આજના આ આર્ટિકલમાં આપણે કાર સર્વિસ ની વાત કરીશું. આજે આપણે આપણી કાર સર્વિસ કરાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટા ખર્ચા થી બચી શકાય અને કાર ક્યારેય રસ્તામાં બંધ ના પડે તેમજ ટેન્શન ફ્રી થઈને કાર ચલાવી શકીએ.
સર્વિસ ક્યારે કરાવી અને કઈ વસ્તુ ક્યારે બદલવી? એની જાણકારી આજે અમે તમને આપવાના છીએ આમ તો અલગ અલગ કંપનીની કારનું સર્વિસ મેન્યુઅલ આપેલા જ હોય છે તેમાં બધું લખેલું જ હોય છે પરંતુ આપણે કઈ બાબતોનું વધારે ધ્યાન રાખીશું તો આવનાર સમયમાં રીપેરીંગ ના મોટા ખર્ચા થી બચી શકાય.
🚗કાર સર્વિસ ક્યારે કરાવવી જોઈએ – કાર સર્વિસ કરાવવા માટેનો સમયગાળો દર 10,000 કિલોમીટર અથવા 1 વર્ષ. મતલબ તમે 10 હજાર km ચલાવી લીધી હોય પણ 1 વર્ષ ના થયું હોય તો પણ સર્વિસ જરૂર કરાવવી અથવા બીજા કેસમાં 10 હજાર km ગાડી નથી ચાલી પણ 1 વર્ષ જેવો સમય થઈ ગયો છે તો તે કેસમાં પણ સર્વિસ કરવી લેવી જોઈએ.
🚗કાર સર્વિસ કરાવતી વખતે નીચે મુજબના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવા.🚕
🚗ઓઇલ ફિલ્ટર – કારમાં જ્યારે પણ એન્જિન ઓઇલ બદલવામાં આવે ત્યારે દરેક વખતે ઓઇલ ફિલ્ટર પણ બદલવું જરૂરી છે ઓઇલ ફિલ્ટર હંમેશા સારી કંપનીનું અથવા જે તે કંપનીને કારનું ઓરીજનલ નાખવું કેમ કે તેનું મુખ્ય કામ ઓઇલમાં રહેલી ગંદકીને દૂર કરવાનું છે. તેથી એમ સમજો કે શરીર હેલ્ધી હોય પણ કિડની નબળી હોય તે શું કામનું. તેથી ઓઇલ ફિલ્ટર સાફ કરાવવું બહુ જ જરૂરી છે.
🚕ફ્યુલ ફિલ્ટર – કાર પેટ્રોલ હોય કે ડીઝલ તેનું ફયુલ ફિલ્ટર બદલવું જરૂરી છે પણ તે ક્યારે? ફ્યુલ ફિલ્ટર દર 30,000 થી 40,000 કિલોમીટર વાળી સર્વિસ પર બદલવું જરૂરી છે અને જો તેમાં તેઓ નહીં કરવામાં આવે અને વધારે કચરો જમા થઈ જશે તો તમારી કારનું પીકઅપ પ્રોબ્લેમ તેમજ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ આવી શકે અને કાર સફેદ ધુમાડો પણ કાઢી શકે છે. તેમજ તમે જ્યારે સર્વિસ કરાવો અને ત્યારે મિકેનિક કહે તો ચેન્જ કરાવી લો. (ઓઇલ ફિલ્ટર અને ફ્યુલ ફિલ્ટર બંને અલગ છે તે યાદ રાખો.)
