💇♀️ આજના મોર્ડન યુગમાં બધી મહિલાઓનું સપનું હોય છે કે, પોતાના વાળ લાંબા,કાળા અને વધુ ગ્રોથવાળા હોય.તેના માટે તે પાર્લરમાં મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે.છતાં વાળ સારા થતાં નથી એન તેની પ્રોબ્લેમ્સ વધવા લાગે છે.જેનું એક જ કારણ છે આજના સમયમાં વધતું જતું પ્રદૂષણ અને અધૂરા પોષણવાળા ભોજનના કારણે આ તકલીફો ઉદભવે છે.
🌿 વાળની સમસ્યાને દૂર કરવા માટે આજે અમે તમારા માટે એવો આયુર્વેદિક ઉપચાર લઈને આવ્યા છીએ. જેનાથી તમારા વાળ એકદમ કાળા,લાંબા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે.કાકડી,આદું,તુલસીનું તેલ અને નારિયેળના તેલનો ઉપાય કરવાથી તમારા વાળની બધી સમસ્યામાંથી છુટકારો મળી જશે. આદુંની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. જે વાળમાં ઘણું ફાયદાકારક હોય છે.
🥥 પ્રયોગ 1 :- આદું,કાકડી,નાળિયેરનું તેલ,તુલસીનું તેલ આ બધી વસ્તુ વાળમાં ખૂબ ફાયદાકારક છે. તુલસીના તેલથી વાળમાં ખોડાની સમસ્યા દૂર થાય છે.ઉપરાંત કાકડી દ્વારા વાળનો ગ્રોથ વધે છે અને આદું વાળને પોષણ પૂરું પાડે છે. હવે આ ઉપાય કઈ રીતે કરવો તે જાણીશું.
👉 આ ઉપાય કરવા માટે સૌપ્રથમ અડધો કપ પીસેલી કાકડી, 1 ચમચી આદું, 1 ચમચી નાળિયેરનું તેલ, 1 ચમચી તુલસીનું તેલ લો. આ બધી સામગ્રીને ભેગી કરી મિક્સરમાં પીસી નાખો અને તેમાંથી બનેલ પેસ્ટને એક પાત્રમાં રાખી દેવી. હવે આ પેસ્ટને આખા માથામાં સરખી રીતે લગાવી 30 મિનિટ સુધી સુકાવા દેવું. ત્યાર બાદ વાળને હર્બલ શેમ્પૂ વડે ધોઈ નખવા. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારા વાળની ટોટલ સમસ્યા દૂર થઈ જશે અને વાળ એકદમ કાળા અને વધુ ગ્રોથ ધરાવતા થઈ જશે.
🧅 પ્રયોગ 2 :- આ પ્રયોગ ડુંગળી અને આદુંના રસથી થાય છે. આપણા વાળ માટે પોષકતત્વો ખૂબ જરૂરી છે જે ડુંગળી અને આદું દ્વારા સારી એવી માત્રામાં પ્રાપ્ત થાય છે. ડુંગળીની અંદર સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે. જે વાળ માટે ખૂબ જરૂરી હોય છે અને આદું દ્વારા વાળની થિકનેસ પણ વધે છે.
👉 આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ આદું અને ડુંગળીને અલગ-અલગ પાત્રમાં રાખી અને મીકસરમાં અલગ-અલગ પીસવું. હવે આ બંને રસને મિક્સ કરી પેસ્ટને વાળના મૂળમાં લાગે તેવી રીતે આખા માથામાં લગાવો. તેને 30 મિનિટ સુધી રહેવા દઈ હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું.આ પ્રયોગ અઠવાડિયામાં 3 વાર કરવાથી વાળ એકદમ લાંબા અને કાળા થઈ જશે અને વાળનો ગ્રોથ પણ વધશે.
👩🦰 ઉપર જણાવેલ વાળના બંને પ્રયોગથી વાળની બધી સમસ્યા દૂર થઈ વાળ એવા કાળા,લાંબા અને ચમકદાર બનશે કે તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
🧴 આ આયુર્વેદિક ઉપાય કરવાથી વાળમાં જે પરીણામ મળે છે. તે પાર્લરમાં જવાથી કે મોંઘા પ્રોડકટ વાપરવાથી પણ નથી મળતું. કારણ કે, તેમાં આપણા વાળને નુકશાન પહોંચાડે તેવા કેમિકલ રહેલા હોય છે જે વાળને વધુ ખરાબ કરે છે અને વાળ ખરવાની સમસ્યા વધારે છે.ઉપર જણાવેલ પ્રયોગ 100% કુદરતી છે જેમાં જરા પણ કેમિકલનો પ્રયોગ થતો નથી અને તમે તમારા હાથે આ પ્રયોગ કરી શકો છો.
જો આ પોસ્ટ ઓફિસની યોજના વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.