એલચી અત્યારે લગભગ બધાના રસોડા માં જોવા મળે છે. એલચી નો ઉપયોગ પણ બધા ઘરમાં થાય છે. એલચી દેખાવે નાની છે પણ તે તેના સુંગધના લીધે જાણીતી છે. એલચી નો વધારે ઉપયોગ ચાના મસાલા થાય છે અને બીજા ઘણા મસાલા માં પણ થાય છે. એલચીનો ઉપયોગ મુખાવાસ બનાવવામાં પણ થાય છે.
એલચીનો બીજો ઉપયોગ મોઢામાં આવતી દુર્ગંધ દુર કરવા પણ થાય છે. અત્યારે એલચી ને પાન-મસાલા પણ નાખવામાં આવે છે. એલચી બે પ્રકારની જોવા મળે છે. મોટી એલચીનો વધારે ઉપયોગ મસાલા બનાવવામાં થાય છે અને નાની એલચી નો ઉપયોગ ચા બનાવવામાં અને મુખવાસ માટે થાય છે.
એલચી ના આ બધા ઉપયોગ તો થાય જ છે પણ એલચીને મોઢામાં રાખી સુવાથી પણ થાય છે અદભૂત અને ચોકાવનારા ફાયદા આવો જાણીએ તેના ફાયદા વિશે થોડી માહિતી. કેવા કેવા ફાયદાઓ થાય છે તે અને તે શરીર માટે કેટલા ઉપયોગી છે પણ જાણીએ. અંત સુધી લેખ વાંચજો જેથી તમને પૂરી માહિતી મળી શકે.
એલચી નો પહેલા ઉપયોગ તેવા લોકોને કરવો જોઈએ જે લોકોનું પાચનતંત્ર સારું ન હોય અને જેને એસીડીટી અને કબજિયાત જેવી તકલીફ હોય. આવા લોકોએ તેની ચા અને જમવામાં રોજે એલચી નો ઉપયોગ કરવો જોઈએ. જો રોજે એલચીનો ઉપયોગ કારવા માંડે તો પાચનતંત્ર સારું બને અને પેટના દુઃખાવામાં રાહત મળે છે.
આજકાલ ફાસ્ટફૂડ ખાવાથી અને અલગ-અલગ શેમ્પુ યુઝ કરવાથી કે મોસમ બદલવાથી અથવા જગ્યા બદલવાથી વાળ ખરવા લાગે છે. જો વાળને ખરતા અટકાવવા હોય તો રાત્રે મોઢામાં એલચી રાખવી જોઈએ અને જે લોકો મોઢામાં રાખવા ન માંગતા હોય તેવા લોકો ગરમ પાણી સાથે પણ એલચી રાત્રે લઈ શકે છે. આમ કરવાથી વાળ ખરવાનું બંધ થવા લાગશે અને વાળ માં થતો ખોડો પણ ધીમે-ધીમે દુર થશે અને વાળ પણ કાળા જ રહે છે.
જે લોકોને બસ,ટ્રેન કે કારમાં એટલે કે બંધ કોઈ પણ વાહનમાં બેસવાથી ઉલ્ટી કે ગભરામણ થતું હોય તેવા લોકોને તેની સાથે મુસાફરી કરતી વખતે એલચી સાથે રાખવી જોઈએ અને જયારે વાહન શરુ થાય ત્યારે એક એલચી મો માં રાખી દેવી આમ કરવાથી ઉલ્ટી અને ગભરામણ થવાની શક્યતા દુર થાય છે.
એલચીમાં ફાયબર અને કેલ્શિયમ ભરપુર માત્રા હોય છે. જે તમારા વધતા વજનને કંટ્રોલમાં રાખે છે આથી રોજે રાત્રે એક કે બે એલચી ગરમ પાણી સાથે જરૂર લેવી જોઈએ. જેનાથી ચરબી કંટ્રોલમાં રહે છે અને સાથે સાથે વજન પણ ઓછો કરવામાં મદદ મળે છે.
રાત્રે થોડા ગરમ પાણી સાથે એલચી ને લેવાથી જેને શ્વાસની તકલીફ હોય તેને થોડી રાહત મળે છે. એલચી ને રાતભર મોઢામાં રાખવામાં આવે તો ગાળા ના દુઃખાવામાં રાહત મળે છે. સવારે ઉઠીને જેના મોમાં દુર્ગંધ આવતી હોય તેવા વ્યક્તિને આખી રાત દાંત વચ્ચે એલચી રાખવાથી મોઢામાં આવતી દુર્ગંધ દુર થશે અને દાંતના પણ રાહત મળે છે અને મોઢું પણ ચોખ્યું થાય છે.
ઘણા લોકોને શરદી અને કફ બારેમાસ રહે છે. આવા વ્યક્તિને એક ગ્લાસ પાણીમાં મધ અને એલચીને ક્રશ કરી પાણીમાં મેળવી ને પીવાથી કફ, શરદી અને ઉધરસ માં રાહત મળે છે. આ ઉપાય ને રોજે કરવાથી જૂની શરદી ધીમે-ધીમે દુર થાય છે.
જે લોકો પેટ અને કમર પર જમા થતી ચરબી દુર કરવા માંગતા હોય અને તેના શરીરને બેડોળ થતા અટકાવવા માંગતા હોય તેવા લોકોને રાત્રે સુવાના સમયે બે એલચી ગરમ પાણી સાથે લેવી આવું રોજે રાત્રે કરવાથી પેટ અને કમરની ચરબી ધીમે-ધીમે દુર થવા લાગશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.