જે ઔષધિ વિષે આજે તમને વાત કરી રહ્યા છીએ તે, સામાન્ય બધા જ ગામડામાં મળી રહે છે. હાલ શહેરોમાં પણ આ ફળ મળી રહે છે. આ ફળનું નામ છે, બીજોરૂ. લગભગ બધા જ લોકો આ ફળ વિષે થોડી માહિતી હોય છે. પણ આજે તેના ખાસ ઉપયોગ વિષે તમને જણાવી રહ્યા છીએ તેથી આ આર્ટીકલ પૂરો વાંચવા વિનંતી. આ આર્ટીકલમાં જણાવેલા રોગથી તમારા સગાસબંધી કે, દોસ્ત પીડાઈ રહ્યા હોય તો, તેની સાથે આ આર્ટીકલ જરૂર શેર કરવો. પહેલા તમે વાંચી લો પૂરો આર્ટીકલ જેથી તમને સમજાઈ શકે.
આ એક લીંબુની જાતનું ફળ છે, બીજોરું સ્વાદમાં ખાટું હોય છે. બીજોરા ના વૃક્ષ લીંબુના વૃક્ષ જેવું મોટું જ હોય છે. બીજોરાનું વૃક્ષ સાદું વાતાવરણ ધરાવતા બધા દેશોમાં થાય છે. તેના પાન લાંબા અને થોડા મોટા હોય છે. જયારે બીજોરા કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે અને પાકી ગયા બાદ પીળા રંગના થઈ જાય છે. બીજોરું લંબગોળ કે ગોળ આકારનું હોય છે. બીજોરાના ફળ લીંબુના ફળ કરતા થોડા મોટા આકારના હોય છે. બીજોરાના ફળની છાલ થોડી જાડી હોય છે. તેનો સ્વાદ બિલકુલ લીંબુ જેવો હોય છે.
બીજોરાના વૃક્ષ મૂળ કૃમિનાશક હોય છે. બીજોરું પેટના દર્દ દુર કરવામાં મદદ કરે છે, તેની તાસીર ગરમ હોય છે, તે પચવામાં આરામ દાયક હોય છે. જે લોકોને ભૂખ ના લગતી હોય તેવા વ્યક્તિને બીજોરનું સેવન કરવું જોઈએ તેના સેવનથી ભૂખ સમયસર લાગવા લાગે છે. બીજોરાનું અથાણું કે મુરબ્બો બનાવી ખાવાથી પાચનતંત્ર સારું બને છે. બીજોરાનું શરબત પીવાથી પણ અનેક પ્રકારના ફાયદા થાય છે.
બીજોરાની છાલનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. બીજોરામાં પણ લીંબુની જેમ વિટામીન C વધારે માત્રામાં રહેલ હોય છે. ઉનાળામાં બીજોરાનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી પૂરી કરે છે. જયારે તાવ આવતો હોય ત્યારે બીજોરાના પાન માથા પર બંધવાથી તાવ ઉતારવા લાગે છે.
દાંતની સમસ્યા- બીજોરાના મૂળને સુકવી તેમાંથી પેસ્ટ બનાવવી આ પેસ્ટને મોઢામાં મુકીને ચાવવાથી દાંતમાં રહેલા કીટાણું દુર થાય છે. આ ઉપાયથી જમતી વખતે થતી દાંતની પીડા દુર થશે સાથે પેઢામાં થતો દુખાવો પણ આસાનીથી દૂર થવા લાગશે. પેઢામાં નીકળતું લોહી એટલે કે, પાયોરિયા જેવા સમસ્યા હંમેશા દૂર રહેશે.
પેટના કૃમિ- બીજોરાની છાલનો ઉકાળો બનાવી પીવાથી પેટના કૃમિ દુર થાય છે. બીજોરાનું ચૂર્ણ બનાવી તેને સહેજ હુંફાળા પાણી સાથે લેવાથી પેટના કૃમિ દુર થાય છે. બીજોરાની છાલની સુગંધથી તેનો ઉપયોગ બીજી ઘણી જગ્યાએ થાય છે. જેમકે કેન્ડી બનાવતી વખતે છાલનું ચૂર્ણ તેમાં સુગંધ માટે નાખવામાં આવે છે. આવા બીજોરાના બીજી ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
મસા- ભાત કે ખીચડીના પાણી સાથે બીજોરાના ફૂલ કે છાલને પીસીને તેમાં મધ મેળવી પીવાથી મસાની સમસ્યા દુર થાય છે. મસાની સમસ્યામાં જેમને લોહી નીકળતું હોય તેને પણ આ ઉપાય કરવો જોઈએ તેનાથી રાહત મળશે.
પથરી અને કીડની સમસ્યા- પથરીની સમસ્યા એટલે કે, કિડની સ્ટોન જેવી સમસ્યામાં દર્દીને વધારે દુખાવો થતો હોય છે. પથરીની સમસ્યા માટે બે ઉપાય તમે કરી શકો છો. 1-બીજોરાના રસમાં સિંધવ નમક મેળવીને પીવાથી પથરીની સમસ્યા દુર થાય છે. 2- બીજોરાના રસમાં સોડાખોર મેળવીને પીવાથી કીડની ની સમસ્યા દુર થાય છે.
કોઢ- બીજોરાના વૃક્ષ કોઢના દાગ દુર કરવા માટે ખુબ ફાયદામંદ સાબિત થાય છે. બીજોરાના ફૂલ અને મૂળનું બરાબર માત્રામાં લઈ તેનું ચૂર્ણ બનાવવું તેને ખીચડી સાથે લેવાથી રક્તપીતનો રોગ માટે છે.
