🫀આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ કંઈક એવી બની ચૂકી છે કે તેઓને ખૂબ જ નાની ઉંમરમા જ હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટ જેવી હાર્ટની બીમારીઓ થવા લાગી છે. આજે લોકોની જે જીવન શૈલી છે તે જ આવી બીમારીનું કારણ છે. આજે લોકો પોતાના ખોરાકમાં જંકફૂડ અને તળેલી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપે છે સાથે ભોજનમાં ચરબી, ઈંડા અને માંસનુ સેવન વધારે કરે છે જેના કારણે પણ અન્ય લોકોની તુલનામાં 35 % હાર્ટએટેક થવાની સંભાવના વધી જાય છે.
🫀ઘણા લોકોને સવારમાં બાથરૂમમાં જ હાર્ટએટેક થવાનું તમે જોયું કે સાંભળ્યું હશે. આ થવાનું કારણ શું હોય શકે તે લોકો જાણતા નથી. તેની પાછળ ઘણા કારણો છે. પરંતુ જો તમે એ જાણો તો તમે તમારા પરિવારને યોગ્ય સમયે બચાવી શકો છો. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે સવારના સમયે લોકોને બાથરૂમમાં હાર્ટએટેક શા માટે આવે છે. તેના મુખ્ય જે ત્રણ કારણો છે તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ. તો લેખને પૂર્ણ વાંચો અને જાણો.
🫀હાર્ટએટેક અને કાર્ડિયાક શું છે : આપણે સાઇન્સની નજરે જોઈએ તો હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટનો સંબંધ આપણા પૂરા શરીરના બ્લડ સર્ક્યુલેશનની સાથે રહેલો છે. આપણા બ્લડના મારફતે જ પૂરા શરીરને જોઈતા પોષક તત્વો મળી શકે છે. પરંતુ જો તમારા હાર્ટને જે ધમનીઓ બ્લડ પૂરું પાડે છે તેમાં જ્યારે પ્લાક જમા થવા લાગે છે તેના કારણે બ્લડ હાર્ટ સુધી બરાબર રીતે પહોંચતુ નથી. જેના કારણે હાર્ટના ધબકારામાં સંતુલન બગડે છે અને એ જ કારણ છે હાર્ટએટેક કે કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.
🫀બાથરૂમમાં હાર્ટએટેક આવવા પાછળના કારણો:
🫀1. સવારમાં જ્યારે લોકો ટોઇલેટ જાય છે તે સમયે પોતાના પેટને એકદમ સાફ કરવા માટે અંદરથી જ ખૂબ જ પ્રેશર કરે છે. સવારમાં હાર્ટ એકદમ નોર્મલ હોય છે પરંતુ આ જે પ્રેશર છે તેના કારણે હાર્ટની ધમનીઓ પર વધારે દબાણ આવે છે અને એ જ કારણે હાર્ટ સુધી જે બ્લડ પહોંચતુ હોય તેમાં પ્રોબ્લેમ આવવાના કારણે જ હાર્ટએટેક કે કાર્ડિયાક અરેસ્ટ જેવી તકલીફ અચાનક થઈ શકે છે.
🫀2. આ આપણા પૂરા ઘરના વાતાવરણ કરતાં બાથરૂમનું તાપમાન ઘણું જ ઠંડુ હોય છે. આ કારણે હાર્ટને શરીરના તાપમાનને સંતુલિત કરવા માટે અને બ્લડને હાર્ટ સુધી પહોંચાડવામાં ઘણી જ શક્તિ વ્યય કરવી પડે છે અને તે કારણે પણ એ સમયે હાર્ટએટેક આવી શકે છે.
🫀3. સવારના સમયે આપણા શરીરનું તાપમાન ઘણું જ ઊચું હોય છે અને તે સમયે બાથરૂમનું તાપમાન એકદમ નીચું હોય છે તેવામાં જ્યારે લોકો ઠંડા કે ગરમ પાણી વડે સ્નાન કરતાં હોય ત્યારે હાર્ટની સ્થિતિમાં અચાનક જ ફેરફાર તે હાર્ટએટેકનું કારણ બની શકે છે.
🫀હાર્ટએટેકથી બચવા માટેના ઉપાયો : સામાન્ય રીતે આ ઉપાયોનો સૌને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આપણે આપણા ઘરમાં ઇંડિયન ટોઇલેટનો યુઝ કરીએ છીએ તો ટોઇલેટ જઈએ એ સમયે લોંગ ટાઈમ સુધી એકની એક પોઝિશનમાં ના બેસી રહેવી જોઈએ. આ એક એવો ઉપાય છે કે જે તમને 50 %જેટલો ફાયદો પહોંચાડી શકે છે. ટોઇલેટ સમયે વધારે બળના કરો જો એવું કરવામાં આવે તો હાર્ટને નુકશાન થાય છે. બાથરૂમમાં સ્નાન સમયે સૌથી પહેલા તો પાણીનું ટેમ્પરેચર ચેક કરો અને બાદ પગના ભાગથી હળવે હળવે સ્નાન શરૂ કરો. આ તમામ તકેદારી તમને ઘણો લાભ આપી શકે છે.
🫀હાર્ટએટેકના લક્ષણો : જે લોકોને હાર્ટમા થોડી તકલીફ ઊભી થઈ છે તેઓને હાર્ટ એટેકના 5 થી 6 દિવસ પહેલા જ તેના થોડા લક્ષણો જણાવા લાગે છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ગભરામણ મહેસુસ થાય છે, છાતીમાં દુખાવો થાય છે. થાક-કમજોરી જેવા લક્ષણો પણ જોવા મળે છે. જે લોકોને ડાયાબિટીસની તકલીફ રહે છે તેઓને ઘણીવાર કોઈપણ પ્રકારના લક્ષણો વગર જ હાર્ટએટેક થાય છે. ઘણા લોકોને બેચેની, તણાવ કે ઊલટી થવાના પણ લક્ષણો હોય છે.
🫀હાર્ટએટેક સમયે શું થઈ શકે : જો આપણે કોઈ વ્યક્તિને આવી સ્થિતિમાં જોઈએ કે તેને હાર્ટએટેક થયો છે તો એ સમયે તમે સૌથી પહેલા તેને જમીન પર સુવડાવી દો. ટાઈટ કપડાઓ છે તો તેના બટન ખોલીને લુઝ કરો ત્યારબાદ તેના હાથ અને પગના તળિયાને ઘસવા લાગો. તે દરમ્યાન તાત્કાલિક પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવા માટે એમ્બ્યુલન્સને ફોન કરો. જો તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તુરંત જ તેનું મો ખોલીને તેના મોંમાં તમારા મોંથી હવા આપો જેના કારણે તેના ફેફસાને હવા મળશે અને તેને થોડી રાહત મળે.
જો આ બાથરૂમમાં હાર્ટ અટેક વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.