👉 પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું પોતાના જન્મની સાથે જ તેનું મૃત્યુ નિશ્ચિત કરાયેલુ જ હોય છે. જેનો જન્મ છે તેનુ મૃત્યુ છે એ વાત જ સત્ય છે. આપણા સમગ્ર જીવનની તમામ કડીઓ આપણા વેદ, ઉપનિષદ અને આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમ મૃત્યુએ એક સત્ય છે તેમ જ આપણા શાસ્ત્રો પણ સત્ય છે. આ સત્ય એવા છે કે તે ધરા પર જ્યાં સુધી જીવ સૃષ્ટિ છે તે પણ ત્યાં સુધી રહેલા છે.
👉 મનુષ્યનો જ્યારે અંતિમ સમય હોય છે, ત્યારે તેને થોડી ક્ષણો પહેલા તેના શરીરની સાથે શું થાય છે, કેવા લક્ષણો જોવા મળે છે મોતની પહેલા કેવા કેવા સંકેતો જોવા મળે છે, તે તમામ બાબતોનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.
👉 એક દિવસ મૃત્યુ થવાનું છે તે નક્કી છે તેનાથી કોઇ ભાગી શક્તુ નથી. તેનો તો સૌ કોઇએ સ્વીકારવી જ પડે. પરંતુ હજી આપણને એક પ્રશ્ન થાય છે કે, આ મૃત્યુ આખરે શું છે? આપણા શાસ્ત્રો અનુસાર કહેવાયુ છે કે, મૃત્યુ તો માત્ર આ નસ્વર એવા શરીરનું જ થાય છે આત્મા તો અમર છે. આત્માનું ક્યારેય મૃત્યુ થતુ નથી.
👉 જ્યારે કોઇ પણ જીવનું મૃત્યુ તેની ખૂબ જ નજીક હોય ત્યારે સૌથી પહેલી અસર તેની દ્રષ્ટિ પર થતી હોય છે, તે વ્યક્તિને ઝાંખું દેખાવા લાગે છે કે પછી બિલકુલ દેખાતુ નથી. જે લોકોનું મૃત્યુ નજીક હોય તેવા લોકોને જો તેનું પોતાનું પ્રતિબિંબ દેખાય તો તે ખૂબ જ ધૂંધળું કે પછી કોઇ રાક્ષસી પ્રતિબિંબ હોય તેવુ લાગે છે.
👉 પરંતુ જે લોકોએ પોતાના જીવનમાં હંમેશા સારા કર્યો જ કરેલા હોય છે તેવા લોકોને પોતાના મૃત્યુનો કોઇ ભય હોતો નથી. આવા લોકોનું જ્યારે મૃત્યુ થવાનું હોય છે તો તેને મોતની પહેલા એક તેજ એવો પ્રકાશ જોવા મળે છે. જે પ્રકાશ તમામ પ્રકારના અંધકારને ચીરીને આ વ્યક્તિ સીધી પહોંચે છે.
👉 જે લોકોનું જીવન સામાન્ય કહી શકાય તેવું રહ્યું હોય તેવા લોકોને પોતાના મૃત્યુના થોડા સમય પહેલા પોતાના દ્વારા જે કઇ સારા કે ખરાબ કાર્યો થયા હોય તેની તેને યાદ આવે છે અને તેને પોતે કરેલા ખરાબ કાર્યો માટે ખૂબ જ પછતાવો થાય છે.
👉 મૃત્યુ સંબંધિત દરેક બાબત આપણા ધાર્મિક પુસ્તક ગરુડ પુરાણમાં આપવામાં આવેલી છે. તેમાં તો એવુ કહેવામાં આવ્યું છે કે, જે માણસ મૃત્યુની ખૂબ જ નજીક હોય છે ત્યારે તેને સાક્ષાત યમનાં દૂતોના દર્શન થાય છે.
👉 જે મનુષ્ય પોતાના જીવનભર ખરાબ કામોમાં રચ્યો પચ્યો રહે છે તેવા વ્યક્તિને યમ દૂતનું અતિ ભયંકર, વિકરાળ એવુ સ્વરુપ જોવા મળે છે અને તે અંતિમ સમયે પોતાની વાચા પણ ખોઇ બેસે છે. છેલ્લે તે માત્ર ઇશારાઓથી પોતાની કોઇ અધૂરી કે અંતિમ વાતો જણાવે છે.
👉 જ્યારે માણસના શરીરનો આત્મા ત્યાગ કરે છે, ત્યારે તેના જીવને યમદૂતો આકાશ માર્ગોથી યમપુરી લઇ જાય છે અને ત્યાં તેના કર્મ અનુસાર તેને ન્યાય આપવામાં આવે છે. તો આ મૃત્યુએ માત્ર એક શરીરનો અંત છે. જીવએ શરીરનો ત્યાગ કરે છે તો પછી તેના કર્મ અનુસાર તેને અન્ય શરીર મળે છે. તો સારુ શરીર મેળવવા માટે આ જન્મમાં સારા કર્મો કરી લેવા જોઇએ.
જો મૃત્યુ સમયે થતાં ફેરફાર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.