ઘણા લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. ઘણા પ્રકારની દવાનું સેવન કર્યા બાદ પણ કબજીયાતની સમસ્યા દુર થતી નથી. પરિણામે પેટમાં કચરો એકઠો થઇ જાય છે. તેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી પેટનો કચરો સાફ કરવા ખુબ જ જરૂરી છે.
આજે અમે તમને એક વસ્તુ જણાવશું જેનું સેવન કર્યા બાદ પેટમાં જમા થયેલું બધું જ મળ અને જુનો કચરો માત્ર 5 જ મીનીટમાં સાફ થઇ જશે.કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવા માટે એરંડયાનું તેલ રામબાણ ઈલાજ છે. તેથી જ આયુર્વેદમાં તેને પેટ શોધકના નામે પણ ઓળખવામાં આવે છે.
- એરંડયાના તેલના ફાયદા
એરંડયાનું તેલ એ એક આયુર્વેદિક ઔષધી છે. તમને જણાવી દઈએ કે એરંડયાનું તેલ એક એવું તેલ છે જે કોઈ પણ આડઅસર વગર પેટ સાફ કરે છે. એરંડયાનું તેલ આંતરડામાં પચેલા ખોરાકને સરળતાથી આગળ પહોંચાડવાનું કામ કરે છે. તે પેટમાં અટકાયેલા વધારાના પદાર્થને સરળતાથી બહાર કરવામાં મદદ કરે છે. એરંડયાનું તેલમાં રહેલ રેચક તત્વ પેટની અંદરની ગંદકીને સાફ કરે છે. એરંડયાના તેલમાં લેક્સેટીવ ગુણ રહેલો છે જે કબજિયાત દુર કરે છે.
- આ રીતે કરવો ઉપયોગ
એક ગ્લાસ દૂધ ગરમ કરવું. તેમાં 30 થી 50 ગ્રામ એરંડયાનું તેલ મિક્સ કરવું. જો તમને એરંડયાના તેલની સુગંધ ન ગમતી હોય તો તમે તેમાં વરીયાળી પણ મિક્સ કરી શકો છો. જો તમને દૂધ પસંદ ન હોય તો એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં બે ચમચી એરંડયાનું તેલ મિક્સ કરી તેનું પણ સેવન કરી શકો છો.
રોજ રાત્રે સુતા પહેલા આ રીતે એરંડયાના તેલનું દૂધ અથવા તો પાણીની સાથે સેવન કરવું. આ ઉપરાંત તમારી પસંદના કોઈ પણ ફળના રસ સાથે પણ તમે એરંડયાનું તેલનું સેવન કરી શકો છો. તેના માટે સૌથી પહેલા એરંડયાનું તેલને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેવું. તે ઠંડુ થઇ જાય ત્યાર બાદ તામારી પસંદના કોઈ પણ ફળના તાજા રસમાં તેને મિક્સ કરી તેનું સેવન કરવું. સવારે ખાલી પેટ આ રીતે સેવન કરવું.
- રોજ રાત્રે સુતા પહેલા આ રીતે એરંડયાના તેલનું દૂધ અથવા તો પાણીની સાથે સેવન કરવું.
ઘણી વખત નાના બાળકોને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય છે તો તેમને એરંડયાના તેલની માલીશ કરવામાં આવે તો તેનાથી કબજિયાત દુર થાય છે.તેના માટે થોડું એરંડયાનું તેલ લેવું. ત્યાર બાદ તેને ગરમ કરવું. હવે બાળકના પેટ અને હાથ પગમાં આ તેલની ધીરે ધીરે માલીશ કરવી.
એરંડયાના તેલનું સેવન રોજે ન કરવું. તેનું સેવન અઠવાડિયામાં બે વખત કરવું. ઉપયોગ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બાળકો માટે હંમેશા ઓર્ગેનિક એરંડયાના તેલનો ઉપયોગ કરવો. નવજાત બાળક તેમજ 6 મહિનાથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે એરંડયાના તેલનો ઉપયોગ ન કરવો. કારણ કે તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર દુષ્પ્રભાવ પડી શકે છે.
જો કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરતુ હોય અથવા કોઈને એલર્જીની સમસ્યા હોય તો તેમણે એરંડયાના તેલનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. ગર્ભવતી મહિલાઓએ એરંડયાના તેલના સેવનથી બચવું. કારણ કે તેનાથી ગર્ભપાતની સંભાવના રહે છે.
એરંડયાના તેલનું સેવન કરતા પહેલા તેની માત્રા વિશે કોઈ હેલ્થ એક્સપર્ટ અથવા ડોક્ટરની સલાહ જરૂર લેવી. કારણ કે વ્યક્તિની ઉંમર અને શારીરિક સ્વાસ્થ્યના આધારે એરંડયાના તેલની યોગ્ય માત્રા નક્કી કરવામાં આવે તો તે વધારે ફાયદાકારક રહે છે. ત્વચા પર એરંડયાના તેલનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.