ઘણા લોકો એવા છે જેને ગાડી ચલાવતા તો આવડે છે, પણ તેની અંદર અમુક વોર્નિંગ લાઈટો હોય તો તેની કોઈ ખબર નથી પડતી, શું તમને પણ એવા છો.. કોઈ વાંધો નહિ અમે છીએ ને તમને શીખવાડવા માટે નો ટેન્શન.. જયારે તમે જુઓ કે ગાડીના ડેશબોર્ડ પર અનેક પ્રકારની વોર્નિંગ લાઈટ્સ આપેલી હોય છે. પણ તેમાંથી અમુક લાઈટો ખુબ ભયાનક પ્રકારની હોય છે. તે જાણો. જે દેખાય એટલે ગાડી તરત રોકી દેવી.
મુખ્યત્વે ગાડીમાં વોર્નિંગ લાઈટ્સ ત્રણ કલરમાં લાઈટ આપેલી હોય છે. (1) ગ્રીન/બ્લુ 🟢 🔵 (2) યલો/ઓરેન્જ 🟠 🟡 (3) રેડ 🔴 હવે, 1.🟢 🔵 ગ્રીન કે બ્લુ લાઈટ હોય ત્યારે તમે આરામથી ગાડી ચલાવી શકો છો. તે દેખાડે છે કે, કોઈ સેન્સર એક્ટીવ થયેલ છે. (2) 🟠 🟡 ઓરેન્જ કે યલો લાઈટ આવે મતલબ કે પ્રોબ્લેમ છે પણ એટલો બધો મોટો નથી મતલબ તમારી ગાડી ચાલતી રહેશે ઉભી નહિ રહે. ચાલતી રહેશે તેને ઉભા રહીને ઠીક કરાવી શકો છો.
(3)🔴 રેડ લાઈટ મતલબ કે, આ લાઈટો મોટો ખતરો દેખાડે છે. તે કામ પહેલા ઠીક કરો અને ગાડી ચલાવો તેમ કહેવા માંગે છે. અને આ રેડ લાઈટોમાં પણ અમુક લાઈટો એવી હોય છે કે, જેના લીધે ગાડી બગડી જતી નથી રહેતી. દા.ત. સીટ બેલ્ટની લાઈટ, આ લાઈટ રેડ જ હોય છે પણ આ લાઈટ હોવા છતાં ગાડી ચાલી શકે છે. તેમજ બીજું કે એરબેગ ની લાઈટ આ લાઈટ પણ રેડ હોવા છતાં ગાડી ચાલી શકે છે. (આ 2 વોર્નિંગ લોકો માટે છે.) પણ અમુક એવી વોર્નિગ લાઈટ છે કે જે દેખાય એટલે તરત જ તમે ગમે ત્યાં હોવ ગાડી રોકી જ દેવી નહિ તો એન્જીનનું થઇ જશે રામનામ સત્ય. તો આવો જાણીએ તેના વિશે.
હવે 3 રેડ વોર્નિંગ લાઈટ વિષે જાણીશું કે, જે ગાડી માટે ખુબ જ ઘાતક છે. જે દેખાયા પછી તરત જ ગાડી રોકી દેવી જોઈએ નહિ તો, એન્જીન સીઝ થતા વાર નહિ લાગે. તેમાં પહેલી લાઈટ છે Oil Pressure Light. આ ઓઈલ પ્રેશર લાઈટ પણ બે કલરમાં આવે છે, 1. ઓરેન્જ/યલો 🟠 🟡 કલરમાં અને બીજી આવે છે રેડ 🔴 કલરમાં.
આ ઓઈલ પ્રેશર લાઈટ જયારે ઓરેન્જ🟠 કલરમાં આવે ત્યારે સમજવું કે એન્જીનમાં ઓઈલ પ્રેશર ઓછુ છે. મતલબ તમે ગાડી ચલાવી શકો છો અને જોઈ પણ શકો છો કે કેટલું oil ઓછું છે. અને આ ઓઈલ પ્રેશર જયારે સાવ તળિયે પહોચી જાય ત્યારે આવે છે રેડ 🔴 કલરની ઓઈલ પ્રેશર લાઈટ. આ લાઈટ આવે એટલે તરત ગાડી કરી દેવી તરત બંધ. જો આ લાઈટ આવ્યા બાદ 15 મિનીટ પણ ગાડી ચલાવશો તો થઇ જશે એન્જીન ફ્રીઝ.
