🚖કાર લેવાનો વિચાર કરીએ એટલે સૌથી પહેલા કયા કલરની કાર લઈશું તેનો વિચાર આવતો હોય છે. તેમાં પણ ઘરના દરેક સભ્ય પોતાની ચોઈસ પ્રમાણે કારના કલરની ઇચ્છા વ્યક્ત કરતા હોય છે. પણ મોટાભાગે લોકો વાઇટ કલર કારમાં વધારે લેવાનો પસંદ કરે છે. તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે. જેમને લાલ, વાદળી, કથ્થઇ, પીળો વગેરે જેવા અલગ-અલગ કલર લેવાનું પસંદ હોય છે. 🚘
🚖તો આપણા કલરની પસંદની કાર ઘરમાં આવ્યા બાદ તમે કેવી રીતે ગરમીમાં તે કલરની સાચવણી કરશો. ગરમીમાં આખો દિવસ તડકામાં પડી રહેતો ગાડીના કલરને લાંબા ગાળે નુકશાન થતું હોય છે. તડકો, બહારનું પ્રદૂષણ વાળું વાતાવરણ અને વાહનોના સંપર્કમાં આવનારા એસિડિક પદાર્થોના કારણે કારનો કલર દિવસે દિવસે ઝાંખો પડતો જાય છે. તો તમને જણાવીએ કે કેવી રીતે આ કલરને ગરમીથી અને પ્રદૂષણથી બચાવશો.🚘
🚖કારને નિયમિતરૂપે ધુઓ- ગાડીને નિયમિત રીતે ધોતા રહો. પાણી વડે કાર સાફ કરવાથી કાર પર લાગેલી ગંદકી સાફ થઈ જાય છે. જો તમે ગાડીને નિયમિત પાણી વડે સાફ કરો છો તો વધારે સમય ટકી રહેશે અને કલર પણ ઝાંખો પડતો નથી. પરંતુ વારંવાર ગાડી સાફ કરવા માટે શેમ્પૂ અથવા સાબુનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે અથવા વધારે પ્રમાણમાં ડિટર્જન્ટ વાપરશો તો ગાડીનો કલર ઝાંખો પડી શકે છે.🚘
🚖ગાડીને આ રીતે સૂકાવા દો- કારને પાણી વડે સાફ કર્યા પછી હવામાં સૂકવવાના બદલે કાર સાફ કરવાનો સ્પેશિયલ રૂમાલ આવે છે. જેને માઇક્રોફાઈબર રૂમાલ કહેવાય છે. તેના વડે સૂકવો. જેથી કાર ધોયા બાદ પાણીના ડાઘા કલર પર પડી જતા હોવાથી તે રૂમાલથી સારી રીતે સાફ થઈ જશે. અને કલર ઉપર ડાઘ દેખાશે નહીં.🚘
🚖તમારી કારને નિયમિત રીતે વેક્સ કરો- બરાબર સાફ કરી અને સૂકાય જાય તે પછી કારને વેક્સ પણ કરી શકો છો. વેક્સ તમે 2 કે 3 મહિનામાં એક વાર અવશ્ય કરાવવું જોઈએ. વેક્સ કરાવાથી તમારી કારના કલરને ટોપકોટની સુરક્ષા મળતી હોય છે. તેથી કારનો કલર નવો જ રહેશે.🚘
🚖કારને લેમિનેશન કરાવો- તમે કારને લેમિનેશન પણ કરાવી શકો છો. તેનાથી તમારી કારને કોઈપણ ઋતુમાં કલર એમ જ રહેશે. બજારમાં આ પ્રકારના લેમિનેશન ઓછામાં ઓછી કિંમતમાં મળી શકે છે. લેમિનેશન કરાવો ત્યારે કારના કલર પર એક પ્રકારનું લેયર કરવામાં આવે છે. જે કલરના જેવું ચમક દાર રહેતું હોય છે. તેમજ કયું લેમિનેશન સારું આવે છે તે જાણીને પછી લેમિનશન કારવજો. એમજ ગમે તે ના કરવી નાખતા. લેમિનેશનનો ડિટેલમાં બીજો લેખ જલ્દીથી તમને આપીશું. 🚘
🚖કારને હંમેશાં કારપોર્ટ અથવા ગેરેજમાં પાર્ક કરો- કારને હંમેશાં પાર્કિંગમાં જ પાર્ક કરવી જોઈએ. જેનાથી તડકો અને બહારનું પ્રદૂષણ દૂર રહે છે. અથવા તમારી પાસે કાર પાર્કિંગના હોય તો કારપોર્ટ બનાવો. જે ચારેબાજુ હવા ઉજાસ વાળું હશે પણ કારને તડકાથી બચાવીને રાખશે.🚘
🚖વાહનને આ રીતે ઢાંકો- જો તમારી પાસે કાર પાર્કિંગ કે કારપોર્ટ નથી. અને કારને તડકાથી બચાવી છે. તો કારને કવર ચઢાવી દો. બજારમાં પ્લાસ્ટિકના કવર ઉપલબ્ધ હોય છે. જેની કિંમત પણ સામાન્ય છે. જેનાથી તમારી કાર ખરાબ થતી બચી જશે. તે સિવાય તમારી પાસે મોટું કપડું હોય તો તેનાથી પણ કાર ઢાંકી શકો છો.🚘
🚖છાંયડામાં આ રીતે કાર પાર્ક કરવી- કાર લઈને જ્યારે પણ જાવ ત્યારે તમે છાંયડામાં મૂકવાનું રાખો. ઑફિસ જાવ કે ખરીદી કરવા મોલમાં ગયા હોવ. છાંયડામાં કાર પાર્ક કરવાથી ગરમ પણ નહીં થાય અને કલરનો શેડ પણ જળવાઈ રહેશે.🚘
🚖ઉપરની બધી આદતો છે તો, સાવ સામાન્ય પણ એક વખત તમે જ વિચારો તમે તમારી કાર માટે ઉપરના માંથી કેટલી કાળજી રાખો છો? આ નાની નાની બાબત તમારી કારણે તો ચકચકિત રાખશે જ. ઉપરથી જ્યારે કાર વેચવાની તૈયારી કરશો ત્યારે કારની રિસેલ વેલ્યૂ પણ 2-5% સારી કેર કરવાના લીધે વધશે. તો, ઉપરના પોઈન્ટ અપનાવો અને કારને ચકચકિત રાખો. 🚘
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. જોડાઈ રહેજો આ પેજ સાથે અમે આવી બીજી માહિતી આપને આપતા રહેશું.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.