👉 આપણે રોજિંદા જીવનમાં અમુક ભૂલ કરતાં હોય છીએ. જેનાથી ગંભીર સમસ્યામાં ફસાઈ જતાં હોય છીએ. આજના સમયમાં બીમારીઓ ખૂબ વધી ગઈ છે. જેમાં કેન્સર એક ખતરનાક બીમારીઓમાં સૌથી ઉપર સ્થાન ધરાવે છે. આપણી ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. પરંતુ કેન્સર જેવી જીવલેણ બીમારીનો કોઈ હલ નથી લાવી શકી.
👉 આજે આપણા ભારતમાં પણ કેન્સરના દર્દીની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. હાલ એવી પરિસ્થિતિ બની ગઈ છે કે, 100 વ્યક્તિને કેન્સર થાય તો તેમાંથી માત્ર 10 વ્યક્તિ બચી શકે છે. બાકીના બધા વ્યક્તિ મોતની તરફ ધકેલાતા જાય છે. તેથી આજે આપણે આ આર્ટીકલ દ્વારા જાણીશું કે, વ્યક્તિથી અજાણતામાં થતી ભૂલથી કેન્સર થઈ શકે છે. જેથી આવી ભૂલ ન કરવી જોઈએ.
👉 આપણે વર્લ્ડ કેન્સર ડે ને 4 ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ. તેમાં અમુક રિસર્ચ સેન્ટર બધા લોકોને જાગૃત કરવા સેમિનાર યોજતા હોય છે. આજે અમે પણ તમને કેન્સર વિશે જણાવીશું. ઘણા લોકો દારૂ, પાન, માવા જેવા વ્યસનો હોય છે. કેન્સર થવા પાછ્ળ વ્યસનો તો મુખ્ય ભાગ ભજવે જ છે. પરંતુ જે લોકોને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી તેમને પણ કેન્સર થાય છે તો આપણને પ્રશ્ન થાય કે આવું શું કામ.
👉 તો આજે આપણે જાણીશું અમુક એવી વસ્તુ વિશે કે જેના સેવનથી વ્યસન વગર પણ કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે. જો તમારા ઘરમાં અથવા તમારા રિલેટિવમાં કોઈને આ વસ્તુ પીવાની અથવા ખાવાની આદત હોય તો તેમને પણ ચેતવી દેજો.
👉 કેન્સર થવાના કારણો :-
👉 સૌથી પહેલા આપણે રોજિંદા જીવનમાં જે વધુ વાર કરીએ છીએ તે વસ્તુની વાત કરીશું. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ. લોકોની ચા અને કોફી વધુ પીવાની આદત. આપણા દેશમાં આજે સૌથી વધુ ચા અને કોફીનો ઉપયોગ થાય છે. ઉપરાંત અમુક લોકોને પણ એવી ટેવ હોય છે કે ચા પીધા વગર સવાર ન પડે, ચા પીધા વગર આંખો ન ખૂલે જેવી અલગ અલગ ખરાબ આદતો હોય છે.
👉 ચા એટલું નુકશાન નથી કરતી એટલું નુકશાન ચાની ફેક્ટરીમાં પ્રોસેસમાં એડ કરતાં કેમિકલથી નુકશાન થાય છે. તેથી વધુ ચા પીવાથી શરીરમાં આ કેમિક પૂરા દિવસ દરમિયાન રહે છે અને ચા જેટલી વાર પીવો એટલા આ કેમિકલ શરીરમાં વધતાં જાય છે. જેનાથી કેન્સર થઈ શકે છે. તેથી ચાનું સેવન જેમ ઓછું કરવામાં આવે એટલો ફાયદો વધુ થાય છે.
👉 આજના આધુનિક યુગમાં બધા લોકોને ઘરે ભોજન બનાવવાનો સમય નથી હોતો તેથી તૈયાર ખોરાક મશીનમાં ઝડપથી ગરમ કરીને તેનું સેવન કરતાં હોય છે. જે લોકો માઇક્રોવેવમાં ગરમ કરેલું ભોજન વધારે ખાય છે તેવા લોકોને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મશીનમાં પાકેલો ખોરાક કિરણોત્સર્ગીથી દૂષિત થઈ જાય છે. જેનું સેવન કરવાથી ખૂબ નુકશાન થાય છે.
👉 હવે આવે છે રેડ મીટ અર્થાત લાલ મટન જે લોકો માંસાહારી છે તે લોકો રેડ મીટ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. રેડ મીટ ખાવાથી ત્વચા તો સારી થાય જ છે પરંતુ તે નુકશાનકારક પણ છે. મોટાં સેલેબ્રિટી વ્યક્તિઓ પણ આ રેડ મીટનુ વધારે સેવન કરતાં હોય છે. તેથી તેમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે. તેથી આ રેડ મીટનું સેવન જેમ ઓછી માત્રામાં કરવામાં આવે એટલું સારું છે.
👉 ઘણા લોકોને આજ-કાલ કોલ્ડડ્રિંક્સ પીવાની વધુ આદત હોય છે અને અમુક લોકો નિયમિત તેનું સેવન કરતાં હોય છે. પરંતુ તે નથી જાણતા કે કોલ્ડડ્રિંકસ બનાવવા માટે તેમાં કેમિકલનો ઉપયોગ વધારે થાય છે. જે શરીરમાં કેન્સર જેવી બીમારી કરવા સક્ષમ હોય છે. ઉપરાંત તેમાં મિઠાસ લાવવા ખાંડની જગ્યાએ કેમિકલનો ઉપયોગ થાય છે. જેનાથી ડાયાબિટીસ જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે. તેથી જેમ બને તેમ ઠંડા પીંણાનું સેવન ઓછું કરવું જોઈએ.
👉 હવે અમે જે વસ્તુ વિશે જણાવીશું તેનાથી તમે અજાણ હશો અને તેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અમે વાત કરી રહ્યા છીએ નોન-સ્ટિક વાસણની. આજના સમયમાં નવી-નવી ખોરાકની રેસીપી આવી ગઈ છે. તેને રાંધવા માટે ફરજિયાત નોન-સ્ટિક વાસણનો ઉપયોગ કરવો પડે છે.
👉 પરંતુ આ વાસણમાં રાંધેલો ખોરાક નુકશાનકારક હોય શકે છે કારણ કે, નોન-સ્ટિક વાસણ બનાવવા એક કેમિકલનો ઉપયોગ થાય છે અને જ્યારે આપણે ખોરાક બનાવતી વખતે વાસણ ગરમ કરીએ ત્યારે કેમિકલ અમુક માત્રામાં ખોરાકમાં ભળી જાય છે અને તે કેન્સર થવાનું મુખ્ય કારણ બની જાય છે.
👉 મિત્રો ઉપર આર્ટીકલમાં દર્શાવેલ કારણોથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. જેમાં વ્યક્તિને કોઈ પણ જાતનું વ્યસન ન હોવા છતાં કેન્સરના ભોગી બનતા હોય છે. આ માહિતીથી જે લોકો અજાણ છે તેમને જરૂર આ આર્ટીકલ શેર કરવો.
જો બળેલા ભાત ઉખાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.