🔴 રેડ ઓઈલ પ્રેશર લાઈટ પણ 2 પ્રકારે રેડ લાઈટ દેખાઈ શકે છે. 1. બ્લીંક થાતીહોય તેવી (એટલે કે આ લાઈટ લબુક ઝબુક થતી હોય છે.) અને બીજી રીતે આ લાઈટ દેખાય છે એકધારી. હવે જયારે બ્લીક થતી હોય આ લાઈટ ત્યારે તમે હલકું RPM આપવાથી જો એ લાઈટ જતી રહેતી હોય તો તમે ધીમે ધીમે ગાડી ચલાવીને ગેરેજ સુધી પહોચી શકો છો. પણ જો એકધારી લાઈટ થતી હોય તો ગાડીને ત્યાં જ રોકી દેવી જોઈએ. ગાડીને થોડી પણ આગળ ના ચલાવવી જોઈએ.
બીજી ડેન્જર લાઈટ છે કુલેન્ટ ટેમ્પરેચર લાઈટ, આ લાઈટ 3 કલરમાં આવે છે.🟢ગ્રીન, 🟠ઓરેન્જ અને 🔴રેડ. ગ્રીન લાઈટ 🟢 હોય ત્યારે સમજવું કે કુલેન્ટ ટેમ્પરેચર ઓકે છે. કોઈ પ્રોબ્લેમ નથી. બીજી કુલેન્ટ ટેમ્પરેચર લઈ છે ઓરેન્જ 🟠 તેનો મતલબ કે કુલેન્ટનું લેવલ ઓછુ છે. તેને રીફીલ કરી શકો છો. અને થોડી વાર બાદ ગાડી ચલાવી પણ શકો છો.
ત્રીજી કુલેન્ટ ટેમ્પરેચર લાઈટ છે રેડ લાઈટ 🔴 આ લાઈટ એન્જીન માટે ખુબ ઘાતક છે. આ લાઈટ દેખાય અને જો તમે ગાડી 15 મિનીટ જેટલી ગાડી ચલાવો તો ગાડીનું એન્જીન સિઝ થઇ શકે છે અથવા હેડ ગેસ કીટ ફાટી શકે છે. આ લાલ લાઈટ આવે તો તેની માટે ગાડી ઉભી રાખો ત્યાર બાદ અડધો કલાક રાહ જુઓ અને ત્યાર બાદ કુલેન્ટ ખોલીને ચેક કરો જો તે ઓછું હોય તો રીફીલ કરો અને લીક છે કે નહિ તે તપાસો. અને બીજો કોઈ પ્રોબ્લેમ દેખાય તો મિકેનિક પાસે ગાડી લઈને જાવ. (અમુક ગાડીમાં ગ્રીન કુલેન્ટ ટેમ્પરેચર લાઈટ નથી હોતી ફક્ત ઓરેન્જ અને લાલ જ હોય છે.)
ત્રીજી લાઈટ છે બેટરીની લાઈટ આ લાઈટ તમારું એન્જીન તો ફ્રીઝ નથી કરી શક્તિ પણ તમને મોટા પ્રોબ્લેમ માં મૂકી શકે છે. મતલબ કે જયારે આ લાઈટ દેખાય ત્યારે ગાડી શરુ હોય તો શરુ જ રહેવા દેવી. બંધ ક્યારેય ના કરવી. આ લાઈટનો મતલબ છે કે તમારી બેટરી ચાર્જ નથી થતી. આ લાઈટ આવે ત્યારે ગાડી વર્કશોપ અથવા ગેરેજ આવે ત્યારે જ બંધ કરવી. નહી તો ગાડી એકવાર બંધ થયા બાદ ફરી શરુ નહિ થાય. અને અધવચ્ચે અટવાઈ જશો.
તમારી ગાડીમાં જેટલા પણ ઇલેક્ટ્રિક ડીવાઈસ છે તે બધા આ બેટરીથી ચાલતા હોય છે. અને આ લાઈટ થી કા તો બેટરી પૂરી થઇ ગઈ હોય છે અથવા તો બેટરીને ચાર્જ કરતુ અલ્ટરનેટર બગડી ગયું હોય છે. જે તમારી બેટરી ચાર્જ નથી કરી શકતું. આ અલ્ટરનેટર બગડ્યું હોય ત્યારે તમે 20 km જેટલું દુર જાવ અને પછી ગાડીની હોય તેટલી બેટરી પૂરી થાય એટલે તરત જ તમારી ગાડી ઉભી રહી જાય છે. માટે આ લાઈટને પણ હલકામાં ના લેવી. પહેલા બેટરી અથવા અલ્ટરનેટર નો ફોલ્ટ હોય તે દુર કરવો. ત્યાર બાદ આગળ જવું.
તો આ હતા એ 3 વોર્નિંગ લાઈટ જે તમારી કારમાં દેખાય એટલે તરત જ કાર રોકી દેવી નહિ તો, મોટી મુશ્કેલીમાં મૂકી શકો છો. અને એન્જીનમાં પણ મોટો ખર્ચો આવી શકે છે. આ માહિતી કેવી લાગી. તે કોમેન્ટમાં લખો. અને કાર ને લગતી આવી બીજી માહિતી જોઈએ છે તો, “part-2” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપ માટે લખી શકીએ. -આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.