🚙ગિયર ઓઇલ – ગિયર ઓઇલ દરેક સર્વિસ પર બદલવાની જરૂર નથી. ગીયર ઓઇલ 60000 કિલોમીટર થી 70000 કિલોમીટર સુધી ચાલેલ કારમાં બદલાવો જરૂરી છે ગિયર ઓઇલ બદલવાથી ગિયર સેટીંગ સ્મુધ થઈ જાય છે અને કાર ચલાવવાની મજા અલગ થઈ જાય છે તમારી કારને 4 વર્ષ કરતાં વધારે સમય થયો છે તો પણ ગીયર ઓઇલ બદલવું જરૂરી છે. પછી તે તમારા ડ્રાઇવિંગ પર ડીપેન્ડ કરે છે અમૂકને 3 વર્ષમાં ચેન્જ કરાવવું પડે અને અમૂકને 5 વર્ષથી પણ વધુ ચાલે છે.
🚗ઇન્ટર કુલર સર્વિસ – “ઇન્ટર કુલર” ટર્બો એન્જિન ધરાવતી કારમાં આવતું હોય છે. તેથી ટર્બો એન્જિન ધરાવતી કારની સર્વિસ કરાવતી વખતે ઇન્ટર કુલર સાફ કરાવવાનું ન ભૂલતા કેમ કે, તેમાં ધીરે ધીરે ઓઇલ જમા થાય છે અને વાઈટ ધુમાડો તથા પીકઅપ નો પ્રોબ્લેમ જોવા મળતો હોય છે.
🚕રેડિયેટર સફાઈ – રેડીએટર સાફ કરાવવું ખૂબ જરૂરી છે કેમ કે, ગરમીની સિઝનમાં ગાડીનું તાપમાન વધારે થઈ જાય છે જો તમારી કારમાં રેડિયેટર માં ધૂળ અથવા કચરો હશે તો એનાથી એન્જિનનુ તાપમાન વધવાની શક્યતા છે અને તેનાથી એન્જિનમાં પ્રોબ્લેમ પણ આવી શકે છે. અને જો રેડીએટરના લીધે કુલન્ટ બરોબર એન્જિનમાં ફરતું નહીં રહે તો એન્જિન સિજ થવાની પૂરી શક્યતા રહે છે.
🚙કુલન્ટ ચેન્જ – કુલન્ટ એન્જિનના તાપમાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે જેથી સારી કંપનીનું હેવી ડ્યુટી વાળું કુલન્ટ હંમેશા વાપરવું. કુલન્ટ 20,000 કિલોમીટર પછી બદલવું જરૂરી છે. જો તમને મોંઘું ના પડતું હોય અને ગાડીની કેર સારી રીતે કરવી હોય તો કુલન્ટમાં પાણી મિક્સ કરવું જોઈએ નહીં. કુલન્ટ વિશે વધારે જાણકારી જોઈએ તો આગળ પણ અમે અમારા લેખમાં જણાવેલ છે તેને વાંચો.
🚗એર ફિલ્ટર – કારનું એર ફિલ્ટર બદલવું ખૂબ જરૂરી છે કેમકે આપણે જેમ નાકથી શ્વાસ લઈએ છીએ તેમ કાર પણ ત્યાંથી એક પ્રકારે શ્વાસ જ લે છે. એર ફિલ્ટર દરેક સર્વિસ વખતે બદલવું તો જરૂરી છે પણ દર બે થી ત્રણ હજાર કિલોમીટર એ સાફ કરવું પણ જરૂરી છે જેનાથી એવરેજ પણ સારી રહેશે અને કારનો પીકઅપ પણ સારું રહેશે.
🚕બેલ્ટ – સર્વિસ વખતે બેલ્ટ જરૂરથી ચેક કરાવો અને જરૂરી હોય તો સમયસર બદલી નાખો. કેમ કે બેલ્ટ પર જ ગાડીનું એન્જિન ચાલે છે બેટરી ચાર્જ થાય છે અને ગાડીનું એસી પણ ચાલે છે માટે તેને ચેક કરવું ખાસ જરૂરી છે.
