આજે અમે તમને એક જોરદાર ટિપ્સ આપવા જય રહ્યા છીએ, જેનાથી તમારી ગાડી ભલે જૂની હોય કે નવી હોય પણ ગાડીનો લુક્સ ખૂબ જ ચમકી ઉઠશે. આજે આપણે વાત કરીશું ગાડીનો લોગો કેવી રીતે ક્લીન કરીશું. કેમ કે મોટા ભાગની ગાડીના લોગોને જ્યારે કાંટ લાગે છે અથવા અમુક પીળાશ લોગોની આજુ બાજુ જામી જતી હોય છે તો એ દૂર નથી થતી.
પણ આજે તમને એક લિક્વિડ વિષે જણાવીશું અને તે લિક્વિડથી કેવી રીતે લોગો સાફ કરવો તેની રીત જણાવીશું. આ લિક્વિડ ફ્રીમાં તમારી આસપાસ જ મળી જશે તેના વિષે પણ જણાવીશું. આ લોગો સાફ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તે પણ જાણીશું. તો આવો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ બધી માહિતી.
કેવા પ્રકારના લોગો સાફ કરી શકાય – લગભગ મોટા ભાગની ગાડીઓનો લોગો ક્રોમિક હોય છે. (ક્રોમિક લોગો એટલે આપણને ચાંદી કે સ્ટીલ જેવો ચળકાટ મારતા લોગો.) (ઉપરનો ફોટો જોવો.) આ પ્રકારના લોગો હોય છે તેમાં ઘણી વખત અમુક સમયે કાંટ લાગવાના નિશાન તેમજ અમુક વખત વાતાવરણ કે પાણીના હિસાબે લોગો આસપાસ પીળાશ પડતી સારી કે મેલ જામી જતાં હોય છે. તો આ પ્રકારની સમસ્યાને આપણે આ આ ખાસ લિક્વિડથી દૂર કરીશું.
આ લિક્વિડ કયું છે અને તે ક્યાંથી મળે. – આ લિક્વિડ છે ગાડીની બેટરીનું પાણી. આ બેટરીના પાણીમાં બહુ થોડા પ્રમાણમાં સલફયુરીક એસિડ હોય છે. એટલે કે સમજો કે, બેટરીના પાણીમાં 20% જેટલું સલફયુરીક એસિડ છે અને બાકીનું 80% પાણી હોય છે. વધુ પ્રકારનું જલદ સલફયુરીક એસિડ જે લેબોરેટરીમાં હોય તે નથી વાપરવાનું.
કોઈ એવી નાનકડી પાણી ખેંચવાની વસ્તુ વડે બેટરીમાંથી થોડું ફક્ત અડધાથી પણ ઓછું હોય એટલું પાણી ખેંચો. અને તે પાણી આપણે લોગો સાફ કરવા માટે વાપરવાનું છે. બાકી બીજી કોઈ વસ્તુ આ પાણીમાં એડ કરવાની નથી.
આ બેટરીના પાણીમાં કમ માત્રામાં સલફયુરીક એસિડ છે એટલે તે બેટરીનું પાણી જ વાપરી શકાય. તેમજ આ બેટરીનું પાણી તમે હાથ પર નાખો તો હાથ બળવા નથી લાગતો કેમ કે, સલફયુરીક એસિડની માત્રા બહુ ઓછી છે. અને પાણીની માત્રા વધુ હોય છે. તો ચાલો જાણીએ કે, બેટરીના પાણીથી કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લોગો સાફ કરવો.
લોગો કેવી રીતે સાફ કરવો. – આ બેટરીનું પાણી બહુ થોડું જ લેવાનું છે અડધા કપ જેટલું જ.. ત્યારે બાદ તેમાં 1 નાનકડું કપડું લઈને લોગો પર આ પાણી લગાવવાનું છે. ત્યાર બાદ 1 ટુથ બ્રશ લઈને લોગો આસપાસ સાફ કરવાનું છે. પણ લોગો સાફ કરતી વખતે સાવ ઓછું પ્રેશર જ આપવાનું છે. જેમ તમે દાંત પર બ્રશ કરો તેટલું અથવા તેનાથી પણ ઓછું.
સાફ કર્યા બાદ થોડી વાર બાદ લોગોને પાણી વધે ધોઈ નાખો. પછી તમે જોઈ શકશો કે તમારો લોગો જબરજસ્ત રીતે ચમક્વા લાગ્યો હશે. ત્યાર બાદ સાફ કપડાં વડે લોગો ક્લીન કરી લેવાનો છે. આ રીતે તમે તમારી ગમે તેવી જૂની ગાડીનો લોગો પણ એકદમ નવા જેવો ક્લીન કરી શકશો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.