આજે તમને ખૂબ મહત્વની વાત કરવા જઇ રહ્યા છીએ, જે વાત છે નવી ગાડીની કે જેને ફક્ત 20-30 હજાર km ચલાવીએ તો પણ તેનું અમુક કારણો સર એન્જિન ફેઇલ થઈ જાય છે. તમને આ સાંભળીને પણ નવાઈ લાગશે કે ફક્ત 20-30 હજાર ચાલેલી નવી ગાડીનું તો કાઇ એન્જિન ફેઇલ થતું હશે. આવો જાણીએ આ એન્જિન ફેલ કેવી રીતે થયું, તે પાછળ કઈ ભૂલ હોય છે અને જો તમારી સાથે આવું બને તે પહેલા શું ધ્યાન રાખવું જોઈએ..
🛠️શું હોય છે આ નવી ગાડીમાં 20-30 હજાર km એ એન્જિન ફેલ થવાનું મેઇન કારણ. ⚙️
🔩 સૌ પ્રથમ નવી ગાડીમાં એન્જિન આ રીતે ફેલ થવા પાછળ નું મેઇન કારણ એ હતું કે, એન્જિન ઓવર હિટ થયું હતું. ઓવર હીટના એન્જિન કેમ થયું ? તે પાછળ પણ કારણ હતું કે રેડીએટર લીક થયું હતું. હવે સમજો કે, ગાડીમાં એન્જિનને ઠડું રાખવાનું કામ કુલેન્ટ અને રેડીએટર બંને કરતાં હોય છે. રેડીએટર ઠંડુ કુલન્ટ એન્જિનમાં મોકલે છે અને એન્જિન ની ગરમી એ ઠંડા કુલન્ટ ને ગરમ કરીને ફરી રેડીએટર પાસે મોકલે છે. ફરી રેડીએટર ગરમ કુલેન્ટ ને ઠંડુ કરી એંજિનને મોકલે છે આમ, આ સાઇકલ ચાલતી હોય છે.
⚙️પણ જો રેડીએટર લીક થાય તો, ધીમે ધીમે કુલન્ટ અથવા પાણીનું પ્રમાણ ઘટે છે. અને આ પ્રમાણ ઘટવાથી ધીમે ધીમે એંજિનને ઠંડુ રાખવા માટે જોઈતું કુલન્ટ ઓછું પડવા લાગે છે. અને તેનાથી ઓવર હીટિંગની સમસ્યા શરૂ થાય છે. કેમ કે જો ગાડી શરૂ હોય એટલે એન્જિન તો શરૂ રહેવાનું જ છે. આ ઓવર હીટિંગ તમને તરત જ ગાડીના ડેશ બોર્ડમાં હાઇ ટેમ્પરેચર ની વોર્નિંગ લાઇટ આપવા લાગે છે.
🛠️તેમ છતાં જો તમે ગાડી ચલાવ્યા કેરો તો એન્જિનમાં ભયાનક માત્રામાં ઓવર હીટિંગ થવા લાગે છે. તેનાથી એન્જિનમાં હેડ, ગેસકીટ, પિસ્ટન, પિસ્ટન પિન તેમજ વાલ્વ ની કન્ડિશન ખૂબ જ ખરાબ થાય છે. એન્જિનના આ બધા પાર્ટ ચોક થઈ જાય છે. મતલબ કે, પૂરું એન્જિન સિજ થઈ જાય છે એટલે કે, એન્જિન ફેઇલ થઈ જાય છે.
🔩તો, હવે જાણો કે, એન્જિન ગરમ થવા લાગે તો આપણને ખબર કેમ પડે, એ પરિસ્થિતીમાં આપણે શું કરવું જોઈએ. તેમજ હાઇ ટેમ્પરેચરની વોર્નિંગ લાઇટ ના આવે તો પણ કેમ ખબર પડે કે એન્જિન હીટ થવા લાગુ છે. તેમજ આપણે એંજિનને ફેલ થતાં બચાવવા માટે શું-શું કરવું આવો જાણીએ નીચે..
