🪁 મિત્રો થોડા જ સમયમાં આપણા ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ આવશે. તમે બધા મોજ-મસ્તીથી આ તહેવાર માનાવશો. આ દિવસે સુર્ય ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે, એટલા માટે આપણે તેને મકરસંક્રાંતિ પણ કહી છીએ. જેમાં દાન કરવાનો મોટો મહિમા છે.
🪁 જો તમે ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો આ સરળ ઉપાયો કરો. શાસ્ત્રો મુજબ આ દિવસે કરેલું દાન “અક્ષય દાન” ગણાય છે. તમે કોઈ પણ જરૂરિયાત મંદને વસ્તુ આપો, ગાયને ચારો આપો અથવા ભોજન કરાવો તો તે સફળ થાય છે.
👉 શાસ્ત્રો અનુસાર ઉત્તરાયણમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. જો તમે વહેલા ઉઠીને બ્રહ્મ મહૂર્તમાં સ્નાન કરો તો તમને ઘણો લાભ થઈ શકે છે. પુરાણો અનુસાર જે વ્યક્તિ આ દિવસે વહેલા સ્નાન કરે છે તે આજીવન નીરોગી રહે છે અને તેના પર લક્ષ્મી માતાની કૃપા પણ બની રહે છે.
👉 આપણે બધા ઉત્તરાયણમાં તલથી બનેલ વસ્તુ વધુ ખાતા હોય છીએ. પરંતુ આપણા પુરાણો અનુસાર જો સવારે સ્નાન કર્યા પહેલા તલના તેલથી શરીરમાં માલિશ કરી અને સ્નાન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે. તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે.
👉 જો આ દિવસે સફેદ તલનું મંદિરોમાં દાન કરવામાં આવે તો તમારા પર લક્ષ્મીજીની કૃપા રહે છે. ઉપરાંત આ દિવસે ગાયના ઘીનો દીવો શંકર ભગવાનના મંદિરે શિવલિંગ સામે કરો તો તમારા પર શંકર ભગવાનની કૃપા થાય છે અને તમને જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ થતી નથી.
👉 ઉત્તરાયણના દિવસે પિતૃને સંતૃપ્ત કરવા માંગતા હોય તો આ દિવસે પિંડનું શ્રાદ્ધ પણ કરી શકો છો અને પાઠ પણ કરી શકો છો. જેનાથી પિતૃને શાંતિ મળે છે અને તમારા પર પિતૃની કૃપા થાય છે અને તમારા બધા કાર્યો સફળ થાય છે. ઉપરાંત તમને પિતૃદોષથી છુટકારો મળે છે.
👉 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્તરાયણના દિવસે તાંબાનો સિક્કો અથવા તાંબાની વસ્તુને નદીના વહેતા વહેણમાં પધરાવવામાં આવે તો સુર્યદોષથી મુક્તિ મળે છે. ઉપરાંત આ દિવસે લાલ કપડામાં ઘઉં અને ગોળ ગરીબને દાન કરવામાં આવે તો તમારા પર વિષ્ણુ ભગવાનની કૃપા થાય છે અને તમારી ઈચ્છા પૂર્ણ થાય છે.
👉 મક્સંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદોને ભોજન અથવા ગરીબોમાં કપડાં, ઘઉ, ચોખા અથવા કોઈ પણ અનાજ, કઠોળનું દાન કરવામાં આવે તો ઘણું લાભદાઈ માનવામાં આવે છે અને તમે જીવનમાં સમૃદ્ધિના પગલાંમાં આગળને આગળ વધતાં જશો.
👉 આ દિવસે ગાયના ઘીનો અભિષેક ભગવાન શંકરની શિવલિંગ પર કરવામાં આવે તો તમારા પર શંકર ભગવાનની કૃપા બની રહે છે અને તમારા ઘરમાં હંમેશા રોનક છવાય રહે છે. ઉપરાંત તાંબાના લોટામાં સફેદ તલ ભરી આ લોટાનું દાન કરવાથી બધા દેવી-દેવતાઓ તમારા પર પ્રસન્ન થાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા અથવા કથા કરવામાં આવે તો પણ ઘણું સારું માનવામાં આવે છે.
જો મકરસંક્રાંતિમાં દાનથી થતાં લાભ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.