🙂 દોસ્તો, દરેક લોકો પોતાના જીવનમાં સંપૂર્ણતા જ ઈચ્છે જ છે પરંતુ એવું હોતું નથી. જેઓ પાસે ધન- સંપત્તિ છે તેઓને જીવનમાં કોઈ અન્ય તકલીફ હોય છે. આમ જે ને આપણે સંપૂર્ણ કહીએ એ હકીકતે છે શું? સાચી રીતે જોઈએ તો આપણા જીવનમાં આપણે ખુશ હોઈએ, આપણા શરીરની તંદુરસ્તી હોય, આપણામાં તમામ સારી આદતો હોય અને આ આદતો લોકો તેના જીવનમાં અપનાવે. આવું જે લોકોનું જીવન છે તેનું જ જીવન સફળ તેવું કહેવામાં જરા પણ ખોટું નથી.
🙂 આપણામાં જે આદતો હોય છે તેમાંથી અમુક ટેવ તો એવી હોય છે કે જે આપણા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. પરંતુ એ વાતનો આપણને ખ્યાલ હોતો નથી. તો દોસ્તો, તમે આ લેખને સંપૂર્ણ વાંચો અને તેનો પૂરો ફાયદો મેળવી લો.
💁વધારે પ્રમાણમાં ઊંઘ લેવી : આપણે પૂરો દિવસ કામ કરીને જ્યારે રાતના પથારીમાં સૂઈએ છીએ. ત્યારે ખૂબ જ મીઠી ઊંઘ આપણે લઈ શકીએ છીએ. અને જ્યારે આપણે સવારે જાગીએ ત્યારે ફરી પાછા તરો તાજા જ હોઈએ છીએ. આપણા શરીરને દિવસના 7 કલાક જ ઊંઘ મળે તો પણ તેના માટે તે કાફી જ છે. તેના બદલે આપણે જો વધારે ઊંઘીશું તો આપણું શરીર સુસ્ત બની જશે કામ કરવાની ઈચ્છા નહીં થાય. તો બેસ્ટ છે કે તેને જોઈતી જ ઊંઘ આપવી, વધારે ઊંઘીને શરીરને ન બગાડવું
💁વધારે પ્રમાણમાં બેઠું રહેવું : જે લોકોને પોતાના કામ માટે ઓફિસમા કે ભણતર માટે કે પછી અન્ય કોઈ કારણોસર ખુરશી પર બેસીને કલાકો સુધી કામ કરવું પડે છે તે લોકોએ ખાસ આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે આવી રીતે લાંબો સમય બેસી રહેવાથી તમારા સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ શકે છે. વજનનું વધવું, હાર્ટને લગતી તકલીફ, ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ તમે બની શકો છો. તેના માટે કામ નથી છોડવાનું પરંતુ કામની વચ્ચે 5/7 મિનિટનો બ્રેક લઈને થોડી હલન-ચલન કરી લેવી આપણા હિતમાં છે.
💁ભોજનમાં નમકનું પ્રમાણ વધારે હોવું : એ વાત સાચી છે કે નમક જ રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ જો આ નમકનો વધારે પડતો ઉપયોગ આપણે કરીએ તો એ આપણને જ બીમાર બનાવે છે. વિશેષ નમક ખાવાના કારણે આપણે બ્લડપ્રેશર, હાર્ટ, પેટનું કેન્સર જેવી મોટી બીમારીનો ભોગ પણ બની શકીએ છીએ. આ નમક જો વધારે લેવાય તો તે બ્લડને પણ પાણી કરી શકે છે. સાથે કિડની અને ધમનીને પણ નુકશાન પહોંચાડે છે.
💁 ખૂબ જ ઝડપથી ભોજન કરવાની ટેવ : આ જે આદત છે તે સૌથી ખરાબ ટેવ કહી શકાય. જે લોકોને ખૂબ જ ઝડપથી જમવાની ટેવ તેઓને પાચન સંબંધી તકલીફો હંમેશા રહે છે. ડૉક્ટર તો ત્યાં સુધી કહે છે કે જો તમારે નીરોગી રહેવું છે તો તેની એક જ ચાવી છે કે “એક કોળિયાને બત્રીશ વખત ચાવો” જો આપણે ખૂબ જ ચાવીને અને ધીમે-ધીમે શાંતિથી ભોજન કરીશું તો હંમેશા તંદુરસ્ત જ રહીશું.
💁 વધારે પ્રમાણમાં જ્યુશ પીવું : જ્યુશ આપના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે વાત સાચી છે. પરંતુ જો આપણે તેનો અતિરેક કરીએ તો તે ફાયદો પહોંચાડવાને બદલે નુકશાન પણ કરી શકે છે. જો જ્યુશ વિશેષ પ્રમાણમાં પીવામાં આવે તો ડાયાબિટીસ, દાંતમાં સડાની તકલીફ, વજન વધવો જેવી બીમારીઓ તમારી નજીક આવી શકે છે.
💁ભોજન બાદ બ્રશ કરવાની ટેવ : ઘણા લોકોને ભોજન કર્યા બાદ તુરંત જ બ્રશ કરવાની ટેવ હોય છે પરંતુ આ ટેવ સારી નથી. કેમ કે ભોજન સમયે આપણા મોંમાં એક લાળ રસ ઉત્પન્ન થાય છે. જે આપણે લીધેલા ખોરાકને પચાવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને જો આપણે ભોજન કરીને તુરંત જ બ્રશ કરી લઈએ તો તે રસ બનતો અટકે છે. અને જમેલું પચાવવું ખૂબ જ કઠિન થાય છે.
💁સૂતા સમયે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ના કરવો : આજે મોટા ભાગના લોકોને એવી ટેવ હોય છે કે રાતના સૂતા સમયે કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ જેવા ઉપકરણનો ઉપયોગ કરે છે. આમ તેની ઊંધને ખલેલ પહોંચે છે. રાત્રે મોડે સુધી જાગવું અને ઉંધ પૂરી ના લેવાના કારણે બીજી પણ ઘણી બીમારીઓ થવાની સંભાવના રહે છે. આના કરતાં જો આપણે સૂતા સમયે કોઈ પણ પુસ્તકનું વાંચન કરવાની આદત પાડીએ તો તે સૌથી બેસ્ટ હેબિટ છે.
💁પેન્ટના પાછળના પોકેટમાં વોલેટ રાખવાની આદત : મોસ્ટ ઓફ પુરુષોની આ સામાન્ય આદત છે કે તે પોતાના પાછળના ખિસ્સામાં ખૂબ જ મોટા વોલેટ રાખે છે. આમ કરવાનુ ઘણું જ નુકશાન છે. સૌથી પહેલી વાત કરીએ તો શરીરનો આધાર એવું કરોડરજ્જુ આનાથી પ્રભાવિત થાય છે. પીઠ અને કમરનો કાયમી દુખાવો થવાનો સંભવ પૂરેપૂરો રહે છે માટે આ ટેવ હોય તો તેને આજે જ દૂર કરો.
જો આ આપણી આદતો વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.