🚗 ગાડીમાં સૌથી અગત્યનો પાર્ટ ટાયરને પણ કહી શકાય. જો ટાયર બેસ્ટ કન્ડિશનમાં હોય તો ગાડી લાંબા સમય સુધી એકધારી ચાલી શકાય છે, નહીં તો ગાડી અકસ્માતનો ભોગ બને છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે. કે અમે ટાયરને 6 મહિના પહેલા કે 1 વર્ષ પહેલા જ નખાવ્યા હતા. છતાં ટાયર એક સાઈડ સાવ ઘસાઈ ગયા છે અથવા ફેલ થઈ ગયા છે. તો આજે આપણે આ લેખમાં જોઈશું કે ટાયર વહેલા ખરાબ કેમ થઈ જાય છે.
🚕જ્યારે તમે ગાડીમાં નવા ટાયર નંખાવો છો ત્યારે તમે જ્યાં ટાયર નંખાવ્યા હોય તે લોકો તમને અલાયમેન્ટ કરીને જ આપતા હોય છે. તો પણ નવા ટાયર 5-6 મહિનામાં ઘણીવાર ખરાબ થઈ જાય છે. તો મોટા ભાગના લોકોના ટાયર જ્યારે ખરાબ થાય છે ત્યારે 90% એક જ પ્રોબ્લેમ સામે આવે છે, તે પ્રોબ્લેમ છે “અલાયમેન્ટની પ્રોબ્લેમ”. તો આવો જાણીએ આ પ્રોબ્લેમ કેમ આવે છે અને તે ના આવે તે માટે શું કરવું.
🚙અલાયમેન્ટ પ્રોબ્લેમ ક્યારે આવે છે. – મોટા ભાગે ઘણા લોકો ફરવા જતાં હોય અથવા મુસાફરી કરતાં હોય ત્યારે તેઓ પહાડી વિસ્તારમાં અથવા ઓફરોડ (ખાડા ખરબચડા વાળા રસ્તા) પર ગાડી ચલાવવાની થાય છે. જો તમે ગાડી થોડી વધુ સ્પીડથી આવી જગ્યાએ ચલાવો ત્યારે ટાયર ખૂબ જટકા સહન કરે છે. અને લોકોને એમ થાય છે કે, કોઈ વાંધો નહીં આપણે તો નવા ટાયર નંખાવ્યા છે. તો શું ચિંતા કરવાની.
🚗એટલે આવા પહાડી વિસ્તારમાં ચલાવવાથી તમારા ટાયરના અલાયમેન્ટ પર મોટી અસર પડે છે અને તે સીધા ખરાબ થઈ જાય છે. ભલે તમે ટાયર નવા નખાવ્યા હોય તો પણ. અને ગાડીમાં ઘણી વાર ટાયરની વોર્નિંગ લાઇટ પણ આવી જતી હોય છે. પણ તેમ છતાં પણ લોકો તેને ઇગ્નોર કરે છે અને થોડી વધુ ગાડી ઓફરોડ પર ચલાવી નાખે છે. તેનાથી તમારા ટાયર એક તરફથી સાવ ઘસાઈ જતાં હોય છે.
🚕અને તમને એ પણ જણાવી દઈએ કે, તમને જો તેમ હોય કે ટાયરને નખાવ્યા તેને 6 મહિના જ થયા છે તો કંપની વૉરંટીના ટાયર બદલાવી લઈશું તો તે પણ તમારો વહેમ છે. કેમ કે, કંપની આવી રીતે ટાયર ઘસાયા પર વૉરંટીનથી મળતી. જો ટાયર કોઈ કારણો સર ફાટી જાય તો પછી તેમાં વૉરંટી મળતી હોય છે.
🚙અલાયમેન્ટ પ્રોબ્લેમથી કેમ બચવું. – (1) ક્યારેય પણ તમે ઓફરોડ અથવા પહાડી વિસ્તારોમાં ફરવા જાવ અને પરત ફરી એટલે સૌથી પહેલા અલાયમેન્ટ ચેક કરવી લો, ફક્ત 200-300 રૂ. માં અલાયમેન્ટ ચેક થઈ જતું હોય છે. નહીં તો ટાયરના 5-6 હજાર બગડશે. તો આળસ ના કરો.
🚗(2) જ્યારે પણ તમે સિટીમાં પણ ભલે ગાડી ચલાવો પણ જ્યારે તમારી ગાડી 2-3 વર મોટા ખાડામાંથી ચાલી અને તમને એમ લાગ્યું કે, ગાડી ડાબી-જમણી બાજુ ભાગે છે. તો સૌથી પહેલા અલાયમેન્ટ ચેક કરાવો, નહીં તો ટાયર જલ્દી ખરાબ થઈ જશે. તમને ખબર પણ નહીં પડે. (3) ત્રીજી અને મહત્વની વાત કે, ગાડીમાં જ્યારે ટાયર ચેકની વોર્નિંગ લાઇટ આવે ત્યારે વધુ ગાડી ના ચલાવો અને સીધા પહેલા અલાયમેન્ટ ચેક કરાવો.
🚕અલાયમેન્ટ ચેક કરાવવાનો યોગ્ય સમય કયો છે તે જાણી લો.. – જ્યારે તમે ગાડીની સર્વિસ કરાવો ત્યારે સર્વિસની સાથે સાથે અલાયમેન્ટ પણ ચેક કરવી લો, ઘણા મિકેનિક જાતે જ તમને સજેસ્ટ કરતા હોય છે. પણ તે ના કહે તો પણ તમે સામેથી અલાયમેન્ટ ચેક કરવા કહો. ત્યાર બાદ,
જ્યારે તમારી ગાડી 5000 km ચાલે ત્યાર બાદ એક વાર અલાયમેન્ટ ચેન્જ કરી લો, તેનાથી તમારા ટાયર હંમેશા ટકાટક રહેશે. તેમજ ક્યારેક વધુ ઓફરોડ અથવા પહાડી વિસ્તારમાં ગાડી ફરે તો પણ અલાયમેન્ટ ચેક કરાવી લો. અને આગળ જણાવ્યું તેમ ટાયર વોર્નિંગ લાઇટ આવે તો પણ ચેક કરાવી લો.
👉 ઘરે બેઠા પણ અલાયમેન્ટ ચેક થઇ શકે છે. તે પણ મફતમાં – તે વિષે માહિતી જોઈએ તો કોમેન્ટ માં “A-PART 2” લખજો, મતલબ અલાયમેન્ટ પાર્ટ-2 એટલે અમે અલાયમેન્ટ ઘર પર ચેન્જ કેવી રીતે કરી શકાય તે ટેકનિક આપણે શિખવીશું. – માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. 🚗🚕🚙
તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.