🍋દોસ્તો, આજે અમે આ આર્ટીકલના માધ્યમથી તમને માત્ર એક લીંબુનો ખૂબ જ ચમત્કારી અને અસરકારક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જે કરવાથી તમે તમારી અનેક પરેશાનીમાંથી નીકળી શકો છો. જો તમે કોઈ મુશ્કેલીમાં છો તો તમે ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુનો ઉપયોગ કરો તો તમારી એ તકલીફ ઝડપથી દૂર થાય છે.
🍋જો કોઈને પોતાનો ધંધો, વેપાર, કોઈ બીમારી કે પારિવારિક કોઈ પ્રશ્ન સતાવતો હોય તો આ એક ઉપાય એવો છે કે જેમાંથી આપણને મુક્તિ મળે છે. આપણી પરેશની દૂર થાય છે. દોસ્તો આવો પ્રોબ્લેમ મોટા ભાગે જે વ્યક્તિને પોતાનો ગુરુ ગ્રહ નબળો હોય છે તેને જ થતી હોય છે. અને તમે જો પોતાના ગુરુને પ્રબળ બનાવવા માંગો છો તો આ ઉપાય અસરકારક સાબિત થઈ શકે છે.
🍋દોસ્તો આપણા બધાના ગ્રહો એક સમાન નથી હોતા કોઈના અમુક ગ્રહો નબળા હોય છે. અને તેનાથી તે વ્યક્તિને પોતાના ધંધામાં બઢતી નથી થતી, ઘરમાં નાના-મોટા કજિયા રહે અને ક્યારેક તો પોતાની તંદુરસ્તી પણ જોખમાય છે. તો આ બધાનું કારણ તે વ્યક્તિના ગુરુ ગ્રહ નબળો હોય શકે છે. પરંતુ હવે ચિંતા ના કરો તમારે તમારા ગુરુને પ્રબળ બનાવવો છે. તો ગુરુવારના દિવસે તમે અમે બતાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય અવશ્ય કરો અને તમામ પ્રકારની મુશ્કેલીનો ઉકેલ મેળવો.
🍋તમારા ગુરુ ગ્રહને બળવાન કરવા માટે એક લીંબુ લેવાનું છે. પરંતુ યાદ રહે કે તમે જે લીંબુ લીધું છે તે સાવ પીળું હોવું જોઈએ તેમા એક પણ દાગ ના હોવો જોઈએ. જો આવું દાગ મુક્ત લીંબુ લેશો તો તેને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે ગુરુવારના દિવસે પૂર્વ તરફ મો રાખીને બેસો. એક બજોઠ પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીનો ફોટો કે મૂર્તિ પધરાઓ. હવે ભગવાનની સામે લીંબુને રાખી દો.
🍋ત્યારપછી તમારે બંને હાથ જોડીને આખો બંધ કરીને એક મંત્રનો જાપ કરવાનો છે. ‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ’ આ મંત્રનો તમારે એકવીસ વાર જાપ કરવાનો છે. જો તમે વધારે વાર આ મંત્રને જપો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે જ્યારે લીંબુ લઈને જાપ કરતાં હોય ત્યારે તમારે વચ્ચે કોઇની સાથે વાત-ચિત કરવાની નથી. તમે બિકકુલ ડિસ્ટબ ના થાઓ તેવી જગ્યા પસંદ કરવી.
🍋હવે જાપ પૂર્ણ કરીને તમારે લીંબુને તમારા જમણા હાથમાં લેવાનું છે. ત્યારપછી તમારી જે તકલીફો છે તે તમામ આ લીંબુને જણાવો. બધી જ મુશ્કેલી લીંબુને બતાવ્યા બાદ તમારે તે લીંબુને તમારા જમણા હાથ વડે માથા ઉપર ફેરવવાનું છે. જ્યારે તમે લીંબુને ફેરવો છો તે ઊંધું ફેરવવાનું છે. એટલે કે ઘડિયારનો કાંટો જે દિશામાં ફરે છે તેનાથી વિરુદ્ધ દિશામાં આપણે આ લીંબુને માથા પર ફેરવવાનું છે. ત્યારબાદ આ લીંબુને તમારે આખી રાત માટે તમારા ઘરના મંદિરમાં જ મૂકી દેવાનું છે.
🍋બીજા દિવસે સવારે તમારે સ્નાન આદિથી પરવારીને ભગવાનની પૂજા કરીને આ લીંબુને મંદિરમાંથી લઈ લેવાનું છે. બાદ આ લીંબુના એક સરખા ચાર ટુકડા કરવાના છે. તે ટુકડાઓ પર તમારે સિંદુર હોય તો તે અને ના હોય તો તમે તેના પર કુમકુમ લગાવી શકો છો. આ ટુકડાને તમારે તમારા ઘરની બહાર ચારે દિશામાં ફેકી દેવાના છે. અને જો તમે ફ્લેટ કે બિલ્ડિંગમાં રહો છો તો નીચે જઈને બિલ્ડિંગની ચારે દિશામાં એ લીંબુના ટુકડાને ફેકવાના છે.
🍋લીંબુને ફેકયા પછી તમારે તમારા ઘરે આવવનું છે પરંતુ યાદ રહે કે તે સમયે તમારે ઘર સુધી કાંઈ પણ બોલવાનું નથી. દોસ્તો જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે તમને આનું પરિણામ જોવા મળશે. તમારી દરેક તકલીફ આ ઉપાય કર્તાની સાથે જ દૂર થઈ જશે અને તમારી કિસ્મતના દ્વાર ખૂલી જશે. તમારા પર ગ્રહોની જે બૂરી અસર હતી તે દૂર થશે. દોસ્તો આ ઉપાય કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ગુરુવારના દિવસે રાત્રિના 9 વાગ્યા પછીનો સમય.
જો લક્ષ્મીજી પ્રસન્ન કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.