શું તમે પણ રોકાણ અને કમાણી માટે અલગ અલગ વિકલ્પો શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ખુબ જ ઉપયોગી છે. આ સ્કીમ અંતર્ગત તમે માત્ર 5000 રૂપિયાના ખર્ચથી પોસ્ટ ઓફીસ સાથે બીઝનેસની શરૂઆત કરી શકો છો. ત્યાર બાદ તમે તેમાં કમીશન રૂપે કમાણી કરી શકો છો.
પોસ્ટ ઓફિસની આ સ્કીમની મદદથી તમે સરળતાથી ખુબ સારી કમાણી કરી શકો છો અને આ વિકલ્પ એકદમ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત સાવ ઓછી કિંમતના ખર્ચે તમે આ બીઝનેસ શરુ કરી શકો છો.
- પોસ્ટ ઓફીસ માટે ફ્રેન્ચાઈઝી
તમને જણાવી દઈએ કે હાલ ભારતમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફીસ છે. લોકોએ ઘણી તેજીથી પોસ્ટ ઓફિસમાં પોતાના એકાઉન્ટ ખોલાવ્યા છે. માટે પોસ્ટ ઓફીસ પોતાની ઓળખ દરેક જગ્યા સુધી પહોંચાડવા માટે પોસ્ટ ઓફીસની ફ્રેન્ચાઈઝી આપે છે. માત્ર 5000 રૂપિયામાં પોસ્ટ ઓફીસ પોતાની ફ્રેન્ચાઈઝી આપી રહી છે.
પોસ્ટ ઓફીસ અત્યારે લોકોને બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપી રહી છે. એક આઉટલેટ ફ્રેન્ચાઈઝી ( Outlet Franchise ) અને બીજી એજન્ટ ફ્રેન્ચાઈઝી ( Agent Franchise ) છે. તમે આ બંનેમાંથી કોઈ પણ પ્રકારની ફ્રેન્ચાઈઝી લઈને બીઝનેસ શરુ કરી કમાણી કરી શકો છો.
હજુ પણ અમુક જગ્યા એવી છે જ્યાં પોસ્ટ ઓફીસ ખોલવાની ખાસ જરૂર છે. અને ઘણી જગ્યા એવી છે જ્યાં પોસ્ટ ઓફીસ ખોલવી શક્ય નથી. તો તેના માટે પોસ્ટ ઓફીસ આઉટલેટ ફ્રેન્ચાઈઝી આપે છે. આ ઉપરાંત જે એજન્ટ શહેરો અને ગ્રામીણ ક્ષેત્રમાં પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી ઘરે-ઘરે પહોંચાડે છે. તેને પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઈઝી કહેવામાં આવે છે.
- પોસ્ટ ઓફીસની ફ્રેન્ચાઈઝી માટેની શરતો:
(1) પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લેવા માટે અમુક શરતો રાખવામાં આવી છે. જો તમે તે શરતો ધરાવતા હોય તો પોસ્ટ ઓફીસ ફ્રેન્ચાઈઝી લઇ શકો છો.
(2) આ ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારી ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારું ભારતીય હોવું ખુબ જ જરૂરી છે.
(3) કોઈ પણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી ઓછામાં ઓછા 8 ધોરણ પાસ થયાનું સર્ટીફીકેટ હોવું પણ જરૂરી છે. આ ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે 5000 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. 5000 રૂપિયા સિક્યોરીટી ડીપોઝીટ આપવાની રહેશે.
- ફ્રેન્ચાઈઝી લઈને આ રીતે કમાઈ શકો છો:
જેવી તમને ફ્રેન્ચાઇઝી મળી જાય ત્યાર બાદ તમને તમારા કામના હિસાબ પ્રમાણે એક નિશ્ચિત કમીશન આપવામાં આવશે. એક મહિનામાં હજારો રૂપિયાનું કમીશન પણ મળી શકે છે.
રસ ધરાવતા ગ્રાહકોને તમે પોસ્ટલ એજન્ટ બનીને ઘરે-ઘરે જઈને પોસ્ટ ઓફીસ તરફથી મળતી સુવિધાઓ પહોંચાડી શકો છો. આ સુવિધામાં સ્ટેમ્પ, સ્પીડ પોસ્ટ, આર્ટીકલ, સ્ટેશનરી, મની ઓર્ડરના બુકિંગ જેવી સુવિધાઓ તમે ફ્રેન્ચાઈઝી લઈને પોતાની રીતે ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો.
- ફ્રેન્ચાઈઝી લેવા માટેની વિધિ:
પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. તેના માટે તમારે કસ્ટમર્સને અપ્લાય કરવાનું રહેશે. અપ્લાઈ કરવા માટે India Post ની ઓફિસિયલ સાઈટ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. 👉 https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles
આ ઓફિસિયલ વેબસાઈટ ખોલવાની રહેશે. અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી ભરી શકો છો. ત્યાર બાદ આ ફોર્મ તમારે નજીકના પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. જો તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ ન કરવા માંગતા હોય તો તમે પોસ્ટ ઓફીસ પાસેથી પણ આ ફોર્મ મેળવી શકો છો.
તમને જણાવી દઈએ કે જે લોકોને પસંદ કરવામાં આવશે તેમણે પોસ્ટ ઓફીસ સાથે એક એમઓયુ સાઈન કરવાનું રહેશે. ત્યાર બાદ જ તેઓ ફ્રેન્ચાઇઝી લઈને પોસ્ટ ઓફિસની સુવિધાઓ ગ્રાહક સુધી પહોંચાડી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.