🚙ઓઇલ બદલવું – ઓઇલ બદલવાનો સમય ગાળો દર 5,000 કિલોમીટર અથવા એક વર્ષ હોય છે. જો તમારી ગાડી પાંચ હજાર કિલોમીટર એક વર્ષમાં નથી ચાલી પણ ઓઇલ બદલ્યાનો એક વર્ષ થઈ ગયું છે તો તમારું ગાડીનું ઓઇલ જરૂરથી બદલવું કેમ કે, ઓઇલ બદલવાથી કાર સ્મૂથ ચાલે છે અને તેની એવરેજ પણ સારી આવે છે ઓઇલ હંમેશા ઉચ્ચ ગુણવત્તા વાળો પસંદ કરવુ.
🚗તેમજ ઓઇલ ચેક કરતાં તમને એમ લાગ્યું કે, હજુ ઓઇલ સારું છે તો થોડો સમય બાદ બદલવું. પણ જો તમારી કારમાં તમે સિન્થેટિક ઓઇલ નંખાવેલ છે તો તે આઠ થી નવ હજાર કિલોમીટર ચાલે છે અને દોઢ વર્ષ સુધી.
🚕બેટરી વાયર અને તેનું પાણી – બેટરી નો વાયર અને તેનું પાણી ચેક કરવું જેનાથી બેટરી ની ગ્રેવીટી પણ બની રહેશે અને કાર સ્ટાર્ટ કરવામાં કોઈ મુશ્કેલી આવશે નહીં.
🚙વાઇપર બ્લેડ – વાઇપર બ્લેડ ચેક કરો અને ખરાબ હોય તો બદલી નાખો જો આવું કરવામાં નહીં આવે તો આગળના કાચમાં સ્ક્રેચ થઈ જશે અને કાચ ખરાબ થઈ જશે તો ગાડી રાત્રિના સમયે ચલાવતી વખતે તેમજ વરસાદની સિઝનમાં ચલાવતી વખતે મુશ્કેલી પડશે. શક્ય હોય તો વાઇપર બ્લેડ દરેક ચોમાસા પહેલા બદલી નાખવી કેમ કે ઉનાળામાં ગરમી ના લીધે વાઇપર બ્લેડ ખરાબ થઈ જાય છે.
🚗બધી લાઈટ – કાર સર્વિસ કરાવતી વખતે બધી લાઈટ્સ જેમ કે હેડલાઇટ, ઇન્ડિકેટર ,બ્રેક લાઈટ, ફોગ લાઈટ વગેરે જરૂરથી ચેક કરાવો .
🚕બ્રેક પેડ – જેમ કાર ચલાવવા ઇંધણની જરૂર પડે છે તેમ ચાલતી કારને રોકવા બ્રેક ની જરૂર પડે છે માટે સમયસર બ્રેક પેડ બદલવા. દર 40,000 કીમી થી ૬૦ હજાર કિમી અથવા જે તે કાર કંપનીના નક્કી કરેલ કિલોમીટર પર બ્રેક પેડ બદલવા જરૂરી છે.
🚙એસી ફિલ્ટર – એસી ફિલ્ટર જરૂરથી ક્લીન કરાવો અને બદલવા જેવું લાગે તો બદલાવી નાખો કેમ કે, તેનાથી એસી નું કુલિંગ વધુ થશે અને એરફ્લો પણ વધી જશે. જેઓને એમ લાગતું હોય કે, AC બરોબર કુલિંગ નથી આપતું તેઓએ જરૂર આ કામ કરવું જોઈએ..
🚗વહીલ એલાઈમેન્ટ અને બેલેન્સિંગ – અલાઈમેટ અને બેલેન્સિંગ ચેક કરાવવું ખૂબ જરૂરી છે કેમ કે, તેનાથી કારના ટાયરની લાઈફ પણ વધશે અને કાર ચલાવતી વખતે પણ મજા આવશે દર 5000 કિલોમીટર પછી અલાયમેટ અને બેલેન્સિંગ ચેક કરાવવું જરૂરી છે, તેમજ અમુક વખત તમે પહાડો અને રફ રસ્તે જઈને આવો ત્યારે પણ ચેક કરાવવું જરૂરી છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.