👄 આપણે બધા ચહેરાને સુંદર કરવા અનેક પ્રયાસો કરતાં હોય છીએ. જેમાં અલગ-અલગ કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને બ્યુટીપાર્લરમાં જતા હોય છે. પરંતુ શિયાળાની ઋતુ આવે એટલે સૌથી વધુ અસર હોઠ અને ચામડી પર પડે છે. જો ચહેરો સુંદર હોય અને હોઠની ચામડી ખરાબ થઈ ગઈ હોય તો સુંદરતા ખોરવાઇ જાય છે.
👄 ચહેરો ત્યારે જ સુંદર દેખાય જ્યારે આપણા હોઠ લાલ અને ગુલાબ જેવા નરમ હોય. આવા હોઠ કરવા માટે અનેક પ્રયાસો કરવા પડે છે. છતાં જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો બધા પ્રયાસો નિષ્ફળ જાય છે. જો તમારે હોઠ સુંદર કરવા છે અને કોઈ મોંઘા પ્રોડક્ટ્સ કે બ્યુટીપાર્લરમાં જવું નથી તો અમે આજે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમારા હોઠ એકદમ સુંદર અને ગુલાબની પાંખડી જેવા થઈ જશે.
👄 હોઠને સુંદર કરવા માટેનો સૌથી સરળ ઉપાય :-
👉 આપણે બધા સંતરાની છાલ ફેકી દેતા હોઈએ છીએ. પરંતુ તે ખૂબ ગુણકારી છે. હોઠને સુંદર કરવા માટે સંતરાની છાલને સૂકવી અને પાવડર બનાવવો. હવે તેમાં દૂધ નાખી અને પેસ્ટ બનાવી લેવું ત્યાર બાદ આ પેસ્ટને હોઠ પર લગાવવાથી તમારા હોઠ એકદમ સુંદર અને મુલાયમ થઈ જશે. ઉપરાંત તમે હળદરનો પણ પ્રયોગ કરી શકો છો. જેમાં હળદર લઈ અને તેમાં દૂધ ઉમેરવું અને પેસ્ટ બનાવી લેવું આ પેસ્ટને પણ હોઠ પર લગાવવાથી તમારા હોઠ મુલાયમ થઈ જાય છે.
👉 દૂધમાં ગુલાબની પાંખડી પીસીને નાખી તેને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દો. હવે ઠંડુ થયા બાદ તેમાં બદામ પાવડર એડ કરો અને પેસ્ટ બનાવી લેવું. આ પેસ્ટને તમે નિયમિત હોઠ પર લગાવો તો તમારા હોઠ પણ ગુલાબની પાંખડી જેવા લાલ અને મુલાયમ થઈ જશે. તદ્દઉપરાંત તમે અડધી ચમચી મધ અને અડધી ચમચી લીંબુ એડ કરી પેસ્ટ બનાવી લ્યો હવે આ પેસ્ટને હોઠ પર લગાવવામાં આવે તો તમારા ફાટી ગયેલા હોઠ ફરી પાછા મુલાયમ થઈ જશે.
👉 ટામેટાની છાલ કાઢી અને તેનું પેસ્ટ બનાવી દૂધમાં મિક્સ કરી અને તમે હોઠ પર લગાવી શકો છો. જેથી હોઠ સુંદર અને મુલાયમ થઈ જશે. ઉપરાંત હોઠ ફાટી ગયા હોય તો ગ્લિસરીન પણ લગાવી શકો છો જેથી આ સમસ્યામાંથી રાહત મળી રહે.
👉 શિયાળાની ઋતુને કારણે હોઠ ફાટી ગયા હોય તો દૂધમાં કેસર મિક્સ કરી અને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દેવું. હવે આ દૂધને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ થઈ જાય છે. ઉપરાંત તમે એક ચમચી મલાઈમાં દાડમનો રસ અથવા બીટનું જ્યુસ ઉમેરી અને હોઠ પર લગાવવામાં આવે તો તમારા હોઠ એકદમ સુંદર થઈ જશે. બીટનું જ્યુસ અથવા ગાજરનું જ્યુસ પણ વાપરી શકો છો.
👉 હોઠ કાળા થઈ જાય તો તમે લીંબુનો પ્રયોગ કરી શકો છો. આ પ્રયોગ કરવા માટે લીંબુના રસને રાત્રે સૂતા સમયે હોઠ પર લગાવવો અને સવારે તેને સાફ કરવું. લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે જે તમારા હોઠની ચામડીને પોષણ આપે છે. ઉપરાંત તમે કાકડીનો પ્રયોગ કરી શકો. જેમાં કાકડીના નાના ટુકડા કરી તેને હોઠ પર લગાવવા અને થોડી વાર બાદ હોઠ પર આ ટુકડા ઘસવા જેનાથી તમારા હોઠ ગુલાબી થઈ જશે.
👉 આ બધા ઉપાયને કરી તમે તમારા હોઠને સુંદર અને મુલાયમ કરો શકો છો અને કોઈ પણ મોંઘા કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના ઉપયોગ વગર તમે સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. આ બધા પ્રયોગને કરવાથી તમને એક પણ જાતનું નુકશાન થશે નહીં.
જો હોઠને ગુલાબી અને મુલાયમ બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.