શ્વાસની દુર્ગંધ- બીજોરમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ રહેલા હોય છે. બીજોરાની છાલને ચાવવાથી મોમાં થી આવતી દુર્ગંધ દુર થાય છે. તેમાં રહેલ ઔષધીય ગુણ મોઢાના બેક્ટેરિયા દુર કરે છે. બીજોરાના પાન માંથી બનેલા ચૂર્ણનું સેવન નિયમિત રીતે કરવાથી અવાજ સુરીલો બને છે.
કાનનો ઈલાજ- બીજોરાનો રસ અને તેટલીજ સમાન માત્રામાં કોઈ પણ તેલ મિક્સ કરી તે બંનેને ગરમ કરી લેવું ગરમ કર્યા બાદ તેના 2 થી 3 ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. બીજોરાનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો માટે છે. સાદો બીજારોને રસ કાઢી હળવા દુખતા કાનમાં નાખવો દુખાવો મટવા લાગશે.
સોજાનો ઈલાજ- બીજોરાના મૂળ, ભોરીંગણી, અરણી,સુંઠ અને દેવદર સરખા ભાગે મિક્સ કરી તેનો લેપ બનાવી સોજા પર લગાવવો અથવા જે જગ્યાએ વાગી ગયું હોય ત્યાં લગાવવાથી સોજો દુર થશે. આ કાર્ય મામૂલી અથવા થોડો સોજો હોય ત્યારે કરવું વધારે સોજો અથવા હાડકાંમાં વા તડ થાય ત્યારે તરત ડોક્ટર પાસે જતું રહેવું.
ઉલ્ટી- જે લોકોને જમ્યા બાદ તરત જ ઉલ્ટી થતી હોય છે. તેવા લોકોને બીજોરાનો રસ થોડી માત્રામાં પીવાથી તેમાં રાહત મળશે. બીજોરાના રસમાં સાકર, મધ અને પીપળીનું ચૂર્ણ મેળવી પીવાથી પણ ઉલ્ટી બંધ થશે. જમીને તરત ઉલ્ટી વારંવાર થતી હોય તો, ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ અને જો ક્યારેક જ થતી હોય તો, આ જણાવ્યા મુજબનો ઉપાય સમસ્યામાં રાહત આપવાનું કાર્ય કરશે.
કમળો- કમળો એક પ્રકારનો તાવ જ માનવમાં આવે છે, કમળાના ઈલાજ માટે બીજોરુ ઉપયોગ થઈ શકે છે. બીજોરાનો રસ ત્રણ ચમચી પછી તેની અંદર અર્ધી ચમચી હિંગ પછી તેની અંદર અર્ધી ચમચી સેંધા નમક અને એક ચમચી દાડમના દાણા મિક્સ કરી દિવસમાં એક વાર પીવો, કમળામાં રાહત મળવા લાગશે.
ઉધરસ- બીજોરાના રસના ઉપયોગથી હેડકી જલ્દીથી બંધ થવા લાગે છે. બીજોરાના રસમાં મધ અને કાળું નમક મેળવી પીવાથી ઉધરસ અને હેડકી દુર થાય છે. બીજોરાના ઉપયોગથી ઉધરસ જેવી સમસ્યા પણ આસાનીથી દૂર કરી શકાય છે. અઠવાડિયામાં બે વાર બીજોરાના રસમાં સાકર,મધ અને પીપળી નું ચૂર્ણ પીવાથી પણ ઉધરસ દુર થાય છે.
વાઈ કે લકવો- ઘણા લોકોને ગરમીના લીધે ગભરામણ થવા લાગે છે. તેના લીધે પણ વાઈ આવી જતી હોય છે. આવા વ્યક્તિને બીજોરાનો તાજો રસ આપવાથી આરામ મળે છે. બીજોરાના રસમાં નિર્ગુણી પાનનો રસ અને લીમડાના પાનનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી દેવાથી પણ ફાયદો થાય છે.
આવી રીતે બીજોરાના બીજી ઘણી બધી રીતે ઉપયોગ થાય છે. કોરિયામાં બીજોરા માંથી હર્બલ ચા પણ બનાવવામાં આવે છે. ભારતમાં બીજોરાનો ઉપયોગ મુરબ્બો અને અથાણા બનાવવામાં થાય છે. બીજોરાનું ધાર્મિક મહત્વ પણ ઘણું બધું છે. બીજોરાને યહૂદીઓ ધાર્મિક ચિહ્ન માનવામાં આવે છે.
બીજોરના અલગ અલગ નામ-
બીજોરાના બીજા અલગ-અલગ ઘણા બધા નામ છે. બીજોરાને હિન્દીમાં બીજોરા લીંબુ અને તુરંકબીજ પુરક કહેવામાં આવે છે. સંસ્કૃતમાં બીજપુર અને માતૃલુંગ કહેવામાં આવે છે. તામિલમાં મોદિક ફલમ, મરાઠીમાં મહાલુંગ કહેવામાં આવે છે. બંગાળીમાં છોલોંગ નેમ્બુ અને ફારસીમાં ખરંજ કહેવામાં આવે છે. તેનું લેટીન નામ CITRUS MEDICE કહેવામાં આવે છે અને ઈગ્લીશમાં તેને CEDRAT પણ કહેવામાં આવે છે. બીજોરા હિમાલનના સિક્કિમ જેવા ઉચાં વિસ્તારમાં પણ થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.