તમે બધા કારમાં AC નો ઉપયોગ તો કરતાં જ હશો, આજે ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને કારમાં AC ના ફાવતું હોય. હા, એવા પણ અમુક લોકો હોય છે. પણ આજે આપણે વાત કરશું કારણ AC વિષેની અને AC ના 2 એવા બટન વિષેની કે, જે ખૂબ જ મહત્વના છે પણ તેનો ઉપયોગ કોઈને નથી ખબર હોતી.
મોટા ભાગના લોકોને કારમાં ફક્ત AC શરૂ કરતાં આવડતું હોય અને ધીમું અને ફાસ્ટ કરતાં આવડતું હોય. પણ આજે આપણે ACના 2 બટન વિષે જાણીશું કે જેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય સાથે અને ગાડીના એન્જિન સાથે જોડાયેલો છે. આ 2 બટનના નામ છે (1) રીસર્ક્યુલેશન બટન (2) એક્સટર્નલ એર ઇન્ટેક બટન તો આવો આ બટન ના મહત્વના ઉપયોગ વિષે જાણીએ. તેમજ ક્યારે આ બટન શરૂકરવા જોઈએ અને ક્યારેય બંધ કરવા જોઈએ તે પણ જાણીએ.
(1) રીસર્ક્યુલેશન બટન – આ બટન નામ પ્રમાણે જ ગાડીની અંદરની હવા ને રિસર્ક્યુલેટ કરે છે. આ બટનને આ આસન ભાષામાં સમજવા ખાતર “અંદરની હવાનું બટન” કહીશું. આ બટન નો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે ના કરવો તે નીચે જાણીશું.
(2) એક્સટર્નલ એર ઇન્ટેક બટન – આ બટન બહારની હવાને ગાડીની અંદર લાવે છે. અને AC અથવા ફેન મારફત ગાડીની અંદર બહારની હવા મોકલે છે. આ બટનને પણ સમજવા ખાતર આપણે “બહારની હવાનું બટન” કહીશું. તેમજ નીચે મુજબ જાણીશું કે, આ બટનનો ઉપયોગ કેમ અને ક્યારે કરવો જોઈએ.
🌞 જ્યારે ઉનાળો હોય ત્યારે – જ્યારે બહાર 40-45 ડિગ્રી ગરમ તાપમાન હોય ત્યારે કયું બટન શરૂ કરવું જોઈએ? ઘણા લોકોને એમ થાય કે ગાડીમાં ગરમીના લીધે બહારની શુદ્ધ હવા અંદર લઈએ. પણ આ ભૂલ ક્યારેય ના કરતાં. જો તમે બહારની હવાનું બટન દબાવશો તો, બહાર ફૂલ ગરમ હવા હોય છે અને તે તમારી ગાડીમાં આવે એટલે તેણે ઠંડી કરવા માટે AC પર અને એન્જિન પર ખૂબ ભાર પડે છે.
🌞 બહાર ખૂબ ગરમી હોય ત્યારે અંદરની હવા વાળું બટન દબાવવું જોઈએ. કેમ કે, AC ના લીધે ગાડીમાં તો ઠંડી હવા હોય જ છે. અને જ્યારે આ બટન દબાવો ત્યારે તે અંદરની ઠંડી હવાને જ ફરીથી સર્ક્યુલેટ કરે છે એટલે AC પર અને એન્જિન પર વધુ ભાર નથી પડતો.
🚦 જ્યારે તમે ટ્રાફિકમાં ફસાઈ જાવ ત્યારે – જ્યારે તમે ટ્રાફિકમાં ફસાયા હોય અને બહાર બહુ ધુમાડો હોય ત્યારે શું કરવું. તો ત્યારે પણ તમારે અંદરની હવા વાળું બટન શરૂ કરી દેવાનું છે, જેનાથી બહારની પોલ્યુશન વળી હવા ગાડીની અંદર ના આવે અથવા ગાડીના ac ના ફિલ્ટરમાં પણ તે હવા ના આવે. તેથી ટ્રાફિકમાં જ્યારે તમે આ બટન દબાવશો એટલે અંદરની હવા જ અંદર રહેશે. આ સમયે બહારની હવા વાળું બટન ક્યારેય ના દબાવતા કે કાચ ના ખોલતા.
🚗🌞 જ્યારે ગાડી લાંબા સમય સુધી તડકે પડી રહી હોય ત્યારે – આ સમયે કોઈ પણ બટન દબાવતા પહેલા સૌ પ્રથમ બધા કાચ નીચે કરી દો, ત્યાર બાદ 2-3 મિનિટ ગાડી શરૂ કરીને એમ જ પડી રહેવા દો, અને ગાડીમાં ફેન શરૂ કરી દો. ત્યાર બાદ જ્યારે ગાડી ઠંડી થઈ જાય, ગાડીમાં સારું કુલિંગ આવી જાય ત્યાર બાદ તમે અંદરની હવાનું બટન શરૂ કરી શકો છો.
એન જો ગરમ ગાડીમાં બેસતાંવેંત જ તમે અંદરની હવાનું બટન દબાવશો તો, ગાડીની અંદરની ગરમ હવા એમ જ અંદર ફરતી રહે છે અને તમને સ્વાસ્થ્ય સબંધી રોગ થઈ શકે છે. તેનાથી ફેફસાને પણ નુકશાન થઈ શકે છે. એટલે ગાડી સૌ પ્રથમ ઠંડી થવા દો. ત્યારે બાદ અંદરની હવાનું બટન દબાવો.
🥶 જ્યારે શિયાળો હોય ત્યારે..- જ્યારે બહારની સાઈડ બહુ ઠંડી હોય તેમજ બહાર બહુ ભેજ હોય ત્યારે કયું બટન શરૂ કરવું? જ્યારે બહાર ઠંડી હોય ત્યારે ગાડીમાં બહારની હવા અંદર આવે તે બટન શરૂ કરવું જોઈએ. તેનાથી બહારની ફ્રેશ એર અંદર આવશે અને તેનાથી ગાડીની અંદર કાચ પર ધુમ્મસ જમવાની સમસ્યા નહીં રહે. તેમજ ગાડીની અંદર બેઠેલા લોકોની સ્વાસની હવાથી જે કાચ પર ફોગ થઈ જાય તે પણ નહીં થાય.
🥶 હવે, જો શિયાળામાં આ બહારની હવા વાળા બટનની જગ્યાએ તમે અંદરની હવાનું બટન દબાવશો તો ગાડીની હવા જ આમ તેમ ઘૂમ્યા કરશે અને શિયાળો હોવાથી ગાડીની અંદર કાચ પર ધુમ્મસ જમવા લાગશે. એટલે યાદ રાખો, શિયાળામાં બહારની હવા અંદર લેવાનું બટન શરૂ કરવું.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.