👉 દોસ્તો, આપણે બજારમાં મળતી અનેક ખાધ્ય સામગ્રીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ ઘણીવાર ઉતાવળમાં તેના પર લખેલી એક્સપાયરી ડેટ ( સમાપ્તિ તારીખ ) વાંચવાનું ભૂલી જતાં હોઈએ છીએ અને જ્યારે તે આપણે ખાવાના ઉપયોગમાં લઈએ તો તેની ઘણી જ વિપરીત અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે આવો ખોરાક જો વારંવાર લેવામાં આવે તો બીજા પણ ઘણા ગંભીર રોગ પણ થવાની સંભાવના રહેલી છે.
👉 બજારમાં મળતી ઘણી એવી ચીજો હોય છે જેને તારીખ સમાપ્તિ બાદ જો ખાવામાં આવે તો આપણા શરીરને ખૂબ જ ગંભીર એવી બીમારીનો ભોગ બનાવી શકે છે. આજે અમે તમને એવી 8 વસ્તુ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે વસ્તુની એક્સપાયરી ડેટ જતી રહી છે તો તે વસ્તુની સેફ લાઈફ કેટલી છે. તો ચાલો જોઈએ તે 8 ચીજ કઈ-કઈ છે.
👉 સ્પ્રાઉટસ (ફણગાવેલા કઠોળ) : સ્પ્રાઉટસ એટલે ફણગાવેલા કઠોળ આ કઠોળને માત્ર 2 જ દિવસ ખાય શકાય છે. કઠોળને ફણગાવવા માટે તેને પલાળીને પછી એક દિવસ કાપડમાં બાંધીને રાખવાના આવે છે બાદ તે કઠોળ માત્ર 2 દિવસ જ ખાવાને લાયક રહે છે. આ સમય બાદ જો તમે તેને ખાવ છો તો તે ગંભીર રોગને નિમંત્રી શકે છે.
🥛 દૂધ : દૂધને તમે બજારમાંથી લાવો તે સમયે કે ખાતા પહેલા તેની ડેટ ચોક્કસ ચેક કરવી જોઈએ. જો તમે તબેલાવાળા પાસેથી દૂધ લો છો તો પણ ખાસ જુઓ કે તે 2 દિવસ જ સારું રહે છે તે બાદ તેમાં એવા બેકટરિયા પેદા થાય છે કે તેને ખાવાથી ફૂડ પોઈઝન, દસ્ત, તાવ, ઊબકા જેવી બીમારી થવાની સંભાવના રહે છે.
👉 મલાઈ : ઘણા બહેનો દૂધની મલાઈ કાઢીને તેને ફ્રીજમાં સ્ટોર કરતાં હોય છે તે લોકોએ ખાસ ધ્યાન રાખવું કે આ મલાઈને વધીને તમે 15 દિવસ જ રાખો કેમ કે જો તેને તેથી વધારે રાખવામાં આવશે તો તેમાં ઝેરી બેકટરિયા પેદા થઈ શકે છે. તે તમને બીમાર પડી શકે છે. તો મલાઈ ને ફ્રિજ કે ફ્રિજરમાં જ રાખો અને જો તેનો રંગ બદલાય કે વાસ આવે તો તેનો ઉપયોગ ઘી બનાવવામાં કદાપી ના કરો. આટલી સાવચેતી તમારી હેલ્થ માટે સારી છે.
🍗 ચિકન : જે ફૂડ ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે તેમાં આ ચિકનનો પણ સમાવેશ થાય છે. ચિકન હંમેશા ફ્રેશ જ ખાવું જોઈએ તે જ આપણી હેલ્થ માટે ઉત્તમ છે. જો તમે એક્સપાયરી ડેટ બાદ ચિકન ખાઓ છો તો તેમાં ચિકન ઈ -કોલી નામક બેક્ટેરિયા પેદા થાય છે. તે તમને ગંભીર બીમારી તરફ લઈ જાય છે. આવું એક્સપાયર ચિકન ખાવાથી ગૈસટ્રોએંટરાઈટિસ, મૈનીજાયટીસ અને યુરીનલ ઇન્ફેકશન પણ થવાના ચાન્સીસ વધી જાય છે. તો ખાસ ધ્યાન રાખો કે ફ્રેશ જ ચિકન ખાવાના ઉપયોગમાં લેવું.
🧀 ચીજ : ખરીદી પહેલા ચીજના પેકિંગ પર તેની એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરો કેમ કે ચીજ પણ લોંગ ટાઈમ સારું રહેતું નથી, અને તેને એક્સપાયરી બાદ તમે ખાઓ તો ચીજમાં લિસ્ટિરીયા મોનોસાઈટ્રોજસ નામના બેકટરિયા બની જાય છે. આવ બેક્ટેરિયાવાળું ચીજ ખાવાથી લીસ્ટેરિઓસીસ જેવી બીમારીનો ભોગ તમે થઈ શકો છો.
🥬 પાલક : ઝડપથી ખરાબ થતી એવી લીલી શાકભાજી જો કોઈ હોય તો તે છે પાલક. પાલકમાં ઘણા ગુણ સમાયેલા છે. તેને ખૂબ જ તાજી હોય ત્યાં જ તેને ખાય લેવી જોઈએ નહીં તો તેમાં જીવાંત થાય છે. અને એવી ભાજી ખાવાના ઘણા જ ગેર ફાયદા એટલે કે શરીરને ઘણું જ નુકશાન થાય છે. બને તો આ ભાજીને રાંધતા પહેલા જ ધોવી જોઈએ.
🥩 ગ્રાઉન્ડ બીફ : આ માસ એવું છે કે જે ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે. આથી જો તમે આ ગ્રાઉન્ડ બીફ બજારમાંથી ખરીદો છો તો તેની એક્સપાયરી જીણવટથી તપાસવી જોઈએ. આવું ખરાબ થયેલું માસ તમને બીમાર કરી શકે છે તેને ખાતા પહેલા ચોક્કસ સારી રીતે બાફીને જ ઉપયોગમાં લેવુ તમારા હિતમાં છે.
🥚 ઈંડા : આ પણ એક એવી જ ચીજ છે કે જે થોડા જ સમયમાં ખરાબ થાય છે આવામાં જો તમે પેકિંગ ઈંડા ઘરે લાવો છો તો તેના પર એક્સપાયરી જુઓ અને છૂટક ઈંડા લો છો તો તેને ઘરે જ તપાસો કે તે કેવા છે. ઇંડાને તે સારા છે કે ખરાબ તે જોવા માટે એક બાઉલમાં પાણી ભરો અને તેમાં ઇંડાને ઉમેરીને જુઓ કે તે તરે છે કે ડૂબે છે. જો તે ડૂબે છે તો તે સારું છે અને તે તરે છે તો તે એક્સપાયર થઈ ચૂક્યું છે.
જો આ વસ્તુને ખાતા પહેલા એક્સપાયરી ડેટ ચેક કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.