સારી રીતે વેપાર કરી શકે છે. તેવું ચાણક્યનું માનવું છે. અને તે વ્યક્તિ સુખી થાય અને સારી રીતે વેપાર કરી શકે છે.
આ રીતે દરેક વેપારીએ આ ટિપ્સ મગજમાં ઉતારી લેવી જોઈએ. જેથી વેપાર કરવામાં ક્યારેય તકલીફ નહીં પડે. જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. જોડાઈ રહેજો આ પેજ સાથે અમે આવી બીજી માહિતી આપને આપતા રહેશું.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.