⚙️એન્જિનને ઓવર હીટિંગ થી બચાવવા આ કામ સૌથી પહેલા કરો.. 🛠️
⚙️સૌ પ્રથમ તો સમજો કે, રેડીએટર જો લીક થવા લાગે અને તેમાંથી કુલન્ટ ઓછું થાય એટલે તરત એન્જિન ગરમ થવા લાગે તો તરત જ ગાડીના ડેશ બોર્ડ પર હાઇ ટેમ્પરેચર ની વોર્નિંગ લાઇટ આવી જશે. એટલે સમજો કે, હવે ગાડીનું એન્જિન ગરમ થવા લાગ્યું છે. એટલે ગાડીને આરામ આપો અથવા તો ગાડીમાં ચેક કરો કે બીજો કોઈ પ્રોબ્લેમ નથીને.. કુલેન્ટ લીક હોય તો ગાડી ચલાવ્યા વગર બીજી કોઈ રીતે તેણે ગેરેજ લઈ જાઓ.
🛠️આ સિવાય ક્યારેક જો ગાડી હાઇ ટેમ્પરેચરની વોર્નિંગ લાઇટ ના દેખાડે છતાં પણ તમને ગાડીમાં કાઈક વધુ ગરમ થતું હોય તેવી સ્મેલ આવે તો પણ ગાડી ઊભી રાખીને ચેક કરો. કેમ કે, અમુક વખત એવું બની શકે કે રેડીએટર લીક થવાના કિસ્સામાં ટેકનિકલ એરરના લીધે હાઇ ટેમ્પરેચર લાઇટ ના પણ દેખાડે. આખરે ગાડી પણ એક મશીન છે ભૂલ થઈ શકે છે. પણ તમને કોઈ ગરમ થવાની સ્મેલ આવે તો તમે ચેક કરવાનું ના ભૂલતા.
🔩ત્રીજી વસ્તુ છે કે, હાઇ ટેમ્પરેચર લાઇટ તમને આગળના લેખમાં જણાવ્યું તેમ ત્રણ કલરમાં આવે ગ્રીન, ઓરેન્જ અને રેડ. તેમાં ગ્રીન એટલે ઓકે કહેવાય, ઓરેન્જ લાઇટ આવે એટલે સમજો એન્જિન થોડું ગરમ છે, એટલે આરામ આપો અને જલ્દીથી ગેરેજ પહોંચો. પણ જો રેડ લાઇટ આવે એટલે ભૂલ્યા વગર ગાડી ઊભી રાખી દો. અને બોનેટ ઊંચું કરીને ચેક કરો શું પ્રોબ્લેમ છે. અથવા ગાડી વધુ ચલાવવાના લીધે રેડ લાઇટ આવી હોય તો, ગાડીને ઠંડી થવા દો. તેમજ ગાડીને ચલાવો નહીં અને ફટાફટ ગેરેજમાં લઈ જાવ.
⚙️ ખાસ નોંઘ – જો તમને એમ હોય કે, ગાડી નવી છે એટલે મનફાવે તેમ ચલાવીએ તો પણ એન્જિનને કાઇ ના થાય તેવા ભ્રમમાં બિલકુલ ના રહેતા. આ હાઇ ટેમ્પરેચરનો મુદ્દો ડાયરેક્ટ તમારા એન્જિન સાથે જ કનેક્શન ધરાવે છે. અને કોઈ પણ કારણે એન્જિન વધુ ગરમ થયું, રેડીએટર લીક થવાથી, ગાડી વધુ ચલાવવાથી, અથવા ઓઇલની કમીથી અને તમે જો ધ્યાન ના આપ્યું. એટલે સમજો તમારી નવી નક્કોર ગાડીના એંજિનનું રામનામ સત્ય થઈ જશે.
એટલે આ હાઇ ટેમ્પરેચરની લાઇટને તમારા મનમાં ફિટ કરી લેજો. અને મહત્વની વાત પણ એ પણ છે કે, આપણું ગુજરાત ગરમ પ્રદેશ પણ છે એટલે એન્જિન તો ગરમ થવાના જ છે. પણ ધ્યાન આપણે રાખવાનું છે. એટલે પ્રથમ તો હાઇ ટેમ્પરેચરની વોર્નિંગ લાઇટને ક્યારેય ઇગ્નોર ના કરતાં. ગાડીમાં આવતી ડેશ બોર્ડની મહત્વની 25 વોર્નિંગ લાઇટ નો અર્થ ગુજરાતીમાં શું થાય તે જાણવું હોય તો આ લાલ કાર ઉપર અથવા નીચેના ફોટો પર ક્લિક કરો. 👉🚗🚗👈 દરેક લાઇટ તમને શું કહેવા માંગે છે તે ગુજરાતીમાં સમજી શકશો. . (જુઓ નીચેનો ફોટો)
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.